29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?‘આઈ ડિડ અ લિટલ ડાન્સ!’ આ શબ્દો છે ન્યૂ ઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેર્નના. ન્યૂઝીલેન્ડને કોરોના ફ્રી જાહેર કરતી વખતે એક પત્રકારે આ સમાચાર મળ્યા ત્યારે તેમનું રિએક્શન શું હતું તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘મેં એક ખુશીથી ઝૂમીને નાનકડો ડાન્સ કરી લીધો હતો.’ યસ, ન્યૂઝીલેન્ડમાં હવે ‘Covid-19’નો એક પણ પોઝિટિવ કેસ નથી. છેલ્લા પોઝિટિવ કેસને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. 17 દિવસથી ત્યાં નવો એકેય કેસ નોંધાયો નથી. PM અર્ડેર્ને કહ્યું કે તેમણે આ છેલ્લા 17 દિવસમાં 40 હજાર ટેસ્ટ કર્યા હતા, અને તે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. આથી પોતાના મંત્રીમંડળ અને નિષ્ણાતો સાથે મસલત કરીને પ્રધાનમંત્રી અર્ડેર્ને દેશને કોરોના ફ્રી બન્યાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયંત્રણો પણ લગભગ નહિવત બનાવી દેવાની જાહેરાત કરી છે. સોમવારની મધરાતથી સમગ્ર ન્યૂઝીલેન્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અગાઉના ‘લેવલ-2’માંથી ‘લેવલ-1’ પર આવી જશે, યાને કે હવે ત્યાં જીવન પૂર્વવત્ નોર્મલ થઈ જશે. ન્યૂઝીલેન્ડનાં PMના શબ્દોમાં કહીએ તો, ‘લેવલ-1માં વૈશ્વિક રોગચાળાના સમયમાં હોય છે તે પ્રકારની નોર્મલ લાઈફ હવે ન્યૂઝીલેન્ડ જીવશે.’ કોઈપણ જાતનાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના હવે ત્યાં ખાનગી અને જાહેર આયોજનો થઈ શકશે, રિટેલ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી ખૂલશે તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ અગાઉની જેમ જ દોડવા માંડશે. અલબત્ત, સાવચેતીના ભાગરૂપે કડક બોર્ડર કંટ્રોલ્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તો ચાલુ જ રહેશે. 50 લાખની વસ્તી ધરાવતા ન્યૂ ઝીલેન્ડમાં કોરોનાવાઈરસના (કન્ફર્મ્ડ+સંભવિત) 1504 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ન્યૂઝીલેન્ડે કઈ રીતે કોરોનાને હરાવ્યો?
પોતાના દેશમાં ઘૂસેલા નોવેલ કોરોનાવાઈરસને દેશમાંથી નાબૂદ કરવા માટે ન્યૂ ઝીલેન્ડે પણ લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની મદદથી કોરોનાની ચેઈન તોડવાનો રસ્તો અપનાવ્યો હતો. તેમની નીતિ હતી ‘ગો હાર્ડ, ગો અર્લી’. બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોનાવાઈસને જેર કરવા માટે વિવિધ દેશોએ લીધેલાં પગલાં કેટલાં કડક હતાં તે માટે એક ‘સ્ટ્રીન્જન્સી ઈન્ડેક્સ’ બહાર પાડેલો. તેમાં 0થી 100ના સ્કેલ પર ન્યૂઝીલેન્ડને 96.3 પોઈન્ટ મળેલા.

