ડેપ્યુટી કલેકટરે કડકડતી ઠંડીમાં મજૂરોની આ સમસ્યા દૂર કરવા માટે કર્યું આવું કામ. જયારે તમે કોઈ મોટા સરકારી હોદ્દા ઉપર હો છો, તો તમારું પહેલું કામ જનતાની સેવા કરવાનું હોય છે. જો તેને કોઈ સમસ્યા છે. તો તેનો વહેલામાં વહેલી તકે ઉકેલવી જોઈએ. તે વાત મધ્યપ્રદેશના બૈતુલની મહિલા ડેપ્યુટી કલેકટર નિશા બાંગરે સારી રીતે જાણે છે. તેમણે હાલમાં જ તેનું એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ તો નિશા બાંગરે ત્યારે લોકોના દિલ જીતી લીધા જયારે તે કડકડતી ઠંડીમાં મજૂરોની સમસ્યા દુર કરવા માટે તેની પાસે જઈને બેસી ગઈ.
મહિલા ડેપ્યુટી કલેકટર પોતાના 11 મહિનાના બાળકને ઘરે છોડીને આવી હતી. અહિયાં તેમણે તે મજૂરોના બાળકો સાથે બેસી તેને ચોકલેટ, બિસ્કીટ અને નમકીન વગેરે વહેચ્યું. આમ તો આ મજુર બૈતુલ જીલ્લાના વન વિભાગ માંથી તેની મજુરીના પૈસા ન મળવાને કારણે નિરાશ થઈને બૈતુલ કલેકટ્રેટ સામે ઘરણા આપવા આવ્યા હતા. તે જયારે આવ્યા હતા તો તેના ચહેરા ઉપર તનાવ અને ગુસ્સો હતો, પરંતુ જયારે ગયા તો મહિલા ડેપ્યુટી કલેકટરને કારણે હાસ્ય આવી ગયું.
આમ તો આ મજૂરોએ બૈતુલના વન વિભાગ માટે વૃક્ષારોપણનું કામ કર્યું હતું. આમ તો તેના બદલામાં વન વિભાગ દ્વારા સાલબર્ડી બીટના જંગલમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદવા માટે રાખવામાં આવ્યા હતા. આમ તો તેમણે આ મજૂરોના 1 લાખ 96 હજારની મજુરીની ચુકવણી નથી કરી. આ મજુર એ વાતથી નારાજ હતા.
મજૂરોની આપવીતી સાંભળવાની વાત ડેપ્યુટી કલેકટર નિશા બાંગરેએ વન વિભાગના અધિકારી સાથે વાત કરી. તેમણે એ નક્કી કર્યું કે બધા મજૂરોને આજ રાત્રે જ તેમની મજુરી મળી જાય. તેથી મોડી રાત્રે વન વિભાગની ટીમ કલેકટ્રેટ આવી અને બધા મજૂરોના બાકી નીકળતા ચૂકવી દીધા. તેનાથી મજૂરોના ઉદાસ ચહેરા ખીલી ઉઠ્યા.
જયારે ડેપ્યુટીએ વન વિભાગ સાથે ચુકવણી ન કરવાનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મજૂરોને એક વિશેષ સાઈઝના ખાડા ખોદવા માટે બોલાવવામાં આવ્યા હતા, આમ તો તેમણે ખોટી સાઈઝના ખાડા ખોદી નાખ્યા. બસ એ ટેકનીકને કારણે તેના પેમેન્ટમાં મોડું થઇ ગયું. જો દરેક જીલ્લામાં નિશા બાંગરે જેવી મહિલા ડેપ્યુટી કલેકટર આવી જાય તો સામાન્ય જનતાની દરેક સમસ્યા ચપટી વગાડતા જ હલ થઇ જાય. નિશા બાંગરેને અમારી દિલથી સલામ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com