26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

પતંજલિની કોરોનાની દવા ‘કોરોનિલ’ની ટ્રાયલ બદલ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

જયપુર: બાબા રામદેવની કંપની પતંજલિએ બનાવેલી કહેવાતી કોરોનાની દવા પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દવા માટે કોઈ પૂર્વ મંજૂરી ના લેવાઈ હોવાનું તેમજ તેની ક્લિનિકલ ટ્રાયલ પણ ના કરાઈ હોવાના દાવા અને આક્ષેપો બાદ હવે આ દવાનો કોરોનાના દર્દીઓ પર પ્રયોગ કરવા બદલ જયપુરની NIMS હોસ્પિટલને નોટિસ ફટકારાઈ છે.

રાજસ્થાનના આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ મોકલીને દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો તે અંગે ખુલાસો કરવા કહ્યું છે. જયપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. નરોત્તમ શર્માના જણાવ્યા અનુસાર, હોસ્પિટલે રાજ્ય સરકારને પૂછ્યા વિના જ આ દવા દર્દીઓને આપી હતી.

હોસ્પિટલ તરફથી રાજ્ય સરકારને નોટિસનો પ્રત્યુત્તર આપવાનો બાકી છે. રામદેવે પોતે કોરોનાની દવા બનાવી લીધી હોવાનો દાવો કરતા તેના પર અનેક સવાલો ઉઠાવાયા હતા. મંગળવારે આયુષ મંત્રાલયે આ દવા અંગેની તમામ માહિતી તેમજ તેની ક્લિનિકલ ટ્રાયલનો ડેટા પતંજલિ પાસેથી મગાવ્યો હતો. આ ઉપરાંત, તેનો પ્રચાર કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો રામદેવની બનાવેલી આ દવા પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. રાજસ્થાન સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે તેની પરવાનગી વિના આ દવાનો ઉપયોગ નહીં કરી શકાય. રાજ્યના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ બુધવારે જણાવ્યું હતું કે જો કોઈ આ દવાનું વેચાણ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનિલ લોન્ચ કરતી વેળાએ પતંજલિએ દાવો કર્યો હતો કે આ દવા સાત જ દિવસમાં કોરોનાને મટાડી શકે છે.


Source: iamgujarat.com

Related posts

TikTok એપની જગ્યા લઈ રહી છે Roposo, મોટા પ્રમાણમાં થઈ રહી છે ડાઉનલોડ

Amreli Live

કોરોના: ઘરે રહીને ભણતાં બાળકો માટે જરૂરી છે સંતુલિત આહાર, ડાયટિશન ઋજુતા દિવેકરે આપી ટિપ્સ

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

ચીનને પાઠ ભણાવવાનું શરું, BSNLએ કરોડો રુપિયાનું ટેન્ડર પાછુ ખેંચી લીધુ

Amreli Live

ફોન હેક થવાનો છે ડર? ‘ખતરનાક’ એપ્સને આ રીતે ઓળખો

Amreli Live

કતરના પ્રિન્સની ‘ફિલ્મી’ લાઈફસ્ટાઈલ વિશે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

અમરેલીઃ હત્યાના ગુનામાં પકડાયેલા CAએ 52 સ્નેચિંગ કર્યા હોવાનું કબૂલ્યું

Amreli Live

અમિતાભે શેર કરી શ્વેતા-અભિષેકની થ્રોબેક તસવીર, લખ્યું- કેવી રીતે આટલા મોટા થઈ ગયા?

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live

મમ્મી સુનંદાને બર્થ ડે વિશ કરતાં ભાવુક થઈ શિલ્પા શેટ્ટી, કહ્યું ‘હું તને એટલું જ કહેવા માગુ છું કે…’

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 30 જૂને લગ્ન કરશે આ ટીવી કપલ, બંનેના ભાઈ-બહેન જ રહેશે હાજર

Amreli Live

અ’વાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીને સિવિલમાં 46 દિવસ સુધી સારવાર કરી કોરોનામુક્ત કરાયો

Amreli Live