26.6 C
Amreli
26/10/2020
અજબ ગજબ

પર્યાવરણ માટે પોતાનું જીવન હોમી દેનારામાંથી એક “જાદવ પેયન્ગ”.

પર્યાવરણની ચિંતા કરવા વાળા તમે ઘણા જોયા હશે પણ પર્યાવરણ માટે પોતાનું જીવન હોમી દેનારા ઘણા ઓછાને ઓળખતા હસો.

1979 ની વાત છે બ્રહ્મપુત્રા નદીમાં પુર આવ્યું. પુર એટલું ભયંકર હતું કે મજુલી ટાપુ પરના બધાજ વૃક્ષો મૂળ માંથી ઉખડી ગયા, પ્રકૃતિએ તેના રૌદ્ર સ્વરૂપથી એટલી તબાહી મચાવી કે ત્યાંના પ્રાણીઓ ઘણા ડૂબી ગયા અને ઘણા તણાઈને દૂર દૂર બીજા વિસ્તારોમાં પહોંચી ગયા. આખા ટાપુ પરનું જીવન સમાપ્ત થઈ ગયું. સાંપ જેવા જીવો આ ટાપુ પર તણાઈને આવ્યા પણ વૃક્ષોનો છાંયડો ક્યાંય ના મળવાથી તપતિ જમીન પર તરફળતા દમ તોડતા. આ નજારો જોઈને એક વ્યક્તિનો જીવ કાંપી ગયો.

એનો માયલો હલી ગયો તેને થયું કે આ પર્યાવરણની હાલત શું થઈ ગઈ છે? કુદરત આટલી નિર્દય હોઈ શકે? આ વ્યક્તિની ઉંમર ત્યારે માત્ર 16 વર્ષ હતી. આ વાતની ગડમથલમાં ડૂબેલા વ્યક્તિએ પોતાના ગામ લોકોને આ વાત કરી. પોતે હતો આદિવાસી, જંગલથી જેનો જન્મથી નાતો હતો તેનાથી આ પરિસ્થિતિ સહન ના થઇ!! તેણે ફરી જંગલ ઉભું કરવાનું ધ્યેય બાંધ્યું, બધાયે એને ગાંડો કીધો કે “ભલા માણસ આપણે આમાં કશું ના કરી શકીએ, પ્રકૃતિ એ જ એનો અંત કર્યો છે.”

પણ આ વાતોથી આ વ્યક્તિને સંતોષ ના થયો. મન ના વિચારને મારવા ખભે થેલો નાખીને ચાલી નીકળ્યો. એ વેરાન ટાપુ ઉપર 20 જેટલા વાંસ વાવ્યા પણ છતાં એને સંતોષ ના થયો. ત્યારે એ એરિયા જે હાલમાં ગોલાઘાટ એરિયા તરીકે ઓળખાય છે, તેમાં ધોવાણ થયેલી જમીન ઉપર નવા વૃક્ષો વાવવાની સરકારી યોજના મુકાઈ અને આ વ્યક્તિ તે ઝૂબેશમાં જોડાયો.

પાંચ વર્ષ સુધીનો યોજનાનો સમયગાળો પૂરો થઇ ગયો છતાં પણ આ વ્યક્તિએ પોતે વાવેલા વૃક્ષોની માવજત કરવાનું અને સાથે સાથે નવા વૃક્ષોની વાવણી ચાલુ જ રાખી. અને એકલા હાથે પોતે 500 હેકટરથી વધુની જમીન પર વૃક્ષો વાવ્યા 30 વર્ષથી વધુની નિસ્વાર્થ મેહનતથી એણે પુરમાં ધોવાયેલી જમીન ઉપર પોતાના હાથે જંગલ ઉભું કર્યું.