 • જાન્યુઆરીના અંતમાં ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે કોરોનાવાઈરસના રોગચાળાને નાથવા માટે ‘નેશનલ હેલ્થ કોઓર્ડિનેશન સેન્ટર’ની સ્થાપના કરી દીધી હતી. તેના પાંચ જ દિવસ બાદ સરકારે પોતાના નાગરિકો અને કાયમી રહેવાસીઓ સિવાય ચીનથી આવતા કોઈપણ વ્યક્તિને પોતાને ત્યાં એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવી દીધો.
 • 7 ફેબ્રુઆરીના રોજ કોરોના માટે અલાયદી ટેલિફોનિક હેલ્પલાઈન લોન્ચ કરવામાં આવી. નોંધવા જેવી વાત એ છે કે આ સમય દરમિયાન ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક પણ કન્ફર્મ્ડ કેસ નહોતો. ત્યાં પહેલો પોઝિટિવ કેસ છેક 28 ફેબ્રુઆરીના રોજ નોંધાયો હતો. જેમાં 60થી વધુની ઉંમરનાં એક મહિલા નાગરિક ઈરાનથી ઑકલેન્ડ પરત ફર્યાં હતાં. એ સાથે ન્યૂઝીલેન્ડ કોરોનાની એન્ટ્રી થઈ હોય તેવો વિશ્વનો 48મો દેશ બન્યો. આ કેસ સાથે ન્યૂ ઝીલેન્ડે ઈરાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ ફટકારી દીધો.
 • 25 માર્ચ સુધીમાં ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 205 થઈ, જેમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ સામેલ હતા. આથી તાબડતોબ ત્યાં નેશનલ ઈમર્જન્સી જાહેર કરી દેવાઈ અને દેશમાં ‘લેવલ-4’નું લૉકડાઉન લાગુ પાડી દેવાયું. લૉકડાઉનનો ભંગ કરતા વિદેશી નાગરિકોને 14 દિવસ ક્વોરન્ટીન કરીને તાબડતોબ ડિપોર્ટ કરી દેવાની સખત પોલિસી શરૂ થઈ. તે દરમિયાન જ સરકારે 12.1 અબજ ડૉલરનું કોરોના સંબંધિત બિઝનેસ રાહત પેકેજ પણ જાહેર કરી દીધું. 19 માર્ચથી જ પોતાના નાગરિકો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને ન્યૂઝીલેન્ડમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો અને પોતાના નાગરિકોને પણ ફરજિયાત 14 દિવસના ક્વોરન્ટીનમાં મોકલવાનું શરૂ થયું.
 • ફાયર સિસ્ટમમાં હોય છે એ રીતે કોરોના માટે પણ ન્યૂઝીલેન્ડની સરકારે અલર્ટ લેવલ સિસ્ટમ શરૂ કરી, જેમાં ‘લેવલ-1’ એટલે મિનિમમ રિસ્ક અને ‘લેવલ-4’ એટલે મેક્સિમમ રિસ્ક. લેવલ-2થી જ સિત્તેર વર્ષથી ઉપરના અને કો-મોર્બિડિટી કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ આવી જતો હતો. લેવલ-1ને ‘પ્રિપેર’, લેવલ-2ને ‘રિડ્યુસ’, લેવલ-3ને રિસ્ટ્રિક્ટ અને લેવલ-4ને એલિમિનેટ નામ અપાયાં હતાં.
 • લેવલ-4માં આપણી જેમ જ તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, સ્વિમિંગ પૂલ, બાર, કૅફે, રેસ્ટોરાં, પ્લેગ્રાઉન્ડ બંધ કરી દેવાયાં. ઈવન, પ્લેગ્રાઉન્ડ-ગાર્ડનના હિંચકાને પણ ટેપ મારીને બંધ કરી દેવાયા હતા. જાહેર સ્થળોને ‘એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ’ની લાલ ટેપ મારીને સીલ કરી દેવાયેલા. સંસદ પણ પાંચ અઠવાડિયાં માટે એડજર્ન કરી દેવાઈ. હા, સુપરમાર્કેટ, પેટ્રોલપમ્પ અને હેલ્થ સર્વિસીસ જેવી આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રખાઈ હતી. લોકોને પોતાનાં ‘બબલ’ (Bubble)માં એટલે કે પરિવારના લોકોને જ સ્પર્શવાની છૂટ અપાઈ હતી. ન્યૂઝીલેન્ડનું કોરોના વિષયક અવેરનેસ કેમ્પેન પણ એ જ કહેતું હતું, ‘બબલમાં રહો, સુરક્ષિત રહો’. લેવલ-4નું લૉકડાઉન અલર્ટ જાહેર કરતાં પહેલાં સમગ્ર દેશવાસીઓને શું કરવું અને શું ન કરવું, કઈ કઈ સેવાઓ ખુલ્લી રહેશે-કઈ બંધ રહેશે તેની તમામ સાયન્ટિફિક માહિતી સ્પષ્ટપણે આપી દેવાઈ હતી. આથી જ ન્યૂ ઝીલેન્ડનું લૉકડાઉન સંપૂર્ણ સફળ રહ્યું હતું.
 • ન્યૂઝીલેન્ડ પોલીસે પણ પોતાની વેબસાઈટ પર એક ઑનલાઈન ફોર્મ મૂક્યું, જેમાં લોકો લૉકડાઉનનો ભંગ કરનારાઓની સીધી જ ફરિયાદ કરી શકતા હતા.
 • ન્યૂઝીલેન્ડમાં લૉકડાઉનના નિયમો અને તેનું પાલન કેટલું કડક હશે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે ત્યાંના આરોગ્ય મંત્રી ડેવિડ ક્લાર્ક લૉકડાઉનનો ભંગ કરીને કારમાં માત્ર બે જ કિલોમીટર દૂર ડ્યુનેડિન પાર્કમાં ફરવા ગયા તેનો જબરદસ્ત વિરોધ થયો. એટલું જ નહીં, પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેર્ને તેને જાહેરમાં ખખડાવ્યા. મંત્રીશ્રીએ માફી માગી અને રાજીનામું આપવાની ઓફર પણ કરી. પરંતુ અત્યારે કોરોના સામેની લડાઈમાં તેમની જરૂર છે, એમ કહીને તેમનું રાજીનામું તો ન સ્વીકારાયું, પણ હા, એમની સત્તાઓ પર કાપ મૂકીને તદ્દન નીચી પાયરીએ બેસાડી દેવાયા.
 • 10થી વધુ કેસ ધરાવતી જગ્યાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરી દેવાઈ.
 • મે મહિનાથી ન્યૂ ઝીલેન્ડે ‘NZ કોવિડ ટ્રેસર’ નામની કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ લૉન્ચ કરી, જે આપણી ‘આરોગ્ય સેતુ’ એપની જેમ જ કોન્ટેક્ટ ટ્રેસ કરતી હતી. પરંતુ તેમાં વધુ એન્ડવાન્સ્ડ ફીચર છે, જેનો હવે લેવલ-1માં પહોંચ્યા પછી ખાસ ઉપયોગ કરવાની સૂચના અપાઈ રહી છે. લોકોએ કોઈપણ બિલ્ડિંગ, જાહેર સ્થળ, ઓફિસ-ધંધા, દુકાનો વગેરેની અંદર પ્રવેશતાં પહેલાં આ એપની મદદથી તે જગ્યાની બહાર મૂકેલા QR કોડને સ્કેન કરવાનો રહે છે, જેથી વ્યક્તિની સમગ્ર કોન્ટેક્ટ હિસ્ટ્રી ટ્રેસ થઈ શકે. અત્યાર સુધીમાં ત્યાં 5.22 લાખ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.
 • વહેલું અને સખત લૉકડાઉન જાહેર કરવાની સાથોસાથ ન્યૂઝીલેન્ડે વધુ ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો. અત્યાર સુધીમાં ન્યૂ ઝીલેન્ડની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા નાગરિકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ન્યૂ ઝીલેન્ડ વસ્તીની દૃષ્ટિએ સૌથી વધુ ટેસ્ટ કરનારા દેશોમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડ ઉપરાંત આટલી ઊંચી સરેરાશ માત્ર ઈઝરાયેલ, ઈસ્ટોનિયા, ઈટાલી અને રશિયામાં જ જોવા મળી હતી.

