31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

નવા વર્ષ પર માતાએ પોતાના બાળક સાથે જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

તમે એ કહેવત સાંભળી જ હશે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ હાલમાં ગુજરાતમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે આ કહેવત ખોટી સાબિત કરી શકે છે. આ કિસ્સા વિષે જાણીને તમને પણ એવું થશે કે મમતા મરી પરવારી છે. આ બનાવ એવો છે કે, જયારે લોકો નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં લાગેલા હતા, તે દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીક જાળીમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું હતું.

તેના વિષે જાણ્યા પછી લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, કઈ માતાનો જીવ આવા બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે. તે નિર્દોષ બાળકને તાવના લક્ષણો જણાતા તેને 108 એમ્બ્યુલન્સની ટીમે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. અને કુવાડવા પોલીસે તે બાળક કોનું છે અને તેના સંબંધમાં વધુ તપાસ કરી રહી છે.

બનાવ વિષે મળતી જાણકારી અનુસાર, 16 નવેમ્બરની સવારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક ઝાડીમાં એક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે સમયે આસપાસના લોકોએ ત્યાં જઈને જોયું તો ત્યાં લગભગ 3-4 મહિનાનું બાળક હતું. તે લોકોએ તરત જ આ બાબતની જાણકારી પોલીસને આપી હતી. પોલીસની સાથે સાથે 108 ની ટીમ પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી હતી. ત્યાં આવેલી 108 ટીમના EMT પુનિતે તે બાળકની તપાસ કરતા તેને તાવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. આથી બાળકને સારવાર માટે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયું હતું.

આવું પહેલી વાર નથી થયું કે, રાજકોટમાં ત્યજી દેવાયેલ બાળક મળ્યું હોય. અત્યાર સુધીમાં આવા ઘણા કેસો સામે આવી ચુક્યા છે. હાલમાં જ થોડા દિવસો પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર એક નવજાત શિશુ મળી આવ્યું હતું. તે બનાવમાં એક વાડીમાં અવાવરું જગ્યાએ ગોદડાની અંદર એક નવજાત શિશુ મળ્યું હતું. તેમજ ગયા વર્ષે અંબા નામની ત્યજી દેવાયેલી બાળકી પણ મળી આવી હતી.


Source: gujaratilekh.com

Related posts

આ ગુજરાતી ખેડૂતે ઈઝરાયલ પાસેથી શીખી ખજૂરની ખેતી, હવે વિદેશો સુધી પહોંચે છે ગુજરાતી ખજૂર.

Amreli Live

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

Amreli Live

જાણો ઢોકળા અને હાંડવાના લોટમાંથી બીજી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે, જે ઘરના લોકો હોંશે હોંશે ખાઈ શકે.

Amreli Live

સૌની ફેવરીટ મીઠાઈ મોહનથાળ ઘરે બનાવવા માટે જાણો, માવા વગર મોહનથાળ બનાવવાની રીત.

Amreli Live

itel એ ભારતમાં લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, શરૂઆતી કિંમત 4,999 રૂપિયા.

Amreli Live

સુનીલ શેટ્ટી પછી હવે રિચા ચઢ્ઢાને મળ્યો ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ, કહ્યું – જેના ગોડફાધર નથી…

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

Amreli Live

આ તારીખે છે તુલસી વિવાહ, જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

Amreli Live

ફક્ત 3 વસ્તુઓમાંથી 10 મિનિટમાં બનાવો દિવાળીની સ્પેશિયલ બરફી.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે, આવક વધવાના યોગ છે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

ગિરનારનો રોપ-વે શરૂ થતા જ રાજપૂત કરણી સેનાના અઘ્યક્ષે આપી કંપની અને સરકારને આવી ચીમકી.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને વર્તમાન સમય નાણાકીય લાભ અપાવશે, પણ આ રાશિ માટે સમય થોડોક ક૫રો છે.

Amreli Live

કરિયરને પ્રભાવિત કરી શકે છે આ સપના, જાણો શું જણાવે છે સ્વપ્ન શાસ્ત્ર.

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

મકર રાશિમાં એક સાથે વિરાજમાન થયા ગુરુ અને શનિ, આ રાશિઓના લોકોને મળશે બેસ્ટ ખુશખબર.

Amreli Live