30.5 C
Amreli
19/09/2020
bhaskar-news

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z



કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવો ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 21 દિવસનું લોકડાઉન વધુ 19 દિવસ લંબાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે લોકડાઉનમાં બહાર નીકળવાના નિયમો ખૂબ કડક છે. જ્યાં કોરોના નહીં ફેલાયો હોય ત્યાં 20 એપ્રિલ પછી અમુક શરતોએ છૂટ આપવામાં આવશે.
વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.

1) આ સુવિધાઓ 3 મે સુધી બંધ

  • દરેક પ્રકારની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ
  • દરેક પેસેન્જર ટ્રેન બંધ
  • પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતી બસો બંધ
  • મેટ્રો રેલ સેવાઓ બંધ
  • મેડિકલ કારણોને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લા કે રાજ્યમાં મૂવમેન્ટ નહીં કરી શકે
  • દરેક પ્રકારના એજ્યુકેશન, ટ્રેનિંગ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ બંધ
  • મંજૂરી મળ્યા સિવાયના દરેક પ્રકારના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગતિવિધિઓ બંધ
  • મંજૂરી મળ્યા સિવાયની હોસ્પિટાલિટી સેવાઓ બંધ રહેશે
  • ઓટો રિક્શા, સાઈકલ રિક્શા, ટેક્સી અને કેબ સેવા બંધ રહેશે
  • દરેક સિનેમા હોલ, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્વીમિંગ પુલ, પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી દરેક તમામ જગ્યાઓ બંધ રહેશે.
  • દરેક પ્રકારના સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારોહ અને મેળાને મંજૂરી નહીં મળે.
  • સામાન્ય જનતા માટે દરેક ધાર્મિક સ્થાન અને ઈબાદત સ્થળ બંધ રહેશે. ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

2) હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન વિશે ગાઈડલાઈન

  • કોરોના વાઈરસના ઈન્ફેક્શનને વધારતા વિસ્તારોને ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
  • રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને જિલ્લા પ્રશાસને તેમની ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ અંતર્ગત આવતા વિસ્તાકોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા.
  • કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારની ગતિવિધિન ન થઈ શકે. કન્ટેન્ટમેન્ટ ઝોનની મર્યાદામાં આવતા વિસ્તારોને કડક રીતે નિયંત્રણમાં લેવા જોઈએ. મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરૂરી સેવાઓને છોડીને કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર અને બહાર લોકોને મૂવમેન્ટ નહીં કરવા દેવામાં અવાય. આ વિશે જોડાયેલી ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.

3. નક્કી કરેલી ગતિવિધિઓને 20 એપ્રિલથી મંજૂરી અપાશે

  • સામાન્ય લોકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમુત ગતિવિધિઓને 20 એપ્રિલથી મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસને ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરીને આ ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવશે. મંજૂરી આપતા પહેલાં રાજ્ય સરકારની જવાબદારી એ જોવાની છે કે, જે ગતિવિધિઓને શરૂ કરવાનું કહેવામાં આવશે તે ઓફિસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી તૈયારીઓ છે કે નહીં.

4. લોકડાઉન ગાઈડલાઈનનું કડક રીતે પાલન થવું

  • રાજ્ય સરકારે તેમના વિસ્તારોમાં લોકડાઉનની ગાઈડલાઈનમાં કોઈ પણ પ્રકારની છૂટ ન આપવી

5. દરેક પ્રકારની સ્વાસ્થય સેવાઓ ચાલુ રહેશે

  • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ટેલિમેડિસિન સેવાઓ
  • ડિસ્પેન્સરી, કેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધી કેન્દ્રો સહિત દરેક દવાની દુકાનો અને મેડિકલ ઈક્વિપમેન્ટની દુકાનો
  • મેડિકલ લેબ અને કલેક્શન સેન્ટર
  • ફાર્મા અને મેડિકલ રિસર્ચ લેબ, કોરોના સાથે જોડાયેલી રિસર્ચ સંસ્થાઓ
  • વેટરનરી હોસ્પિટલ, ડિસ્પેન્સરી ક્લિનિક, પેથોલોજી લેબ, વેક્સીન અને દવાઓનું વેચાણ

