29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

નારણપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો કોરોનાગ્રસ્ત, નિર્મલ એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશેઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વ્યક્તિના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. તંત્રએ આ પરિવાર જ્યાં રહે છે તે નિર્મલ એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કેસોનો આંકડો ધીરે-ધીરે વધી રહ્યો છે.અમદાવાદમાં આજે 39નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ શહેરમાં કુલ 282પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. જેમાં 3 લોકો સિવિલમાં અને 1 એસવીપી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. શહેરના જમાલપુર, મણિનગર અને મોટેરા વિસ્તારમાંથી નવા કેસો સામે આવ્યા છે.લોકડાઉનની કડક અમલવારી માટે રાજ્યમાં 5 પેરામિલિટ્રી ટુકડીઓ ફાળવવામાં આવી છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 2 અને વડોદરામાં એક ટુકડીની ફાળવી છે. જ્યારે અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં CRPF અને BSFની ટૂકડીઓ તૈનાત કરાશે.

જિલ્લામાં પ્રવેશતા તમામનું મેડિકલ ચેકઅપ કરાશે,જિલ્લા ફરતે 8 ચેકપોસ્ટ ઉભી કરી

કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિનિ ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ શહેરમાંથી ગામડાઓ તરફ આવન-જાવનને પ્રતિબંધિત કે નિયંત્રિત કરાઈ છે. તેમજજિલ્લામાં પ્રવેશતા તમામ લોકોનું હવે મેડિકલ ચેકઅપ કરાશે. હાલ જિલ્લા ફરતે 8 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

દરેક પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસમાં સેનેટાઈઝ ટનલ બનાવાશે

શહેરમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, પોલીસકર્મીઓ માટે હેલ્થ સરક્યુલર જાહેર કર્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરક્યુલર લગાવવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન અને કમિશનર ઓફિસમાં સેનેટાઈઝ ટનલ બનાવવામાં આવશે. CRPF અને BSFને કલસ્ટર ક્વોરન્ટીન વિસ્તારમાં મુકવામાં આવશે. લોકો વોટ્સએપ પર ફોટો અને વિડીયો મોકલી રહ્યાં છે જેના પર અમે કાર્યવાહી કરીશું. ડ્રોન, સીસીટીવી, પેટ્રોલિંગ, પોલીસના ફોટો કે વીડિયો અને વોટ્સએપ મારફતે લોકડાઉન ભંગની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.

માસ્ક પહેર્યાં વિના નીકળ્યા તો રૂ.5000નો દંડ

મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી 13 એપ્રિલથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.

બફર ઝોનમાં 24 કલાકમાં 24 હજારને ચેક કર્યાં, 56 શંકાસ્પદને હોસ્પિટલમાં દાખલ કર્યાં

શહેરની હાલની સ્થિતિ અંગે વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,અમદાવાદમાં 240 કેસ ગઈકાલ સાંજ સુધી હતા બાદમાં 39કેસો નોંધાયા છે.અમદાવાદમાં કુલ 282કેસો નોંધાયા છે. અમદાવાદમાં 11 મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં 5379 લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે સામેથી આવનારા 1059ના સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 628 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કર્યાં બાદ દરરોજ થર્મલ ગનથી 24 કલાકમાં 24000 લોકોને ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 56 શંકાસ્પદ સામે આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કેસો સામેથી શોધતા હવે વધી રહ્યાં છે. સર્વેલન્સથી કેસો સામે આવતા બીજાને ચેપ લાગતા અટકાવવાની રણનીતિ કામ કરી રહી છે. ઘરે હેલ્થ ટીમ આવે તો તપાસ અને સેમ્પલ માટે સહકાર આપો.

AMC કમિશનરે એપિડેમિક એક્ટ મુજબ બહાર પાડેલું જાહેરનામું

તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત

AMC કમિશનરે વધુમાં જણાવ્યું કે,જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. 13એપ્રિલની સવારે 6 વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે. માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. 13એપ્રિલથી AMCની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે. લોકોને અપીલ છે કે અમારે દંડ કરવો પડે તેવું કરવું નહી અને માસ્ક પહેરવું ફરજીયાત છે.

જેતલપુર APMC સેનિટાઈઝ કરી

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચનાથી જિલ્લા મેલેરિયા અધિકારી અને એમની ટીમ દ્વારા સવારથી જ જિલ્લાના ગામડાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી ચાલુ કરાઈ હતી. જેતલપુર એ.પી.એમ.સી.ને સવારે સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવી છે. નાના રૂમ અને અંદરની બાજુએ નાના મશીનોથી જ્યારે બહારની બાજુએ મોટા મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 2 મોટા મશીનો અને 5 નાના પંપ દ્વારા આ કામગીરી કરાઈ હતી. અમદાવાદ જિલ્લામાં 5 પંપ, 2 ફાઈટર અને 2 ટ્રેકટર દ્વારા આ કામગીરી કરી છે.આ સાથે રિંગરોડ ઉપર આજે 8 ચેકપોસ્ટ ઉભી કરી છે, જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલગનથી શરીરના તાપમાનની ચકાસણી પછી વ્યક્તિને જવા દેવામાં આવે છે. જો વધું ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. આ તમામ ચેકપોસ્ટને પણ સેનિટાઇઝ કરવામાં આવી છે.

શહેરમાં આજે એકનું મોત 39નવા કેસ

શહેરના ઘોડાસરમાં કોરોનાગ્રસ્ત એક 75 વર્ષિય પુરુષનું એલ.જી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.શહેરમાં નોંધાયેલા આજના તમામ 39કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર, મોટેરા વિસ્તારમાં નોંધાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


Corona Ahmedabad LIVE, more 23 positive case found in hotspot area

Related posts

બજરંગબલીની કૃપાથી આ રાશિઓ ની કિસ્મત આપશે સાથ. માતા લક્ષ્મીમાં આશિષથી મળશે સુખ અને સમૃદ્ધી

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

શાહે કહ્યું- ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 23 કેદીના રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4 હજારને પાર

Amreli Live

કોરોના મહામારીને નાથવામાં મોખરે રહેલ શ્રીલંકામાં વસતાં ગુજરાતી કહે છે, ‘ગુજરાતી પરિવારોમાં સંક્રમણનું પ્રમાણ જૂજ રહ્યું છે’

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live