25.8 C
Amreli
19/09/2020
સમાચાર

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

અધ્યાય ચોથો – દિવ્ય જ્ઞાન :

પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું : મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. ||૧||

એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું છે અને રાજર્ષિઓએ એ જ રીતે તે જાણ્યું. પરંતુ કાળક્રમે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. ||૨||

તે જ આ પ્રાચીન યોગ, પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું. કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનનાં દિવ્ય રહસ્યને સમજી શકે છે. ||૩||

અર્જુને કહ્યું : આપનો જન્મ, અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્થાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે; તો પછી, હું કેવી રીતે સમજુ કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? ||૪||

શ્રી ભગવાન બોલ્યા : તારા અને મારા અનેકાનેક જન્મો થઇ ચુક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પરંતપ, તું તેને યાદ રાખી શકતો નથી. ||૫||

જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળરૂપમાં પ્રગટ થાઉં છું. ||૬||

હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું. ||૭||

ભક્તોના ઉધ્ધાર કરવા અને દુષ્ટોના વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુન:સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ||૮||

હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. ||૯||

આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયાં છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. ||૧૦||

જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. ||૧૧||

આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિ:સંદેહ, આ જગતમાં મનુષ્યોને સકામ કર્મનાં ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. ||૧૨||

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે, હું આ વ્યવસ્થાનો સ્ત્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તં જાણ. ||૧૩||

મને કોઈ કર્મ પ્રભાવિત કરતુ નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિષેના આ સત્યને જાણે છે, તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. ||૧૪||

પ્રાચીન કાળમાં સર્વ મુક્તાત્માઓએ મારી દિવ્ય પ્રકૃતિને જાણીને જ કર્મો કર્યા હતાં અને મુક્તિ મેળવી હતી. માટે, તારે પણ તેમના પગલે ચાલીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ||૧૫||

કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યોની મતિ પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિષે સમજુતી આપીશ કે જે જાણીને તું સર્વ અશુભમાંથી મુક્ત થઇ જઈશ. ||૧૬||

કર્મની આંટીઘુંટીને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્યે કર્મ શું છે, વિકર્મ શું છે, અને અકર્મ શું છે, તે સારી રીતે જાણવું જોઈએ. ||૧૭||

જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકારનાં કર્મોમાં પરોવાયેલો હોવા છતાં દિવ્ય અવસ્થામાં રહેલો છે. ||૧૮||

જે મનુષ્યનો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિયતૃપ્તિની કામનાથી રહિત હોય છે, તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે. તેને જ સંતજનો એવો કર્તા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મફળ બાળીને ભસ્મ કર્યા છે. ||૧૯||

પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને, સદા સંતુષ્ઠ તથા સ્વતંત્ર રહી, તે સર્વ પ્રકારનાં કાર્યોમાં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી. ||૨૦||

આવો જ્ઞાની મનુષ્ય, મન તથા બુદ્ધિને સંપૂર્ણપણે સંયમિત કરીને કાર્ય કરે છે, પોતાની સંપતિનાં સ્વામિત્વનો સર્વથા ત્યાગ કરે છે અને જીવન –નિર્વાહ અર્થે ખપ પુરતું જ કાર્ય કરે છે. આ પ્રમાણે કર્મ કરતો તે, પાપપૂર્ણ કર્મફળોની પ્રભાવિત થતો નથી. ||૨૧||

જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ઠ રહે છે, જે દ્વૈતભાવથી રહિત છે તથા ઈર્ષા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે, તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી. ||૨૨||

જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણો પ્રત્યે અનાસક્ત છે અને જે દિવ્ય જ્ઞાનમાં પૂર્ણ પણે સ્થિત થયેલો છે, તે સંપૂર્ણ પણે દિવ્યતામાં લીન થાય છે. ||૨૩||

જે મનુષ્ય કૃષ્ણભાવનામૃતમાં પુરેપુરો તલ્લીન રહે છે, તેને પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવદ ધામની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મરૂપે જ હોય છે. ||૨૪||

કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતે પૂજે છે અને કેટલાક પરમ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે છે. ||૨૫||

આમાંના કેટલાક (વિશુદ્ધ બ્રહ્મચારીઓ), શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા (વ્રતધારી ગૃહસ્થો) ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે. ||૨૬||

મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રૂચી ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુનાં કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે. ||૨૭||

કઠોર વ્રતો ધારણ કરીને, કેટલાક પોતાની સંપતિનો ત્યાગ કરીને, કેટલાક કઠોર તાપ દ્વારા, કેટલાક અષ્ટાંગ યોગની સાધના દ્વારા અથવા અધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા વેદાધ્યન દ્વારા પ્રબુદ્ધ થાય છે. ||૨૮||

વળી બીજાઓ, જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસનક્રિયાના નિયમનની પદ્ધતિ અપનાવે છે, તેઓ ઉચ્છવાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વસન ક્રિયા અટકાવીને સમાધીમાં રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. ||૨૯||

યજ્ઞના અર્થને જાણનારા આ સર્વ યજ્ઞ કર્તાઓ, પાપકર્મોમાંથી મુક્ત થઇ જાય છે અને યજ્ઞોનાં ફળરૂપી અમૃતનું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. ||૩૦||

હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખ પૂર્વક રહી શકતો નથી, તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે? ||૩૧||

આ અનેક પ્રકારના યજ્ઞો વેદસંમત છે અને આ સર્વ વિવિધ પ્રકારનાં કર્મોમાંથી ઉદ્ભવે છે. તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈશ. ||૩૨||

હે શત્રુઓનું દમન કરનારા (અર્જુન), દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞરૂપે કરેલાં સર્વ કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણમે છે. ||૩૩||

સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે. ||૩૪||

અને જ્યારે તેં આ સત્યને જાણી લીધું હશે, ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહિ, કારણ કે તું જાણીશ કે બધા જીવો મારા જ અંશો છે અને તેઓ મારા જ છે. ||૩૫||

જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે, તોયે તું જ્યારે દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં સ્થિત થઈશ, ત્યારે દુ:ખોના સાગરને પાર કરી શકીશ. ||૩૬||

જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વફળોને બાળીને ભસ્મ કરી દે છે. ||૩૭||

આ જગતમાં, દિવ્ય જ્ઞાન જેવું કઈ પણ ઉત્કૃષ્ટ અને પવિત્ર નથી. આવું જ્ઞાન સમગ્ર યોગવિદ્યાનું પરિપક્વ ફળ છે. અને જે મનુષ્ય ભક્તિયોગમાં સિદ્ધ થઇ જાય છે, તે સમય જતાં પોતાની અંદર જ આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. ||૩૮||

જે મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રતિ સમર્પિત થયેલો છે અને જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી લીધી છે, તે શ્રદ્ધાળુ મનુષ્ય આવું જ્ઞાન મેળવવા પાત્ર છે અને તે પ્રાપ્ત કર્યા પછી તે તરત જ પરમ આધ્યાત્મિક શાંતિ પામે છે. ||૩૯||

પરંતુ જે અજ્ઞાની તથા શ્રધ્ધાવિહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવદભાવના પામતા નથી; તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. ||૪૦||

હે ધનંજય, જે મનુષ્ય પોતાનાં કર્મનાં ફળોનો પરિત્યાગ કરીને, ભક્તિયોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત હોય છે. આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી. ||૪૧||

માટે, અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી શસ્ત્ર વડે કાપીને હે ભારત, તું યોગરુઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. ||૪૨||

અધ્યાય ચોથો સંપૂર્ણ.

અધ્યાય 1 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 1

અધ્યાય 2 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અધ્યાય 2 : ગીતા સાર, વાંચો ગુજરાતીમાં. ભાગ – 2

અધ્યાય 3 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 3.


Source: gujaratilekh.com

Related posts

તબલીગી જમાતથી 200 લોકો ગુજરાતમાં આવ્યા તેમની કોઈ માહિતી નહીં! HCએ અરજન્ટ સુનાવણી હાથ ધરી

Amreli Live

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47

Amreli Live

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર વૈશ્વીક બિમારી કોરોના COVID-19 વાઇરસ ફેલાવો કરતા ઇસમ સામે ગુન્હો દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

અમરેલીના લોકોને બાળકોએ સંદેશો આપ્યો કે ઘરે રહો સુરક્ષિત રહો.

Amreli Live

વિપુલભાઈ અને દીપ બોસમિયા ( પ્રકાશ કેટરર્સ )દ્વારા સેવાકીય યજ્ઞ જેમાં રોજ 1000 લોકો ને જમાડવામાં આવે છે

Amreli Live

શ્રી નીતિન ત્રિવેદીસાહેબ નું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટ પર કોરોના વાયરસ વિષે નું વ્યક્તવ્ય.

Amreli Live

Pm Narendra Modi appeal to all Indians,

Amreli Live

અમરેલીમા રામ પ્રસાદ અનાજ સામગ્રી” કીટ તૈયાર કરી દેવામાં આવી

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

ચિત્તલરોડ વિસ્તાર માં સેનેટાઈજ ની પ્રશંસનીય કામગીરી કરવામા આવી

Amreli Live

જુઓ Video: આ રીતે થાય છે કોરોના વાયરસનો Test, ગુજરાતમાં શરૂ કરાઈ લેબ

Amreli Live

વિશ્વ હિન્દુ પરિષદઅમરેલી જિલ્લો) ઘરમાં બેસી ” પડી ” રહેવું અને પરિસ્થિતિ સામે ” લડી ” રેવું….

Amreli Live

અમરેલીના લાઠી ના પીએસઆઇ ના પિતા કોરોના પોઝિટિવ થયા.

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યા 88 વર્ષના યોગી પ્રહલાદ જાની.

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

મૂંગા પશુઓ માટે ઘાસચારો ભરેલું ટ્રેકટર લઈને નિકલ્યા નેતા વિપક્ષ…….

Amreli Live

ઇઝરાયલે ફક્ત આટલી સસ્તી બનાવી કોરોના કીટ, ફૂંક મારવાથી એક જ મિનિટમાં જણાવી દે છે રિઝલ્ટ

Amreli Live

રાહત કીટ પર વડાપ્રધાન મોદીનો સંદેશ, ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની અનોખી પહેલ

Amreli Live