કોરોના ફ્રી રહેવાની સ્ટ્રેટેજી

 • ન્યૂઝીલેન્ડના ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ ડૉ. એશલી બ્લૂમ્સફિલ્ડના જણાવ્યા પ્રમાણે આ અઠવાડિયે જે કોઈપણ વ્યક્તિ દેશની બહારથી ન્યૂઝીલેન્ડમાં પ્રવેશ કરશે તે તમામ લોકોના 14 દિવસના અંતરાલમાં બે વખત ટેસ્ટ થશે. જોકે અત્યારના તબક્કે માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકોને અને તેમના પરિવારોને જ દેશમાં પ્રવેશવાની છૂટ અપાઈ છે. પ્રવેશ્યા પછી તેમને એક પખવાડિયા સુધી સરકાર દ્વારા ચલાવવામાં આવતા ક્વોરન્ટીન સેન્ટરમાં ક્વોરન્ટીન રહેવું પડે છે.
 • બોર્ડર પાસે કે બોર્ડર પર ફરજ બજાવતા તમામ લોકો પર સર્વેલન્સ ટેસ્ટિંગ કરાશે. કમ્યુનિટી બેઝ્ડ ટેસ્ટિંગ ચાલુ રહેશે. તેમાં પણ કોરોના જેવાં લક્ષણો ધરાવતા લોકો પર વધુ ફોકસ રહેશે.
 • અત્યારના તબક્કે ન્યૂઝીલેન્ડમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની કોઈ સ્થિતિ નથી, એટલે સરકારે લોકોને માસ્ક પહેરવાની પણ તાકીદ કરી નથી. અલબત્ત, નિષ્ણાતો કહી રહ્યા છે કે લોકો જાહેરમાં કાપડનો માસ્ક પહેરી રાખે તે જરૂરી છે.
 • હા, કોવિડ ટ્રેસર એપથી તમામ જાહેર સ્થળોએ મૂકેલા QR કોડ સ્કેન કરવાનું ચાલુ રાખવાની લોકોને તાકીદ કરાઈ છે. ન્યૂ ઝીલેન્ડના 37,504 બિઝનેસ સ્થળોએ પોતાને ક્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેના QR કોડ મૂક્યા છે, જેના પર લોકોએ 7.34 લાખથી પણ વધુ વખત સ્કેન કરીને પોતાની હાજરીના પુરાવા આપ્યા છે.
 • અત્યારે મિનિમમ રિસ્ક હોવા છતાં લોકોને સૂચનાઓ અપાઈ રહી છે કે, તબિયત સહેજ પણ ખરાબ હોય તો ઘરે રહો. ફ્લુ જેવાં લક્ષણો હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો. વારંવાર હાથ ધુઓ. છીંક ઉધરસ ખાતી વખતે મોં ઢાંકો. વારંવાર સ્પર્શ થતી જગ્યાઓને સેનિટાઈઝ કરો. હેલ્થ વર્કર્સ દ્વારા આઈસોલેશનની સૂચના અપાય તો તાત્કાલિક તેનો અમલ કરો. વેપારી જગ્યાઓ પોતાને ત્યાં QR કોડ લગાવે. અને તમામ લોકો સતત સાવધ રહે. જેથી સિંગાપોર, સાઉથ કોરિયા કે ઓસ્ટ્રેલિયાની જેમ કોરોનાની નવી લહેર આવતી રોકી શકાય.
 • ન્યૂઝીલેન્ડની સરકારે મક્કમપણે કહ્યું છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહીં આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈ અને સાવચેતી ચાલુ જ રહેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


New Zealand became Corona free, the whole country would be throbbing without social distance, how did the Kiwis win this battle?


પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેર્ને દેશને કોરોના ફ્રી જાહેર કરીને દેશવાસીઓને કહ્યું, ‘થેન્ક યુ, ન્યૂ ઝીલેન્ડ!’

Related posts

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live

પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને કહ્યું- આ ઘટના માટે પાયલટ જવાબદાર, તે કોરોના અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત હતો

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

સોનું બનાવી રહ્યું છે રોજ નવી વિક્રમી સપાટી, ટૂંક સમયમાં 10 ગ્રામ દીઠ રૂ. 60,000 થવાની સંભાવના

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું – કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

વિશ્વમાં 50 હજારથી વધુ સંક્રમિતોની હાલત ગંભીર, અમેરિકા પછી ભારતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા સૌથી વધુ

Amreli Live