25.7 C
Amreli
21/09/2020
મસ્તીની મોજ

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

મહેન્દ્ર સિંહ ધોનીએ કરી લીધા હતા ગાંધર્વ વિવાહ, કોઈને તેની જાણ પણ થવા દીધી ન હતી, જાણો કેવી હતી તેમની લવ સ્ટોરી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઈંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ધોનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાહકોનો આભાર માનતા લખ્યું છે કે આજે સાંજે 7.29 વાગ્યે પછી મને નિવૃત્ત માનવામાં આવે. ધોનીની નિવૃત્તિના સમાચારથી તેના ચાહકો દુ:ખી છે.

ધોની આ પહેલા પણ ખૂબ જ ગુપ્ત રીતે પોતાના જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈને બધાને ચકિત કરતા રહ્યા છે. વનડે અને ટી 20 ની કેપ્ટનશિપ છોડી દેવી કે ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈને ધોનીએ ઘણા મોટા નિર્ણયોથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ધોનીનંત અંગત જીવન પણ તેમાંથી બાકાત નથી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 4 જુલાઈ 2010 ના રોજ સાક્ષી સિંહ રાવત સાથે ગુપ્ત રીતે લગ્ન કરીને તેના બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ધોની અને સાક્ષીએ દહેરાદૂનમાં લગ્ન કર્યા હતા.

ધોનીના લગ્નને 10 વર્ષ વીતી ગયા છે. ધોની ઘણી વાર તેની પુત્રી જીવા સાથે તસ્વીરો અને વીડિયો મુકતો રહે છે. ધોનીએ જયારે સાક્ષી સાથે લગ્ન કર્યા, ત્યારે કોઈએ તેની જાણ પણ થવા દીધી ન હતી.

ધોની હજી પણ પોતાના અંગત જીવન વિશે વધુ ખુલીને વાત નથી કરતો. બંનેએ લગ્ન પણ એકદમ ગુપ્ત રીતે કર્યાં હતા. ધોની અને સાક્ષીના લગ્નમાં થોડા પસંદગીના લોકો જ હાજર રહ્યા હતા.

સાક્ષી સાથે લગ્ન કર્યા પછી, માહીની કારકિર્દી પણ એક ઊંચાઈને સ્પર્શી ગઈ, જેના કારણે લોકોએ સાક્ષીને ધોનીની લેડી લક તરીકે પણ બોલાવતા રહે છે.

ધોની અને સાક્ષીને એક બીજા સાથે પ્રેમ ભલે મોટા થયા પછી થયો, પરંતુ તેમની વચ્ચે ઓળખાણ પહેલેથી જ હતી. ધોની અને સાક્ષીના પિતા રાંચીમાં એક જ કંપનીમાં કામ કરતા હતા. બંને પરિવારો વચ્ચે આવવા જવાનું રહેતું હતું. એટલું જ નહીં, બંને એક જ શાળામાં અભ્યાસ પણ કરતા હતા. પાછળથી સાક્ષીનું કુટુંબ દહેરાદૂનમાં સ્થળાંતર થઇ ગયું જ્યાં તેના દાદા પહેલાથી જ રહેતા હતા. ત્યાર પછી બંને ઘણા વર્ષો સુધી મળ્યા ન હતા તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ સંપર્ક પણ ન હતો.

પરંતુ નસીબને કંઈક અલગ જ મંજુર હતું. ઘણા વર્ષો પછી બંનેની મુલાકાત કોલકાતાની તાજ બંગાળ હોટેલમાં થઈ, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ રોકાઈ હતી. આ વાત નવેમ્બર-ડિસેમ્બર 2007 ની છે.

સાક્ષી આ હોટલમાં ઇન્ટર્ન હતી. બંનેની મુલાકાત સાક્ષીના મેનેજરે કરાવી. જે દિવસે બંનેની મુલાકાત થઇ, તે દિવસ સાક્ષીનો તે હોટલમાં અંતિમ દિવસ હતો. સાક્ષી ગયા પછી ધોનીએ મેનેજરને પાસે તેનો નંબર માંગ્યો અને તેને મેસેજ કર્યો. પહેલા સાક્ષીને લાગ્યું કે ધોની તેની સાથે મજાક કરી રહ્યો છે, પરંતુ પાછળથી તેમને ખબર પડી કે તે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. ત્યાર પછી, બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને લગભગ 2 મહિના પછી માર્ચ 2008 માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. તે વર્ષે સાક્ષી ધોનીની બર્થડે પાર્ટીમાં પણ ગઈ હતી.

3 જુલાઈ 2010 ના રોજ દહેરાદૂનની એક હોટલમાં બંનેએ સગાઈ કરી લીધી. ત્યાર પછી 4 જુલાઈ, 2010 ના રોજ બંનેએ દહેરાદૂન નજીક વિશ્રાંતિ રિસોર્ટમાં લગ્ન કરી લીધા. બંનેના લગ્નમાં ઘણા ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સ જોડાયા હતા. 6 ફેબ્રુઆરી 2015 ના રોજ બંને એક બાળકના માતાપિતા બન્યા. તેની પુત્રીનું નામ જીવા છે.

ધોની માત્ર એક સારા કેપ્ટન જ નહીં પરંતુ એક આદર્શ પતિ અને પિતાની પણ સફળ ભૂમિકા નિભાવી રહ્યો છે. સાક્ષી ઇન્સ્ટા ઉપર જે વિડિઓ શેર કરે છે. તેના ઉપરથી તે વાત સાબિત થાય છે.

પુત્રી જીવા સાથે ધોની ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. હવે જ્યારે ધોનીએ નિવૃત્તિ લીધી છે, ત્યારે કદાચ તે તેના કૌટુંબિક જીવનનો આનંદ માણી શકે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

Amreli Live

જાણો અલગ અલગ પ્રકારની ચા વિષે તેના ઔષધીય લાભ, જે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનની જેમ સાબિત થશે.

Amreli Live

લાકડાની સાઇકલ જોઈને તમે પણ તેને ખરીદવા માંગશો, જુઓ ફોટા

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

અધિક માસમાં 15 તિથિઓ શુભ, ખરીદી અને ધાર્મિક અનુષ્ઠાન કરવું ફળદાયક

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

સેક્સ લાઈફને બરબાદ કરી રહ્યો છે કોરોના વાયરસ, થઈ રહી છે આ ખરાબ અસર.

Amreli Live

26 ઓગસ્ટ રાધાષ્ટમી ઉપર કરો આ ઉપાય, આર્થિક સમસ્યાઓ થશે દૂર, થશે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ.

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પુછ્યું, દહેજમાં સસરા બંગલો આપે તો શું કરશો? ઉમેદવારે ફટાકથી આપ્યો આવો જવાબ

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

એક છોકરાને જોઈ એક મહિલા બોલી તેની માં મારી માંની એકમાત્ર દીકરી છે, બંનેનો શું સંબંધ?

Amreli Live

મળો રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવા વાળા સોમપુરા પરિવારને, 15 પીઢીઓ બનાવી ચુકી છે 131 મંદિર

Amreli Live

સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

આ મહિલાએ સવા લાખ રૂપિયામાં બનાવ્યું પોતાનું સપનાનું ઘર, હવે પીએમ મોદી પ્રશંસા કરશે.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

શ્રી કૃષ્ણના મહેલની જગ્યાએ બનાવ્યું દ્વારકાધીશ મંદિર, પુરાતાત્વિક શોધ અનુસાર લગભગ 2200 વર્ષ જૂનું છે આ

Amreli Live

આર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ રહી છે.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live