26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કરી રહી હતી છોકરી, પિતાએ ત્યાં જઈને કહ્યું- ‘દીકરીને કોરોના છે’

પરિવારે અટકાવ્યા યુવતીના લવ મેરેજ

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. એક છોકરી પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ લવ મેરેજ કરી રહી હતી. છોકરા સાથે છોકરી કોર્ટમાં પહોંચી ગઈ. લગ્ન માટે કાગળની પ્રક્રિયા કોર્ટ પરિસરમાં ચાલી રહી હતી. આ વચ્ચે છોકરીનો પરિવાર ત્યાં પહોંચી ગયો. છોકરીના પરિવારનો છોકરો પસંદ નહોતો. એવામાં તેઓ કોઈપણ કિંમતે લગ્નને રોકવા ઈચ્છતા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કોર્ટમાં યુવતીને કોરોના થયો હોવાનું કહ્યું

છોકરીના પરિવારે ત્યાં ઉપસ્થિત વકીલને કહ્યું કે, છોકરી કોરોના પોઝિટિવ છે, તેનાથી દૂર રહો. આ બાદ ખંડવા જિલ્લા કોર્ટમાં હડકંપ મચી ગયો. આ સાથે જ છોકરીના પરિવારજનોએ પણ સ્વાસ્થ્ય વિભાગની હેલ્પલાઈન નંબર 104 પર ફોન કરીને તેની જાણકારી આપી દીધી. સ્થાનિક ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ, પરિજનોએ સ્વાસ્થ્ય વિભાગને કહ્યું કે, કોરોના પોઝિટિવ યુવતી કોર્ટમાં લગ્ન માટે સોગંદનામું બનાવી રહી છે.

વકીલે મદદ કરવાની ના પાડી દીધી

કોરોનાનું નામ સાંભળતા જ કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો. સોગંદનામું બનાવવામાં લાગેલા વકીલે ના પાડી દીધી અને પહેલા કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું. રિપોર્ટ નેગેટિવ આવશે તો જ ફરી મદદ કરવાનું કહ્યું. આવી પરિસ્થિતિમાં કોર્ટનો કોઈ વકીલ તમારો કેસ નહીં લે.

14 દિવસના હોમ ક્વોરન્ટાઈનમાં મોકલાઈ યુવતી

આ બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમ જિલ્લા કોર્ટ પહોંચી ગઈ. ટીમે છોકરીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જઈને તેનું ટેસ્ટિંગ સેમ્પલ લીધું. બાદમાં તે છોકરીને 14 દિવસના હોમ ક્વોરન્ટાઈન પર મોકલી દેવાઈ. જાણકારી મુજબ, અમલપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી પોતાના જ સમાજના એક યુવક સાથે લગ્ન કરવા જઈ રહી હતી. બંને વચ્ચે વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરંતુ પરિવારજનોને છોકરો પસંદ નહોતો.


Source: iamgujarat.com

Related posts

અમિતાભ બચ્ચનને થયો કોરોના, નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Amreli Live

તાપીઃ વેલદા ગામે ખાનગી તબીબે મહિલાની સારવાર ન કરતા મહિલાનું થયું મોત, સ્વજનોએ ક્લિનિક સળગાવી માર્યું

Amreli Live

કોંગ્રેસમાં સતત પડી રહ્યા છે ભંગાણ, ભાજપ પેટાચૂંટણી માટે થઈ રહ્યું છે સજ્જ!

Amreli Live

કોરોનાથી બચવા માટે આ કપલ ધરતી પર પહેરે છે ‘સ્પેસ સુટ’

Amreli Live

RBIના ગવર્નર પદેથી રાજીનામુ આપનારા ઉર્જિત પટેલને સોંપાઈ નવી જવાબદારી

Amreli Live

રિયા ચક્રવર્તીને આવી રહી છે સુશાંતની યાદ, કહ્યું ‘તું એક એવો વ્યક્તિ હતો જેણે મને…’

Amreli Live

29 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

વજન ઉતારવા માગો છો? તો 5 વસ્તુ શેકીને ખાવ અને પછી જુઓ કમાલ

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનશે વેબ સીરિઝ, જાણો સમગ્ર માહિતી

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરવા ધારાસભ્ય કેડ સમા પાણીમાં ઉતર્યા

Amreli Live

શું રાહુલ ગાંધીએ લોકડાઉનમાં બદલ્યો પોતાનો લૂક?

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી SBIની શાખા AMCએ સીલ કરી

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

જુદા જુદા દેશોની એમ્બસીને વિઝા સર્વિસ શરું કરવા વિદેશ મંત્રાલયની અપીલ

Amreli Live

કોરોનાની પહેલી આયુર્વેદિક દવા બનાવી હોવાનો પતંજલિનો દાવો, કાલે થશે લોન્ચ

Amreli Live

કંગનાના વિસ્ફોટક ખુલાસા: કરણ જોહર-આદિત્ય ચોપરાએ સુશાંતને બરબાદ કરવા ષડયંત્ર રચ્યું

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live