25.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

ગંભીરના પિતાની કાર ચોરી થઈ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર અને પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરના પિતાની એસયુવી કાર ચોરી થઈ ગઈ છે. આ ચોરી ગુરુવારે સવારે થઈ. આ મામલામાં દિલ્હીના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. મામલો ભાજપના સાંસદ સાથે જોડાયેલો હોવાથી પોલીસે તપાસ માટે ઘણી ટીમો બનાવી છે. ડીસીપી સેન્ટ્રલ મુજબ સીસીટીવી દ્વારા ચોરોને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગૌતમ ગંભીર પોતાના પિતાની સાથે જ રહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઘરની બહારથી કાર ચોરાઈ ગઈ

ડીસીપી સેન્ટ્રલ સંજય ભાટિયાએ કહ્યું, અમને તેમના ઘરથી એક ફોર્ચ્યુનર કાર ચોરી થઈ હોવાની સૂચના મળી છે. એસએચઓ આ બાબતે ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત તેમના ઘરે ગયા હતા.’ આ કાર ગંભીરના પિતા દીપક ગંભીરની છે. તેમણે પોલીસને જણાવ્યું કે, કાલે બપોરથી કાર તેમના ઘરની બહાર પાર્ક હતી અને સવારે તેમને તેના ચોરી થવાની ખબર પડી. કારનો નંબર ડીએલ આઈસીકે 0034 છે.

ચાર મિનિટમાં કાર ચોરી ગયા

પોલીસ સીસીટીવી દ્વારા ચોરોની ઓળખ કરવામાં લાગી છે. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે ચોરો શંકાસ્પદ ઈનોવામાં આવ્યા હતા. તે ગંભીરના ઘરની આગળ રોકાયા અને ચાર મિનિટમાં એસયુવી લઈને ભાગી ગયા. કોરોનાના કારણે દિલ્હીમાં લોકડાઉન છે અને સાંજે સાત વાગ્યાથી લઈને સવાર સાત વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાયો છે. તેમ છતાં આ હાઈ પ્રોફાઈલ ચોરીથી પોલીસ ચોંકી ગઈ હતી.

પૂર્વ દિલ્હીથી સાંસદ છે ગૌતમ ગંભીર

ઉલ્લેકનીય છે કે ગંભીરે પાછલા વર્ષે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મારલેનાને હરાવ્યા હતા. ભાજપે આ ચૂંટણીમાં મહેશ ગિરીની જગ્યીએ ગંભીરને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવીને ચૂંટણીમાં ઉતાર્યા હતા.


Source: iamgujarat.com

Related posts

વાલીઓએ ફી ના ભરી તો વડોદરાની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું!

Amreli Live

સુરતમાં કોરોના વિસ્ફોટ: સતત બીજા દિવસે 100થી વધુ કેસ અને 4 દર્દીઓના મોત

Amreli Live

પગાર વધારા માટે પોલીસકર્મીઓના આંદોલન પર DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?

Amreli Live

ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે પાકિસ્તાન, નહિ તો ઇસ્લામાબાદમાં પણ… જાણો શું કહ્યું.

Amreli Live

ભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અ’વાદઃ 63 વર્ષના રાજાભાઈ 52 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો

Amreli Live

12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

વધુ એક એક્ટરનો કોરોનાએ લીધો ભોગ, સંક્રમણના કારણે નીપજ્યું મોત

Amreli Live

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live

માસ્ક પહેરીને ફરી શકે છે ગુનેગાર, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, DGP બોલ્યા સીસીટીવી ચાલુ રાખો

Amreli Live

પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સેહવાગ, આખો પરિવાર કરી રહ્યો છે સેવા

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

ચિંતાજનક: સુરત બાદ ભરૂચ પણ બની રહ્યું છે કોરોના હોટસ્પોટ

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live

અશ્વેતનું મૃત્યુઃ રસ્તા પરથી વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગુસ્સાની આગ, સળગી રહ્યું છે અમેરિકા

Amreli Live

કોરોના પ્રાણીમાંથી માણસમાં કઈ રીતે આવ્યો? વૈજ્ઞાનિકોને મળી મહત્વની કડી

Amreli Live