24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમારસૌરાષ્ટ્રમાં આજે ચોથા દિવસે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન બન્યા છે. ત્યારે આજે અમરેલીના ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.મુશળધાર વરસાદ વરસતા ધારીના સરસીયા ગામની પદ્માવતી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણી ગામમાં ઘૂસ્યા હતા.ધારીમાં ભારે વરસાદથી રામબાગ નદીમાં પૂર આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક ચેકડેમ પણ છલકાયા હતા. જસદણ પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ધારી પંથકમાં વરસાદ
ધારીના સરસીયા, અમૃતપુર સહિતના ગામોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગીર જંગલના સરસીયા વીડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલામાં વરસાદ
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘનઘોર વાદળો છવાયા હતા અને વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના જૂનાસાવર, શેઢાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદમાં આવી ગયા છે.

ઉનામાં ભારે પવન સાથે વરસાદ
ઉનામાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉનાના ઉમેજ ગામે ખેડૂતે ઢાંકેલ તલ, બાજરો પલળી ગયો હતો. ગીરગઢડા તાલુકાના પડા ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું.ભાવનગરના આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર તોફાની પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે.ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ભાલ પંથકમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. ગણેશગઢ અને મેવાસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદને કારણે વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.

ખાંભા પંથકમાં આજે બીજા દિવસે પણ ધોધમાર એક ઇંચ
ખાંભા તાલુકાને બીજા દિવસે પણ મેઘરાજાનું આગમન થયું છે. બીજા દિવસે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતો આજ સવારથી મગફળી, કપાસ વગેરેના બિયારણ માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા. મગફળી G-20ના 2000થી 2300 રૂપિયા ભાવ બોલાયા હતા. આ વર્ષે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થવાના એંધાણ છે. ખાંભાના ગીરકાંઠાના ધવાડિયા, ભાણીયા, સહિતના ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ગીરમાંથી આવતી નદીઓમાં નવા નીર વહેતા થયા છે. વાડીઓના વોંકળા-નાળામાં પણ પાણીના વહેણ ચાલુ થયા છે. ગ્રામ્ય પંથકમાં બીજા દિવસે પણ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

(જયદેવ વરૂ, અમરેલી/જયેશ ગોંધિયા, ઉના/ભરત વ્યાસ ભાવનગર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ધારીના સરસીયા ગામમાં મુશળધાર વરસાદ વરસતા નદીના પૂરના પાણી ગામમાં ઘૂસ્યા અને રામગઢ નદીમાં પૂર આવ્યું

Related posts

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

ચીનના જે શહેરથી સંક્રમણ શરૂ થયું ત્યાંની હોસ્પિટલોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા શૂન્ય થઇ

Amreli Live

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

આજે ગુજરાતમાં 56 કોરોના પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં, એક બાળકી અને મહિલાનું મોત

Amreli Live

અત્યારસુધી 34.17 લાખ સંક્રમિત: સ્પેનમાં 7 અઠવાડિયા બાદ શરતો સાથે લોકડાઉનમાં રાહત, ઓનલાઇન ચેરિટી કોન્સર્ટમાં કોહલી સામેલ થશે

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

24 કલાકમાં કોરોનાના 226 નવા કેસ અને 40 સાજા થયા, તમામ 19 મોત અમદાવાદમાં, મૃત્યુઆંક 181 અને કુલ દર્દી 3774

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live