25.9 C
Amreli
22/09/2020
સમાચાર

પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું જ્ઞાન”.

અધ્યાય સાતમો – પરમેશ્વરનું જ્ઞાન :

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીત મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઇ જાણી શકીશ. ||૧||

હવે હું તને પૂર્ણરૂપે ઈન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિષે કહીશ. આ જાણ્યા પછી, તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહિ. ||૨||

હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. ||૩||

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર-એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ||૪||

વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત, મારી એક અન્ય ચડિયાતી પરા શક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. ||૫||

સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ મને જ જાણ. ||૬||

હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ (સત્ય) નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. ||૭||

હે કુંતીપુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું. વૈદિક મંત્રોમાં ઓમ કાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામ્યર્થ છું. ||૮||

હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું, હું જીવમાત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. ||૯||

હે પૃથાપુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ છું. ||૧૦||

હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું. હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું. ||૧૧||

તું જાણી લે કે સર્વ ભાવ, પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, તે બધા જ મારી શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે. એક રીતે હું સર્વ કાંઈ છું, પરંતુ સ્વતંત્ર છું. હું ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન નથી, પણ તેઓ મારે અધીન છે. ||૧૨||

ત્રણ ગુણો (સત્વ,રજ તથા તમ) દ્વારા મોહ પામેલું આ સમગ્રજગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. ||૧૩||

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઇ જાય છે, તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. ||૧૪||

જે મનુષ્યો તદ્દન મુર્ખ છે, જેઓ મનુષ્યોમાં અધમ છે, જેમનું જ્ઞાન માયા વડે હણાઈ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે, એવા દુષ્ટોમારું શરણ ગ્રહણ કરતા નથી. ||૧૫||

હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે – દુ:ખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે તે. ||૧૬||

આમાંનો જે પૂર્ણજ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે, તે સર્વ શ્રેષ્ઠ છે, કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે. ||૧૭||

આ બધા ભક્તો નિ:સંદેહ ઉદાર મનવાળા મનુષ્યો છે, પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે, તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું, તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી, તે સર્વોચ્ચ તથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. ||૧૮||

અનેક જન્મ –જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર થાય છે, તે મને સર્વ કારણોના કારણ જાણી મારે શરણે આવે છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. ||૧૯||

જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હણાઈ ગઈ છે, તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પુજાના વિશિષ્ટ વિધિ-વિધાનોને અનુસરે છે. ||૨૦||

હું જીવમાત્રના હૃદયમાં પરમાત્મારૂપે વિધ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે, ત્યારે હું તરત જ તેની શ્રધ્ધાને સ્થિર કરું છું, જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરે છે. ||૨૧||

આવી શ્રધ્ધાથી યુક્ત થયેલો તે, અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. ||૨૨||

અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. દેવોને પુજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને જ પામે છે. ||૨૩||

મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહિન મનુષ્યો માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણ પહેલાં નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે, તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ||૨૪||

હું મુર્ખ તથા અલ્પબુધ્ધીવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. ||૨૫||

હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઇ રહ્યું છે, અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી. ||૨૬||

હે ભારત, હે શત્રુવિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વન્દોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ (મોહ) ને પામે છે. ||૨૭||

જે મનુષ્યોએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્યકર્મો કર્યા છે અને જેમના પાપકર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વન્દોથી મુક્ત થઇ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. ||૨૮||

જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુત: બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિષે પૂર્ણપણે જાણે છે. ||૨૯||

જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. ||૩૦||

અધ્યાય સાતમો સમાપ્ત.

અધ્યાય 1 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 1

અધ્યાય 2 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અધ્યાય 2 : ગીતા સાર, વાંચો ગુજરાતીમાં. ભાગ – 2

અધ્યાય 3 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” અને તેનો સાર વાંચો ગુજરાતીમાં. ભાગ – 3.

અધ્યાય 4 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 4 “દિવ્ય જ્ઞાન”.

અધ્યાય 5 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 5 “કર્મ યોગ”.

અધ્યાય 6 ની લિંક >>>> પવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 6 “ધ્યાનયોગ”.


Source: gujaratilekh.com

Related posts

અમરેલી જિલ્લામાં 4 મેં થી લોકડાઉન કેવી રીતે ખુલશે

Amreli Live

કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા કેવી હોય છે? કેટલા જોખમમાં કામ કરે છે લેબ ટીમ?

Amreli Live

કોરોના વાયરસનું પરિક્ષણ હવે રાજકોટમાં પણ થશે, લેબોરેટરીને મળી મંજૂરી : કલેક્ટર રેમ્યા મોહન

Amreli Live

ચંન્દ્રકાન્ત કાલાણી અને હિતેશભાઈ રોઘેલીયા દ્વારા 1500થી વધારે માસ્ક બનાવી ને વિનાં મુલ્યે વિતરણ

Amreli Live

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

જે લોકો પોતાના પદનું અભિમાન કરે છે, તેમના નસીબમાં નથી હોતી આટલી બાબત.

Amreli Live

સરપંચ કૌશિકભાઈ વેકરીયાની નમુના રૂપ કામગીરી.

Amreli Live

કોરોના લોકડાઉન: ડોમેસ્ટિક ફ્લાઈટ પર લગાવેલ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવાયો

Amreli Live

એક જ પરિવારની બે દીકરી લોકડાઉનની સ્થિતિમાં 24 કલાક ફરજ બજાવી રહી છે પોતાની ફરજ

Amreli Live

પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, યુવક મુંબઇથી આવ્યો હતો

Amreli Live

કોરોના vs ગુજરાત: રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 47

Amreli Live

કોરોના સામે જંગ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

Amreli Live

સામાન્ય તકલીફો માટે ડો.કાનાબાર દ્વારા ફોન પર સારવાર શરૂ કરવામાં આવી

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

આંગળીની લંબાઈ જણાવે છે કોરોનાથી મૃત્યુનો ભય કેટલો છે, આ કોઈ ખિસ્સા પુરણની વાત નથી.

Amreli Live

મૂંગા પશુઓ માટે ઘાસચારો ભરેલું ટ્રેકટર લઈને નિકલ્યા નેતા વિપક્ષ…….

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોયડો બની રહ્યા 88 વર્ષના યોગી પ્રહલાદ જાની.

Amreli Live

કોરોના વાયરસ : અમદાવાદમાં આ 41 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો તાત્કાલિક AMCને જાણ કરો

Amreli Live