6. ખેતી સાથે જોડેયાલી દરેક ગતિવિધિઓ ચાલુ રહેશે

  • ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતીના કામ કરતા અન્ય લોકો
  • એમએસપી ઓપરેશન્સ સહિત કૃષિ ઉત્પાદનની ખરીદી કરતી એજન્સીઓ
  • રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા યાર્ડ

7. પબ્લિક પ્લેસ વિશે ગાઈડલાઈન

  • પબ્લિક અને વર્ક પ્લેસ પર માસ્ક લગાવવું જરૂરી છે. આ દરેક જગ્યાઓ પણ સરકારના આદેશ પ્રમાણે નિયમ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
  • કોઈ પણ સંસ્થામાં 5 અથવા તેથી વધારે લોકો ભેગા નહીં થશે શકે
  • લગ્ન અથવા અંતિમ સંસ્કાર જેવા પ્રસંગે પ્રશાસનના નિયમોનું પાલન કરવું જોઈએ.
  • પબ્લિક પ્લેસ પર થૂંકવાથી સજાની સાથે દંડ પણ થશે
  • દારૂ, ગુટખા અને તમાકુ જેવા ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

8. વર્ક પ્લેસ વિશે ગાઈડલાઈન

  • દરેક સંસ્થાઓના કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઈઝેશનની વ્યવસ્થા હોવી જોઈએ
  • શિફ્ટ બદલાય તે દરમિયાન એક કલાકનો ગેપ આપવો જરૂરી. લંચ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી
  • ઘરમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અથવા 5 વર્ષથી નાના બાળકો હોય તો કર્મચારીને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહન આપવું
  • ખાનગી અને સરકારી વિસ્તારના દરેક કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારી દેવો
  • દરેક સંસ્થા શિફ્ટ પૂરી થતાં ઓફિસ અથવા પરિસરને સેનેટાઈઝ કરાવે
  • સંસ્થા અથવા ઓફિસમાં મોટા પાયે મીટિંગ નહીં કરી શકાય

20 એપ્રિલથી દુકાન ખુલી રહી શકશે, પણ સોશ્યલ ડિસ્ટસિંગ રાખવું પડશે

  • જરૂરી સામાન ઉપલ્બ્ધ કરાવવા વાળી ઈ-કોમર્સ કંપનીઓ
  • જરૂરી સામાન વેચતી કરિણાયાની દુકાનો, રાશનની દુકાનો
  • ફળ-શાકભાજીની લારી, સાફ-સફાઈનો સામાન વેચતી દુકાનો
  • ડેરી અને દૂધની દુકાનો, પોલ્ટ્રી, મટન, માછલી અને ચારો વેચતી દુકાનો
  • જિલ્લા પ્રશાસનની એ જવાબદારી હશે કે આ તમામ સેવાઓની હોમ ડિલિવરીની સગવડ કરવામાં આવે જેથી લોકો ઘરની બહાર ન નીકળે

આ જરૂરી સેવા મળતી રહેશે

  • બેન્ક, એટીએમ ખુલ્લા રહેશે, કેપિટલ અને ડેબિટ માર્કેટ સેબીના આદેશ પ્રમાણે કામ કરશે.
  • મનરેગા હેઠળ મજૂરોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કરીને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે
  • પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી, એલપીજી અને પીએનજીની સપ્લાઈ ચાલું રહેશે.
  • પોસ્ટ ચાલુ રહેશે, પોસ્ટ સર્વિસ ચાલું રહેશે
  • આઈટી સર્વિસ પણ ચાલુ રહેશે.
  • ક્લિનીક ખુલ્લા રહી શકશે, મેડિકલ સર્વિસ પહેલાની જેમ ચાલુ રહેશે
  • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનીક, ટેલિમેડિસિન સર્વિસ ચાલું રહેશે
  • ડિસ્પેન્સરી, ફેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધિ સહિત તમામ પ્રકારની દવાની દુકાનો અને મેડિકલ ઈક્વિપમેન્ટની દુકાનો
  • મેડિકલ લેબ અને કલેક્શન સેન્ટર
  • ફાર્મા અને મેડિકલ રિસર્ચ લેબ, કોરોના સાથે જોડાયેલી રિસર્ચ કરનારી સંસ્થાઓ
  • વેટરનરી હોસ્પિટલ, ડિસ્પેન્સરી ક્લિનિક, પેથોલોજી લેબ, વેક્સીન અને દવાઓનું વેચાણ
  • કોરોનાને રોકવા માટે જરૂરી સેવાઓ આપવા માટેની તમામ ખાનગી સંસ્થા, હોમ કેર ડાયનોસ્ટિક અને હોસ્પિટલ માટે કામ કરનારી સપ્લાઈ ચેઈન
  • દવા, ફાર્મા, મેડિકલ ડિવાઈસ, મેડિકલ ઓક્સિઝન, તેની સાથે જોડાયેલું પેકેજિંગ મટેરિયલ અને મટેરિયલ બનાવનારા મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ
  • એમ્બ્યુલન્સ સહિત મેડિકલ, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ

સામાન/ કાર્ગોની અવરજવર ચાલું રહેશે

  • તમામ પ્રકારના સામાનની અવર જવર ચાલું રહેશે, રેલવે દ્વારા સામાન અને પાર્સલ મોકલી શકાશે
  • વિમાનોનો પણ કાર્ગો, મદદ અને લોકોને કાઢવામાં ઉપયોગ કરી શકાશે.
  • પોર્ટથી દેશની અંદર અને બહાર રસોઈ ગેસ, ખાદ્ય સામગ્રી અને મેડિકલ સપ્લાઈ થઈ શકશે
  • રોડ માર્ગે જરૂરિયાતનો સામાન લઈ જનારા ટ્રક-ગાડીઓની અવર જવર થઈ શકશે. જેમાં બે ડ્રાઈવર અને એક હેલ્પરને મંજૂરી આપવામાં આવશે.

તમામ કેન્દ્રીય કાર્યાલય અને તેની સાથે જોડાયેલી ઓફિસ ચાલુ રહેશે

  • કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો હેઠળ આવનારા ડિપાર્ટમેન્ટ્સ અને ઓફિસમાં ડેપ્યુટી સેક્રેટરી અને તેના ઉપરના અધિકારીઓની 100% હાજરી ફરજીયાત હશે. જેથી નીચેના 33%થી વધારે અધિકારીઓ અને અન્ય સ્ટાફને જરૂરીયાત પ્રમાણે ઓફિસ આવવું પડશે.
  • સશસ્ત્ર બળ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ, હવામાન વિભાગ, કેન્દ્રીય સૂચના પંચ, એફસીઆઈ, નેહરુ યુવા કેન્દ્ર અને કસ્ટમની ઓફિસમાં કોઈ પણ અડચણ વગર કામ થશે.
  • રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કાર્યાલય અને તેની સાથે જોડાયેલી ઓફિસ પણ ચાલુ રહેશે
  • પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઈમરજન્સી સર્વિસ, જેલ જેવી ઓફિસમાં કામકાજ ચાલું રહેશે
  • આ ઉપરાંત રાજ્યોના અન્ય વિભાગમાં સ્ટાફની સિમીત સંખ્યા સાથે કામ કરવામાં આવશે. ગ્રુપ A અને Bના અધિકારીઓને જરૂર પડ્યે ઓફિસ આવવું પડશે. ગ્રુપ સી અને તેની નીચેના 33 ટકા કર્મચારીઓએ સાથે કામ કરવું પડશે.
  • જિલ્લા પ્રશાસન અને ટ્રેઝરીમાં કર્મચારીઓની સીમિત સંખ્યા સાથે કામ કરાશે, જો કે જરૂરી સેવાઓની ડિલીવરીમાં લાગેલા કર્મચારીઓને છૂટ રહેશે.
  • વન વિભાગના કર્મચારીની પક્ષીઘર, નર્સરી, વૃક્ષની સિંચાઈ અને જંગલમાં આગ પર કાબુ મેળવનારા લોકો કામ કરી શકશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,


MHA issues updated consolidated revised guidelines after correcting the date from 20th May to 20th April 2020,

Related posts

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

મરકઝમાંથી આવેલા લોકોને લઈને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ શું કર્યો મોટો ખુલાસો? જાણો

Amreli Live

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

સોનુ નાગર સાથે દિવ્ય ભાસ્કરની વાતચીત, છ કલાક સુધી હોસ્પિટલની બહાર રઝળતા હોવાની વ્યથા વર્ણવી

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

ભાવનગરમાં 1 કલાકમાં 2 ઈંચ, વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ અને મહુવામાં 2 ઈંચ વરસાદ

Amreli Live

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી પોઝિટિવ કેસનો આંકડો 18 થયો

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live