25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

85 દિવસ સુધી નાનકડી હોડીની મદદથી એટલાન્ટિક સાગર પાર કરી 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો તેનો છોકરો

લોકડાઉન દરમિયાન અર્જેન્ટિનાના એક શહેરમાં 47 વર્ષીય વ્યક્તિ એક ટાપુ ઉપર ફસાઈ ગયો પછી એટલાન્ટિક મહાસાગરના રસ્તેથી તેના ઘરે પહોંચવાનો નિર્ણય કર્યો 85 દિવસ પછી તે પહોચી શક્યો.

બ્યુનસઓયર્સ, ન્યૂયોર્ક ટાઇમ્સ ન્યૂઝ સર્વિસ. કોરોના વાયરસે દેશ દુનિયાની વિચિત્ર એવી વસ્તુઓ બતાવી. એક તરફ જ્યાં લોકો ઘરોમાં પુરાઈ રહ્યા ત્યારે કેટલાક લોકો પરિવારથી ઘણાં દુર ફસાઈ ગયા. વિશ્વભરના દેશોએ ફ્લાઇટ્સ બંધ કરી દીધી, રેલ્વેના પૈડાં થંભી ગયા, રોડ ઉપર વાહનોનું ચાલવાનું બંધ થઇ ગયુ, આવી રીતે કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારનો ઉપયોગ કરીને તેમના પ્રિયજનો સુધી પહોંચી જ ગયા. આવી જ એક વિચિત્ર એવી ઘટના અર્જેન્ટિનાના બ્યુનસઆયર્સથી પ્રકાશમાં આવ્યો છે.

કોરોના વાયરસ ચેપના કેસ સામે આવ્યા બાદ આર્જેન્ટિનાની તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં અહીંયા રહેતા જુઆન મેનુઅલ બોલસેસ્ટરો એક ટાપુ ઉપર ફસાઈ ગયો. આ ટાપુ ઉપર કોરોના વાયરસના કોઈ કેસ ન હતા. પરંતુ જુઆને આ ટાપુ ઉપર ન રહેવાનું નક્કી કર્યું, તેણે કહ્યું કે તે ઇચ્છતા હતા કે આવો સમય તે તેના પરિવાર સાથે વિતાવવા માંગે છે, થોડા દિવસો પછી તેના પિતા 90 વર્ષની ઉંમરના થવાના હતા.

જુઆન કોઈ પણ રીતે લોકડાઉન દરમિયાન તેના પરિવાર સુધી પહોંચવાનો સંકલ્પ કરે છે, ત્યાર બાદ તેણે એક નાની એવી 29 ફૂટ લાંબી બોટ બનાવી, તેમાં ખાવા પીવાની વસ્તુઓ ભેગી કરી અને માર્ચમાં જ એટલાન્ટિકમાં ઉતરી ગયો. કોરોના રોગચાળાએ લગભગ દરેક દેશની અર્થવ્યવસ્થાને અસર કરી. ચેપ ફેલાતો અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

મુસાફરીનાં સાધનો બંધ થઈ ગયા હોવાથી લોકો તેમના પ્રિયજનો સુધી પહોંચવામાં અસમર્થ થઇ ગયા. જેમના ઘરોમાં વૃદ્ધ વડીલો હતા, જેમને આવા સમયમાં તેમના ઘરની સંભાળ રાખનારાઓની વધુ જરૂર હતી, તે પણ તેમના પરિવારના સભ્યો સુધી પહોચી શકતા ન હતા. પુત્રીઓ તેમના માતાપિતા અને બાળકો પણ તેમના પરિવારથી દૂર ફસાઈ ગયા હતા. આવી સેંકડો કહાનીઓ લોકડાઉન દરમ્યાન સામે આવી જેમાં લોકોની પીડા સાંભળવા મળી.

જુઆને જયારે એટલાન્ટિક મહાસાગરના રસ્તેથી તેના પિતા પાસે જવા માટે તેના મિત્રોને કહ્યું, ત્યારે તેના બધા મિત્રોએ ના પાડી અને રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તે માન્યો નહિ. બીજી તરફ અધિકારીઓએ તેને ચેતવણી પણ આપી હતી કે જો તે ટાપુ છોડીને ગયો, તો ક્યાંક રસ્તામાં અટવાઈ ગયો અને પછી તે ટાપુ ઉપર પાછો આવવાનું વિચારે તો તેને પ્રવેશ નહિ આપવામાં આવે. આવી સ્થિતિમાં પણ તેને પાછું જવું પડશે, પરંતુ આ ધમકીઓ પછી પણ જુઆન ન માન્યો. આ બધું થવા છતાં પણ જુઆન માન્યો નહીં અને તે પ્રવાસ ઉપર નીકળી ગયો.

બીજી બાજુ ઘણા દિવસો સુધી જુઆનના પિતા કાર્લોસ આલ્બર્ટો બેલેસ્ટરોને તેમના પુત્ર વિશે કોઈ માહિતી ન મળી, ત્યારે તે જાણવા માંગતો હતો કે તેનો દીકરો 50 દિવસ ક્યાં રહ્યો હતો. એટલાન્ટિક મહાસાગરમાં એક નાની એવી બોટમાં વહાણવટુ કરવું પડકારજનક છે. એક રોગચાળા દરમિયાન જુઆનને આ પ્રવાસ કરવામાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

બેલેસ્ટરોએ કહ્યું કે 12 એપ્રિલના રોજ કેપ વર્ડેના અધિકારીઓએ તેને ભોજન અને બળતણ પુરવઠાને પુન: સ્થાપિત કરવાની ટાપુ રાષ્ટ્રમાં મંજૂરી આપવાનો જ ઇનકાર કર્યો હતો. તેની પાસે પૂરતા પ્રમાણમાં ખાવાનું હતું. આ સમય દરમિયાન તેણે પોતાની બોટ પશ્ચિમ તરફ ફેરવી લીધી. તેની પાસે બળતણ ઓછું હતું, તેથી તે પોતાના ઘરના કિનારા સુધી પહોંચવા માટે પવનની લહેરો ઉપર જ નિર્ભર બનીને રહી ગયો.

જોકે જુઆન માટે સમુદ્રમાં લાંબો સમય પસાર કરવો તે પહેલીવાર ન હતું, પરંતુ ખુલ્લા સમુદ્રમાં એકલા રહેવું થોડું મુશ્કેલી ભરેલું હતું. એકલા પ્રવાસ કરવો તો સૌથી વધુ અનુભવી નાવિક માટે પણ મુશ્કેલ હોય છે. વેનેઝુએલા, શ્રીલંકા, બાલી, હવાઈ, કોસ્ટા રિકા, બ્રાઝિલ, અલાસ્કા અને સ્પેનમાં રોકાવા સાથે, બેલેસ્ટરોએ પોતાના જીવનનો મોટાભાગનો સમય વહાણમાં વિતાવ્યો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

RO નું પાણી પીવા વાળા લોકો માટે જરૂરી ખબર, વર્ષના અંત સુધી અહીં Purifier પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે કારણ

Amreli Live

કોરોનાને ટક્કર આપે એવી આ છે બીમારી, દર વર્ષે સૌથી વધારે લોકોનું મૃત્યુ એનાથી થાય છે.

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

ધન અને સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવારે કરો આ અચૂક ટોટકા, મહાલક્ષ્મી સાક્ષાત પધારશે ઘરે.

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

શિવજીને પોતાની સાથે સોનાની લંકામાં રાખવા માંગતો હતો રાવણ, એટલા માટે તેણે કર્યું હતું આ અતુલ્ય કામ.

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live