25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

સુરત: નવસારીની 20 વર્ષીય બ્રેન ડેડ યુવતીના પરિવારે તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની વયે દુનિયા છોડીને ચાલી ગયેલી યુવતીના અંગો દ્વારા જરૂરિયાતમંદને જીવનની વધુ એક તક મળશે. નવસારીના ગણદેવી તાલુકાની રહેવાસી અને નવસારીની એસ.એસ. અગ્રવાલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી દિશા નાઈકનું અંગદાન કરવામાં આવ્યું છે. સુરતમાં લોકડાઉન પછી અંગદાનનો આ પહેલો કેસ છે. શનિવારે દિશાના મહત્વના અંગો જેવા કે બે કિડની, આંખો અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કાઢી લેવાયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ખેડૂતની દીકરી દિશાએ 16 જૂને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક સુરતની SIDS હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેના CT સ્કેન રિપોર્ટમાં બહાર આવ્યું કે, બ્લડ અને ઓક્સિજન પહોંચતા બંધ થઈ જતા તેના મગજ પર સોજો આવ્યો હતો. આત્મહત્યાના પ્રયાસમાં ગળે ફાંસો ખાવાના લીધે આમ થયું હતું.

પાંચ દિવસ સુધી સારવાર અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી ડૉક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. ડૉક્ટરે શહેરના એનજીઓ ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો જે લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ જણાવી તેના માટે તૈયાર કરે છે. ડોનેટ લાઈફના ફાઉન્ડર અને સ્ટેટ એડવાઈઝરી કમિટી ફોર ઓર્ગન એન્ડ ટિશ્યૂ (SACOT) ટ્રાન્સપ્લાન્ટના સભ્ય નિલેશ માંડલેવાલાએ અમારા સહયોગી અખબાર TOIને કહ્યું, “25 માર્ચે લાગુ કરાયેલા લોકડાઉન પછી આ પ્રથમ ઓર્ગન ડોનેશન થયું છે. મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો ત્યારે મેં તેમને મૃતકનો કોવિડ-19 ટેસ્ટ કરવાનું કહ્યું હતું. જે નેગેટિવ આવ્યો હતો. જેથી અમે તાત્કાલિક અમદાવાદ સ્થિત IKDRC (ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર)નો સંપર્ક કર્યો હતો.”

“યુવતીના પિતા મણિ નાઈક (50 વર્ષ) અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરવામાં સમય લાગ્યો. અમે 6 દિવસ સુધી તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. દિશાના માતા-પિતાને સમજાવવાનું કામ ખૂબ કપરું હતું. જો કે, 6 દિવસના કાઉન્સિંગ બાદ તેઓ અંગદાન કરવા રાજી થયા હતા”, તેમ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું.

મણિ નાઈકે કહ્યું, “અમારી દીકરી ફિઝિયોથેરાપિસ્ટ બનીને લોકોની સેવા કરવા માગતી હતી. તેણી હોસ્પિટલના બિછાને નિર્જીવની જેમ સૂતેલી છે અને બ્રેન ડેડ જાહેર કરાઈ છે. અમે તેના અંગોનું દાન કરીને જે લોકોને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમનો જીવ બચાવવા માગીએ છીએ. આમ કરવાથી અમારી દીકરી અન્યોના શરીરમાં તો જીવિત રહેશે.”

દિશાની કિડનીઓ અને લિવર અમદાવાદ સ્થિત IKDRCને દાન કરવામાં આવી છે. જ્યારે તેની આંખો સુરતની લોકદ્રષ્ટિ આઈ બેંકમાં ડોનેટ કરાઈ છે.


Source: iamgujarat.com

Related posts

કોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

કોરોના: હીરાના કારખાનાં બંધ, સુરત છોડી રવાના થઈ રહ્યા છે રત્ન કલાકારો

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

પહાડ-જંગલના રસ્તે રોજ 15 કિમી ચાલીને ટપાલ આપવા જતા, 65 વર્ષના પોસ્ટમેન નિવૃત્ત થયા

Amreli Live

નવી મુંબઈના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કાર

Amreli Live

અ’વાદઃ એસ્ટેટ બ્રોકર યુવાન હનીટ્રેપમાં ફસાયો, વીડિયો ઉતારી 10 લાખ રુપિયા માગ્યા

Amreli Live

હાલના દિવસોમાં જો તાવ આવે તો આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરુરી

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

ધોરણ 10 પછી ડિપ્લોમાઃ 13 જુલાઈથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

Amreli Live

પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કરી રહી હતી છોકરી, પિતાએ ત્યાં જઈને કહ્યું- ‘દીકરીને કોરોના છે’

Amreli Live

ક્રાઈમ પેટ્રોલની આ ટીવી એક્ટ્રેસે કરી આત્મહત્યા, લોકડાઉનમાં થઈ ડિપ્રેશનનો શિકાર

Amreli Live

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

રિલાયન્સનો શેર વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ

Amreli Live

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

75639 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે ઉલ્કાપિંડ, ધરતી પર કરી શકે છે મોટું નુકસાન

Amreli Live

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

ઘરની અંદર કોરોના વાયરસ કેટલો ઝડપથી ફેલાય છે?

Amreli Live