27 C
Amreli
23/09/2020
bhaskar-news

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયારાજ્યમાં આજે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાંપાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાંબે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમઆજે કુલ 13નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જરાજ્યમાં કોરોનાના કુલ 188કેસ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 16ના મોત થઈ ગયા છે.જ્યારે નવા પાંચ કેસ સાથે વડોદારમાં કુલ 18 અને ભાવનગરમાં બે નવા કેસ સાથે કુલ 18 પોઝિટિવ કેસ થયા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીના 85 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે 7:30 વાગ્યે આપેલી માહિતીમાં અમદાવાદના બે પોઝિટિવ કેસનો ઉલ્લેખ નથી. પરંતુ SVP હોસ્પિટલે રીલિઝ કરેલાહેલ્થ બુલેટિનમાં અમદાવાદનાબે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની વિગતો આપતા કહ્યું કે, આજના7 પોઝિટિવ કેસમાંથી તમામ કેસ નક્કી કરાયેલા હોટસ્પોટમાં જ નોંધાયા છે. તેમાં પણ પાંચ નાગરિકો લોકલ પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે.

કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા

નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં અનાજ અપાશે
રાજ્ય સરકારે ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે,APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

ગુજરાત અપડેટ
>>
અમદાવાદને પોલીસે 27 જગ્યાએથી કોર્ડન કરી લોક કર્યું, 13 જગ્યા પર કોરોનાની ચેક પોસ્ટ ઉભી કરાઈ
>>
મંત્રી વાસણ આહિરની હાજરીમાં જાહેરનામાનો ભંગ, કલેકટર કચેરીમાં રાહતફંડમા ચેક આપવા માટે 19 લોકો ભેગા થયા
>>રેલવે સેવા પુનઃ કાર્યરત થાય ત્યારે સ્ટાફ અને મુસાફરોની સુરક્ષા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશને માસ સેનેટીઆઇઝ ટનલ બનાવી
>>
રાજ્યમાં 31 ખાનગી હોસ્પિ. ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિ.જાહેર, 28 જિલ્લા-ચાર મહાનગરમાં 9,464 બેડની હોસ્પિટલો તૈયાર
>>રાજકોટમાં કોરોના વાઇરસના 22 સેમ્પલના ટેસ્ટ નેગેટિવ આવ્યા

>> પાલનપુરમાં લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે કલેકટરે મોબાઇલ એપ લોન્ચ કરી
>> દિલ્હી મરકઝમાંથી આવેલા 100 લોકોનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાશે
>> વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

>> અમદાવાદનો કોટ વિસ્ટર બફર ઝોન જાહેર, આવતી કાલમ મેગા સર્વેલન્સ કરાશેઃ મ્યુ.કમિશનર વિજય નહેરા
>> જૂનાગઢમાં મનપાની ટીમ ઘરે ઘરે જઇને સ્ક્રિનિંગ કરશે
>> સાબરકાંઠામાં ખોટી ટ્રાવેલ હિસ્ટ્રી આપવા બદલ પોઝિટિવ દર્દી સામે ફરિયાદ નોંધાઈ
>> આણંદમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 40 વેપારીઓની ધરપકડ કરવામાં આવી
>>
સાબરકાંઠા જિલ્લામાં અપડાઉન કરતા કર્મચારીઓને બહાર જવા મનાઇ કરાઈ
>> આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

ગુજરાતમાં કુલ 188પોઝિટિવ કેસ, 16ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 85 05 07
સુરત 23 04 05
વડોદરા 18 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
છોટાઉદેપુર 01 00 00
સાબરકાંઠા 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 188 16 25

રાજ્યમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાયા
ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update Gujarat 8th march


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા

Related posts

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

62.64 લાખ કેસ: દક્ષિણ કોરિયામાં 35 નવા કેસ નોંધાયા, બાંગ્લાદેશમાં લોકડાઉન હટાવાયું

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક પૂર્ણ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા, વિરોધ કરી રહેલા 25ની અટકાયત

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયો

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live