એવા વેરાન વિસ્તારોમાં વૃક્ષોને રોપવાનું શરૂ કર્યું કે જે જમીન પૂરથી સંપૂર્ણપણે ધોવાઇ ગઈ હતી. આજે એ વેરાન જમીન 1,360 એકરના જંગલમાં ફેરવાઇ ગઈ છે. વન્ય જીવન તેના મૂળ સ્થાને પાછું આવ્યું છે. જંગલમાં હવે બંગાળના વાઘ, ભારતીય ગેંડા, સસલા, વાનરો, વિવિધ જાતનાં પક્ષીઓ, હાથીઓ, હરણો અને ઘણી બીજી જાતના જીવો પરત ફર્યા કે જે માત્ર આપણા ભારતમાં અને માત્ર નોર્થ-ઇસ્ટમાં જ જોવા મળે છે એવા જીવોનું હવે ઘર બની ગયું છે. એ વ્યક્તિના સમ્માનમાં આ જંગલનું નામ “મોલાઈ ફોરેસ્ટ” રાખવામાં આવ્યું છે.

2015 માં આ વ્યક્તિને પોતાએ કરેલી નિસ્વાર્થ મેહનતને લીધે “પદ્મ શ્રી” થી સ્મમાનિત કરવામાં આવેલો છે. આ વ્યક્તિનું નામ “જાદવ પેયન્ગ” છે. આજે 57 વર્ષ ઉંમરના જાદવ ‘મોલાઇ’ પેયેંગ આસામના જોરહાટ જિલ્લાના મિશ્રિંગ આદિવાસી જાતિના છે. લોકો એમને “ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખે છે. હજી પણ જાદવ પેયન્ગનુ વૃક્ષો વાવવાનું ચાલુ જ છે. પોતે વ્યવસાયે પશુપાલક છે અને એના પર ગુજરાન ચાલાવે છે. આજે પણ થેલી ભરીને છોડવા લઇને નીકળે છે અને વૃક્ષારોપણ કરે છે.

વૃક્ષોનો સતત ઘટાડો થવાથી, ગ્રહ તેના વૃક્ષોનો મુખ્ય આવરણ ગુમાવતો રહ્યો છે. વૃક્ષો વિના પૃથ્વી પરનું જીવન અકલ્પ્ય છે અને હવે વૃક્ષો રોપવું એ પણ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. ભારતમાં કેટલાય લોકોને આ પ્રેરણા મળવાથી પહેલેથી જ પહેલ શરૂ કરી દીધી છે અને પ્રદૂષણનો સામનો કરવા ઘણાએ વૃક્ષા રોપણી શરૂ કરી દીધી છે. એક વ્યક્તિ એકલા હાથે આખું જંગલ ઉભું કરી શકતો હોય તો શું આપણે એક વૃક્ષ ના વાવી શકીએ?

આ જાણ્યા પછી ઓછામાં ઓછું એક ઝાડ વાવવા માટે તમે જરૂર પહેલ કરશો. ચાલો વિશ્વને બતાવીએ કે આપણે ધરતી માતાને કેટલો પ્રેમ કરીએ છીએ. આપણો ઘણો બધો સમય ફાલતુ ચીજોમાં વેડફાઈ જાય છે, પરંતુ એક વૃક્ષ રોપીને ઉછેરવાથી ૧૦૦% સારા પરીણામો આપણે લાવી શકીએ છીએ.


Source: gujaratilekh.com

Related posts

પ્રેગ્નેન્ટ પત્નીને થયો કોરોના તો પતિ “હું નથી ઓળખતો” કહીને ભાગી ગયો, હવે પત્ની આવી રીતે પાઠ ભણાવશે.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

સોશિયલ મીડિયા પર પગના ફોટા મૂકીને મહિને લાખો રૂપિયા કમાય છે આ મોડલ.

Amreli Live

દીકરા સાથે લગ્નના 22 મહિના પછી પણ શારીરિક સંબંધ ના બાંધતા સાસુએ વહુ વિરુદ્ધ નોંધી FIR, પતિ બોલ્યો…

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

Amreli Live

ખરા જીવનના હીરો અક્ષય કુમાર અને સોનુ સૂદને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા ઉપર માંગણી જોરમાંર

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

લાઈફ મેનેજમેન્ટ : જયારે પણ વ્યક્તિ પર કોઈ સંકટ આવે છે, તો આ 4 ની પરીક્ષા જરૂર થાય છે.

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

જસદણની યુવતીને લઈને દીવ ગયો જામનગરી, પછી જે થયું તે દરેક છોકરીએ જાણવું જોઈએ.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live