08/08/2020
મસ્તીની મોજ

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

જેની પાસે રાશન કાર્ડ હોય કે ન હોય, આ યોજનાથી નવેમ્બર સુધી મળશે મફત અનાજ

દેશમાં કોરોના વાયરસને કારણે 24 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 26 માર્ચે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ (ઘઉં અથવા ચોખા) અને પ્રતિ પરિવાર એક કિલો ચણા મફત આપવાની જાહેરાત કરી હતી. તે સમયે તેને એપ્રિલથી જૂન એમ કુલ ત્રણ મહિના સુધી લાગુ કરવામાં આવ્યું હતું, જેને હવે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વધારીને નવેમ્બર સુધી કરી દીધું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિષે જાણો :

હકીકતમાં માર્ચમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેના અંતર્ગત દરેક ગરીબ પરિવારોને જેમની પાસે રાશન કાર્ડ છે, અને જેમની પાસે નથી તેમને 5 કિલો ઘઉં/ચોખા પ્રતિ વ્યક્તિ અને 1 કિલો ચણા એપ્રિલ મહિનાથી દર મહિને મફત આપવામાં આવી રહ્યું છે. આ મફત અનાજ રાશન કાર્ડ પર મળતા અનાજના હાલના કોટાથી અલગ છે.

પ્રવાસી મજૂરોને આ યોજનાનો લાભ :

જણાવી દઈએ કે, લોકડાઉનને કારણે મજૂરો મોટી સંખ્યામાં મોટા શહેરોમાંથી પોતાના ઘરે જઈ રહ્યા છે. તેને જોતા કેંદ્ર સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી હતી. જેથી દેશમાં કોઈ ભૂખ્યું ન રહે. પહેલા તેને જૂન સુધી લાગુ કરવામાં આવ્યું હતું, પણ હવે તેને લંબાવીને નવેમ્બર સુધી કરી દેવામાં આવ્યું છે. તેનો લાભ તે પરિવારોને પણ મળી રહ્યો છે, જેમની પાસે રાશન કાર્ડ નથી. દેશમાં અત્યારે પણ મોટી સંખ્યામાં એવા લોકો છે, જેમની પાસે રાશન કાર્ડ નથી.

સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડી રહી છે :

પીએમ મોદીએ કહ્યું કે, અત્યારે પણ મજૂરો અને ગરીબ પરિવારોની સામે રોજગારનું સંકટ છે, એટલા માટે મફત અન્ન યોજનાને નવેમ્બર સુધી શરૂ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચમાં આ યોજના માટે સરકારે 3500 કરોડ રૂપિયા આપ્યા હતા, પણ હવે આ અન્ન યોજનાનો વિસ્તાર થવા પર 90,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેની સાથે જ આ સ્કીમ પર કુલ ખર્ચ લગભગ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

હવે નવેમ્બર સુધી મળશે યોજનાનો લાભ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 જૂને દેશને સંબોધિત કરતા કહ્યું કે, હવે નવેમ્બર સુધી દેશના લગભગ 80 કરોડ ગરીબ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે. આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેંદ્ર સરકાર ઉપાડી રહી છે, પણ અનાજ વિતરણ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

આ અઠવાડિયે 7 રાશિઓ માટે આર્થિક સફળતાના બન્યા છે યોગ, 1 રાશિને છે રાજયોગ

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

માતાના આ દરબારમાં ભક્તોના ખુલી જાય છે બંધ નસીબના તાળા, દરેક ઈચ્છા જાય છે પુરી

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

કાર્તિક આર્યને તોડ્યો ચાઇનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથે સંબંધ, આવું કરનાર પહેલા બોલીવુડ સેલિબ્રિટી

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live