26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Zકેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવો ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 21 દિવસનું લોકડાઉન વધુ 19 દિવસ લંબાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે લોકડાઉનમાં બહાર નીકળવાના નિયમો ખૂબ કડક છે. જ્યાં કોરોના નહીં ફેલાયો હોય ત્યાં 20 એપ્રિલ પછી અમુક શરતોએ છૂટ આપવામાં આવશે.
વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.

1) આ સુવિધાઓ 3 મે સુધી બંધ

 • દરેક પ્રકારની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ
 • દરેક પેસેન્જર ટ્રેન બંધ
 • પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતી બસો બંધ
 • મેટ્રો રેલ સેવાઓ બંધ
 • મેડિકલ કારણોને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે રાજ્યમાં મૂવમેન્ટ નહીં કરી શકે
 • દરેક પ્રકારના એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ
 • મંજૂરી મળ્યા સિવાયના દરેક પ્રકારના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગતિવિધિઓ બંધ
 • મંજૂરી મળ્યા સિવાયની હોસ્પિટાલિટી સેવાઓ બંધ રહેશે
 • ઓટો રિક્શા, સાઈકલ રિક્શા, ટેક્સી અને કેબ સેવા બંધ રહેશે
 • દરેક સિનેમા હોલ, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પુલ, પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી દરેક તમામ જગ્યાઓ બંધ રહેશે.
 • દરેક પ્રકારના સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારોહ અને મેળાને મંજૂરી નહીં મળે.
 • સામાન્ય જનતા માટે દરેક ધાર્મિક સ્થાન અને ઈબાદત સ્થળ બંધ રહેશે. ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

2) હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન વિશે ગાઈડલાઈન

 • કોરોના વાઈરસના ઈન્ફેક્શનને વધારતા વિસ્તારોને ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
 • રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને જિલ્લા પ્રશાસને તેમની ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ અંતર્ગત આવતા વિસ્તાકોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા.
 • કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારની ગતિવિધિન ન થઈ શકે. કન્ટેન્ટમેન્ટ ઝોનની મર્યાદામાં આવતા વિસ્તારોને કડક રીતે નિયંત્રણમાં લેવા જોઈએ. મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરૂરી સેવાઓને છોડીને કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર અને બહાર લોકોને મૂવમેન્ટ નહીં કરવા દેવામાં અવાય. આ વિશે જોડાયેલી ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.

3. નક્કી કરેલી ગતિવિધિઓને 20 એપ્રિલથી મંજૂરી અપાશે

 • સામાન્ય લોકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમુત ગતિવિધિઓને 20 એપ્રિલથી મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરીને આ ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી આપતા પહેલાં રાજ્ય સરકારની જવાબદારી એ જોવાની છે કે, જે ગતિવિધિઓને શરૂ કરવાનું કહેવામાં આવશે તે ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તૈયારીઓ છે કે નહીં.

4. લોકડાઉન ગાઈડલાઈનનું કડક રીતે પાલન થવું

 • રાજ્ય સરકારે તેમના વિસ્તારોમાં લોકડાઉનની ગાઈડલાઈનમાં કોઈ પણ પ્રકારની છૂટ ન આપવી

5. દરેક પ્રકારની સ્વાસ્થય સેવાઓ ચાલુ રહેશે

 • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ટેલિમેડિસિન સેવાઓ
 • ડિસ્પેન્સરી, કેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધી કેન્દ્રો સહિત દરેક દવાની દુકાનો અને મેડિકલ ઈક્વિપમેન્ટની દુકાનો
 • મેડિકલ લેબ અને કલેક્શન સેન્ટર
 • ફાર્મા અને મેડિકલ રિસર્ચ લેબ, કોરોના સાથે જોડાયેલી રિસર્ચ સંસ્થાઓ
 • વેટરનરી હોસ્પિટલ, ડિસ્પેન્સરી ક્લિનિક, પેથોલોજી લેબ, વેક્સીન અને દવાઓનું વેચાણ

6. ખેતી સાથે જોડેયાલી દરેક ગતિવિધિઓ ચાલુ રહેશે

 • ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતીના કામ કરતા અન્ય લોકો
 • એમએસપી ઓપરેશન્સ સહિત કૃષિ ઉત્પાદનની ખરીદી કરતી એજન્સીઓ
 • રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા યાર્ડ

7. પબ્લિક પ્લેસ વિશે ગાઈડલાઈન

 • પબ્લિક અને વર્ક પ્લેસ પર માસ્ક લગાવવું જરૂરી છે. આ દરેક જગ્યાઓ પણ સરકારના આદેશ પ્રમાણે નિયમ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
 • કોઈ પણ સંસ્થામાં 5 અથવા તેથી વધારે લોકો ભેગા નહીં થશે શકે
 • લગ્ન અથવા અંતિમ સંસ્કાર જેવા પ્રસંગે પ્રશાસનના નિયમોનું પાલન કરવું જોઈએ.
 • પબ્લિક પ્લેસ પર થૂંકવાથી સજાની સાથે દંડ પણ થશે
 • દારૂ, ગુટખા અને તમાકુ જેવા ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

8. વર્ક પ્લેસ વિશે ગાઈડલાઈન

 • દરેક સંસ્થાઓના કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઈઝેશનની વ્યવસ્થા હોવી જોઈએ
 • શિફ્ટ બદલાય તે દરમિયાન એક કલાકનો ગેપ આપવો જરૂરી. લંચ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી
 • ઘરમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અથવા 5 વર્ષથી નાના બાળકો હોય તો કર્મચારીને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહન આપવું
 • ખાનગી અને સરકારી વિસ્તારના દરેક કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારી દેવો
 • દરેક સંસ્થા શિફ્ટ પૂરી થતાં ઓફિસ અથવા પરિસરને સેનેટાઈઝ કરાવે
 • સંસ્થા અથવા ઓફિસમાં મોટા પાયે મીટિંગ નહીં કરી શકાય

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,

Related posts

ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા, DCP સહિતના અધિકારીઓ પહોંચ્યા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

મૈં મર જાઉં તો મેરી એક અલગ પહચાન લિખ દેના, લહુ સે મેરી પેશાની પે હિન્દુસ્તાન લિખ દેના

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

શહેરમાં 15 મેના રોજ શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live