26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું- અમે કોરોનાના નામે કોઈ કિટ નથી બનાવી

દેહરાદૂનઃ કોરોનિલ દવા પર પતંજલિ ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગને પોતાનો જવાબ આપતા કોરોનાની સારવાર માટેના દાવાને નકાર્યો છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાયસન્સ ઓફિસર વાઈ.એસ.રાવતે જણાવ્યું કે પતંજલિના નોટિસના જવાબમાં લખ્યું છે કે, ‘કોરોના નામથી કોઈ કિટ અમે બનાવી નથી. અમે માત્ર દિવ્ય કોરોનિલ ટેબલેટ, દિવ્ય અણુ તેલ અને શ્વાસારી વટીનું પેકિંગ કર્યું છે. તેને કોરોના કિટ નામથી પેક નથી કરી એટલા માટે પરમિશનની જરૂર નથી.’

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વાઈ.એસ. રાવતે જણાવ્યું કે અમને લાગી રહ્યું છે કે તેમણે(પતંજલિ) કોરોનિલની ટેબલ પર કોરોનાનું ચિત્ર લગાવ્યું છે પરંતુ તેઓ ના પાડી રહ્યા છે. અમે તેમને આ ચિત્રને હટાવવા માટે કહીશું. હાલમાં જ યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં કોરોનિલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આચાર્ય બાલકૃષ્ણનું નવું નિવેદન

બીજી તરફ, કોરોનિલ દવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આચાર્ય બાલકૃષ્ણ, સીઈઓ પતંજલિનું નવું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ દવા અંગે પ્લાનિંગ સાથે ભ્રમ અને ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. અમે ક્યારેય પણ દવાથી(કોરોનિલ) કોરોના ઠીક કરવાનો કે કંટ્રોલ કરવાનો દાવો નથી કર્યો. અમે કહ્યું હતું કે એવી દવા બનાવી છે જેનાથી કોરોનાના દર્દીઓ ઠીક થયા છે. તેમાં કોઈ ભ્રમ નથી.

પતંજલિએ કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો

23 જૂનના રોજ પતંજલિ આયુર્વેદે રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટી સાથે મળીને કોરોનાની દવા બનાવી હોવાનો દાવો કર્યો હતો. આ દવાનું નામ કોરોનિલ અને શ્વાસારી વટી રાખવામાં આવ્યું હતું. ગુરુ બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને નિમ્સ યુનિવર્સિટીના ચેરમેનની હાજરીમાં હરિદ્વારામાં કોરોનિલને લોન્ચ કરવામાં આવી હતી.


Source: iamgujarat.com

Related posts

બચ્ચન પરિવારમાં કોરોનાનું સંક્રમણ, WWE રેસલર જોન સીનાએ શૅર કરી બિગ બીની તસવીર

Amreli Live

દાળ-ચોખા પલાળવાની કડાકૂટમાં પડ્યા વગર આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ ઢોંસા 👌

Amreli Live

વરસાદ, પૂર અને ભૂકંપ, ચીન પર ઉતર્યો કુદરતનો પારાવાર પ્રકોપ

Amreli Live

બેસ્ટફ્રેન્ડ હિના ખાન વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, ‘તે મારા માટે એવી વ્યક્તિ છે જેને હું…’

Amreli Live

સુનીલ પાલે ટી સીરિઝના માલિકને લીધા આડે હાથ, સોનુ નિગમને આપ્યો ટેકો

Amreli Live

વડા પ્રધાનથી થયો પ્રભાવિત, 10 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ‘ટચલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું.

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

સુરતઃ વર્ષો જૂની આંગડીયા પેઢીએ ₹400 કરોડનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા, વેપારીઓમાં હડકંપ

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live

લોકડાઉનની અસર: હંમેશા ધમધમતા સીજી રોડ પરની 10% દુકાનોના પાટિયા પડ્યા

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પાકિસ્તાનઃ કોરોના સામે લડવા રૂપિયા નથી, પણ ઈમરાન ખાને ડિફેન્સ બજેટમાં કર્યો વધારો

Amreli Live

શરુઆતમાં મને એવું લાગતું કે બિગ બેનરમાં કામ નહીં મળે: ભક્તિ કુબાવત

Amreli Live

Unlock 2.0: ગુજરાત સરકાર આ બે નિયમોમાં આપી શકે છે મોટી રાહત

Amreli Live

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live