26.8 C
Amreli
05/08/2020
અજબ ગજબ

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

સુશાંતને પટનામાં આપી અદભુત શ્રદ્ધાંજલિ, હવેથી સુશાંત સિંહ રાજપૂત ચોક તરીકે ઓળખાશે આ ચાર રસ્તા

જ્યારથી બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે, ત્યારથી તેમના પ્રશંસકો વચ્ચે નિરાશાની લહેર છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ જ છે. લોકો અલગ-અલગ રીતે સુશાંતને યાદ કરી રહ્યા છે. આ ક્રમમાં પટનામાં એક ચોકનું નામ સુશાંતના નામ પર સુશાંત સિંહ રાજપૂત ચોક રાખવામાં આવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત :

સુશાંત સિંહ રાજપૂતનું બાળપણ પટનાના રાજીવ નગર વિસ્તારમાં પસાર થયું છે. અહીં સુશાંત સિંહ રાજપૂતનું ઘર છે, જેમાં તેમના પિતા સાથે પરિવારના અન્ય લોકો રહે છે. રાજીવ નગરમાં એક ચોક પર સુશાંત સિંહ રાજપૂત ચોકનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

આમણે કર્યું નામકરણ :

તમને એ પણ જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત ચોકનું આ બોર્ડ સત્તાવાર રીતે અહીં લગાવાયું નથી. કહેવાનો અર્થ એ છે કે, નગર પાલિકાએ આ ચોકનું નામકરણ નથી કર્યું. અહીં આ બોર્ડ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તરફથી લગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ પણ આ ચોકના નામકરણના અવસર પર હાજર હતા.

દીકરાના મૃત્યુ પછી સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે સિંહ ઘણા દુઃખી છે. તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, હંમેશા હસતો-રમતો તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. સુશાંતના મૃત્યુ પછી પહેલીવાર મીડિયાએ તેમના પિતા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે પોતાના દીકરા સુશાંતના વ્યક્તિગત જીવનથી લઈને પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે.

ચંદ્ર પર પ્લોટ ખરીદવાની પુષ્ટિ કરી :

સુશાંતના પિતાએ પોતાના દીકરાના લગ્નથી લઈને ચંદ્ર પર પ્લોટ ખરીદવા સુધી વાત કરી છે. સુશાંતના પિતા કે.કે સિંહે એ પણ કહ્યું કે, મારો દીકરો સુશાંત ઘણા મોટા-મોટા સપના જોતો હતો. આત્મવિશ્વાસ તો સુશાંતમાં ખુબ હતો. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ સુશાંત દ્વારા ચંદ્ર પર પ્લોટ ખરીદાયો હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી. તેમણે કહ્યું કે, તેમના દીકરાએ ચંદ્ર પણ પ્લોટ ખરીદ્યો પણ હતો અને 55 લાખના દૂરબીનથી તે પોતાના પ્લોટને જોતો પણ હતો.

લોકોનું આવવા-જવાનું શરૂ જ છે :

પટનામાં સુશાંત સિંહ રાજપૂતના ઘરે હજી પણ લોકોનું આવવા-જવાનું શરૂ જ છે. લોકો તેમના પિતા કે.કે સિંહને મળીને આશ્વાસન આપી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પર લોકોએ સીબીઆઈની તપાસની માંગણી કરી છે, તો ઘણા લોકોએ માંગણી કરી છે કે, તેમની અંતિમ ફિલ્મ ‘બેચારા’ ને મોટા પડદા પર રિલીઝ કરવામાં આવે.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તેમના પિતા કે.કે સિંહને ઘણો ઊંડો આઘાત લાગ્યો હતો અને તે બેભાન થઈને પડી ગયા હતા. પરિવાર વાળાએ તેમને સાચવ્યા હતા. ત્યારબાદ તે મુંબઈ પહોંચ્યા હતા અને 15 જૂને મુંબઈમાં જ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

મજબુરીની મજૂરી : મજૂરોની અછત થઇ તો બીએ અને એમએ પાસ યુવાઓ કરવા લાગ્યા અનાજની વાવણી.

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

આ 6 રાશિઓ પર વરસશે માં સંતોષીની કૃપા, લાભના મળશે અવસર, ધનમાં થશે વૃદ્ધિ.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live