જાણો કેમ છૂટાછેડા લીધા વગર અલગ રહેવા લાગ્યા રણધીર કપૂર અને બબીતા, એક્ટરે જણાવ્યું તેનું કારણ. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી જાણીતા પરિવાર એટકે કે કપૂર પરિવારના દરેક સભ્ય પોતાની અલગ ઓળખાણ બનાવવામાં સફળ રહ્યા છે. હાલના દિવસોમાં કપૂર પરિવારની પાંચમી પેઢી બોલીવુડમાં એક્ટિવ છે, અને દરેક પેઢીના લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જલવો દેખાડ્યો છે.
તેમાંથી એક છે કરીના અને કરિશ્માના પિતા અને વીતેલા જમાનાના મલ્ટીટેલેન્ટેડ અભિનેતા રણધીર કપૂર. તેમની એક્ટિંગની યાદો આજે પણ લોકના મગજમાં તાજી છે. રણધીર કપૂર તે વ્યક્તિ છે, જેમણે બોલીવુડમાં એક્ટિંગથી લઈને ફિલ્મ મેકિંગ અને નિર્દેશન સુધી કામ કર્યું છે. આજે અમે તમને આ આર્ટિકલમાં તેમના કરિયરના નહિ, પણ તેમના અંગત જીવનના કેટલાક ન સાંભળેલા કિસ્સા જણાવવા જઈ રહ્યા છીએ.
હકીકતમાં રણધીર કપૂર પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા મીડિયાની હેડલાઈનમાં રહે છે. જણાવી દઈએ કે, રણધીર કપૂરે એક્ટ્રેસ બબીતા શિવદાસાની સાથે વર્ષ 1971 માં લગ્ન કર્યા હતા, પણ થોડા સમય પછી તે લોકો અલગ રહેવા લાગ્યા હતા.
જોકે તે બંને ફક્ત અલગ રહેતા હતા, તેમણે ક્યારેય છૂટાછેડા લીધા નથી. એવામાં રણધીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં વર્ષો પછી આ વિષયમાં ખુલીને વાત કરી છે. આવો જાણીએ, છેવટે તેમણે આ વિષયમાં શું કહ્યું?
જાણો શા માટે છૂટાછેડા વગર અલગ રહેવા લાગ્યા હતા રણધીર અને બબીતા :
રણધીર અને બબીતાના લગ્ન પછી થોડા સમય સુધી તો બધું બરાબર ચાલ્યું. તે બંનેને બે દીકરીઓ કરિશ્મા અને કરીના થઈ, પણ ત્યારબાદ બંનેના સંબંધમાં કડવાશ આવવાની શરૂ થઈ ગઈ, અને વાત એટલી બગડી ગઈ કે બંને અલગ અલગ રહેવા લાગ્યા.
કરિશ્મા અને કરીનાના જન્મ પછી લગભગ 19 વર્ષ સુધી રણધીર અને બબીતા અલગ રહ્યા અને વર્ષ 2007 માં ફરીથી એકબીજા સાથે રહેવા લાગ્યા. રણધીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના જુના દિવસોને યાદ કરતા કહ્યું કે, અમારા બંનેની લાઇફસ્ટાઇલ એકદમ અલગ અલગ હતી, અને અમારા અલગ રહેવાનું કારણ પણ એ જ હતું.
તેમણે કહ્યું કે, બબીતાને મારું ડ્રીંક કરવું અને મોડેથી ઘરે આવવું પસંદ ન હતું, બબીતાને હંમેશા એ લાગતું હતું કે હું ખરાબ છું. રણધીર કહે છે કે, હું એવી રીતે જીવવા માંગતો ન હતો જેવી રીતે બબીતા ઇચ્છતી હતી, અને તે મને એ રીતે સ્વીકારી શકી નહીં જે રીતે હું હતો, જોકે અમારા લવ મેરેજ હતા.
રણધીરે કહ્યું, ‘બબીતા સાથે દુશ્મની….’
કરિશ્મા અને કરીનાને લઈને રણધીરે કહ્યું કે, મને મારી બંને દીકરીઓ હંમેશાથી વ્હાલી લાગે છે, અને તેઓ પણ મને ખુબ પ્રેમ કરે છે. જોકે કરિશ્મા અને કરીનાને તેમની માં બબીતાએ ઉછેરી અને આગળ વધારી. રણધીર કહે છે કે, આજે મારી બંને દીકરીઓ પોતાના કરિયરમાં સફળ છે. એક પિતા તરીકે મને તેનાથી વધારે કાંઈ નથી જોઈતું.
રણધીર કપૂર આટલેથી અટકતા નથી. તેમણે આગળ કહ્યું કે, બબીતા સાથે સંબંધ કડવાશ ભરેલા નથી રહ્યા, હા અમુક વસ્તુઓને લઈને અમારા મતભેદ જરૂર હતા, પણ અમારો સંબંધ હંમેશા સ્નેહપૂર્ણ રહ્યો છે. રણધીરે કહ્યું કે, બબીતા અને બંને દીકરો મારા જીવનનો મહત્વનો ભાગ રહ્યા છે. બબીતા અને હું લાંબા સમય સુધી એકબીજાથી અલગ જરૂર રહ્યા, પણ અમારા મગજમાં એક બીજા પ્રત્યે ક્યારેય દુશ્મની જેવી કોઈ વસ્તુ ન હતી.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, રણધીર કપૂર અને બબીતાએ 2 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમાંથી એક ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ હતી જે 1971 માં રિલીઝ થઈ હતી, અને બીજી ફિલ્મ વર્ષ 1972 માં રિલીઝ થઇ હતી જેનું નામ ‘જીત’ હતું. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી અને જબરજસ્ત હિટ રહી હતી.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com