33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

ચાણક્યની આ વાતોને ધ્યાનમાં રાખીને તમે પણ કરી શકશો ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન, આ વાતોને ક્યારેય ભૂલવી નહીં. ચાણક્ય એક યોગ્ય શિક્ષક હોવાની સાથે સાથે એક કુશળ અર્થશાસ્ત્રી પણ છે. તેમણે પોતાના અર્થશાસ્ત્રના માધ્યમથી લોકોને ધનનું મહત્વ જણાવ્યું અને તેના સંચય અને વ્યય વિષે મહત્વપૂર્ણ જાણકારી આપી. ચાણક્યનું માનવું હતું કે, વ્યક્તિએ ધનની બાબતમાં હંમેશા ગંભીર રહેવું જોઈએ. કારણ કે ભૌતિક યુગમાં ધનની વિશેષ ભૂમિકા હોય છે.

ચાણક્ય અનુસાર ઘનની દેવી લક્ષ્મીનો સ્વભાવ ઘણો ચંચળ છે. એટલા માટે ધનની બાબતમાં વ્યક્તિએ બેદરકારી નહિ રાખવી જોઈએ. ચાણક્ય નીતિ કહે છે કે, વ્યક્તિને ધન કમાવાની સાથે સાથે તેના યોગ્ય પ્રયોગની પણ જાણકારી હોવી જોઈએ. જો વ્યક્તિને ધનનો યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતું, તો ધનનું કોઈ મહત્વ નથી.

ઉપાર્જિતાનાં વિત્તાનાં ત્યાગ એવ હિ રક્ષણમ,

તડાગોદરસંસ્થાનાં પરીસ્રવ ઇવામ્ભસામ.

ચાણક્ય નીતિના આ શ્લોકના માધ્યમથી ચાણક્ય જણાવવા માંગે છે કે, પરિશ્રમથી ભેગા કરવામાં આવેલા ધનનો ઉપયોગ કરવો અને ખર્ચ કરવો જ ધનની રક્ષા સમાન છે. જે રીતે કોઈ તળાવ અથવા વાસણમાં ભરેલું પાણી ઉપયોગમાં ન લેવામાં આવે તો સડી જાય છે. એવું જ પૈસાનું છે, તેને વાપરો નહિ તો મૃત્યુ સમયે અહીં જ છોડી જવાનું છે.

ચાણક્ય અનુસાર વ્યક્તિએ ધનનો પ્રયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ઘન વ્યક્તિની જરૂરિયાતને પૂરી કરવાનું સાધન છે. ધનનો પ્રયોગ પોતાના અને બીજાના જીવનના સ્તરને સુધારવા માટે કરવો જોઈએ. ચાણક્ય અનુસાર ધનનો વધારે સંગ્રહ કરવો અયોગ્ય છે. વ્યક્તિએ એટલું જ ધન રાખવું જોઈએ જેટલી તેને જરૂર છે. વધારે ધન મુશ્કેલીનું કારણ બને છે. ઘનનો પ્રયોગ એક કળા છે, જો તે કળા નથી આવડતી તો ધનલાભ થવો નકામો છે. ધનનું રોકાણ પણ ધનનું રક્ષણ છે.

ધન આવવા પર અહંકારથી બચો : ચાણક્ય અનુસાર ઘનના આગમન સાથે ખોટી આદતો પણ આવે છે. એટલા માટે સાવચેત રહેવું જોઈએ. ઘન મળવા પર અહંકારથી બચવું જોઈએ. અહંકાર વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે. ધન મળવા પર વ્યક્તિએ વિનમ્ર થવું જોઈએ અને ભેગા કરેલા ધનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવો જોઈએ.

આપદર્થે ધનં રક્ષેદ્દારાન રક્ષેધ્યનૈરપિ,

આત્માનં સતતં રક્ષેદ્દારૈરપિ ધનૈરપિ.

ચાણક્ય નીતિના આ શ્લોકનો અર્થ છે કે, બુદ્ધિમાન વ્યક્તિ તેજ છે જે મુશ્કેલી અને ખરાબ સમય માટે ધનની બચત કરે છે. ચાણક્ય અનુસાર ધનની રક્ષા કરવી જોઈએ, જે ધનનું રક્ષણ કરે છે, સમય આવવા પર ધન તેમનું રક્ષણ કરે છે. સંકટ સમય ધન જ સૌથી મોટો મિત્ર છે. ચાણક્ય અનુસાર સંકટના સમયે ધન જ સાચા મિત્રની ભૂમિકા ભજવે છે. એટલા માટે ધનની બચત કરવી જોઈએ. ભોગ વિલાસ પર ધન ખર્ચ કરવું સારું નથી હોતું. જે લોકો ધનનું મહત્વ નથી સમજતા, સમય આવવા પર ધન પણ એવા લોકોને મહત્વ નથી આપતું.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

કસરત કર્યા વગર પેટની વધારાની ચરબી ઘટાડવા કરો આ સ્પેશીયલ ડ્રિંકનું સેવન, જાણો કઈ રીતે બનાવવું

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

જો તમારા વાહનના દસ્તાવેજની માન્યતા થઈ ગઈ છે, 31 ડિસેમ્બર સુધી નહિ થાય કાર્યવાહી, જાણો શું છે કારણ.

Amreli Live

લંડનમાં લાખોની નોકરી છોડી શરુ કરી ખેતી, આજે વર્ષે આટલા લાખથી પણ વધારે કમાય છે નેહા ભાટિયા

Amreli Live

વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠમાં કરવામાં જ તમારી સમસ્યાઓનો છુપાયેલ છે ઉકેલ, જાણો તેના લાભ

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ભારતીયો માટે સારા સમાચાર : સેમસંગ વિયેતનામમાંથી કારોબાર ઉંચકીને આવશે ભારત, મોટી સંખ્યામાં મળશે નોકરીઓ

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે તમને એક દિવસનો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરશો? કેન્ડિડેટનો જવાબ દિલ જીતી લેશે

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

આવું સાહસ ભગવાન બધાને આપે, 2 વર્ષની બાળકીના મૃત્યુ પછી માતા-પિતાએ કર્યું નેત્રદાન.

Amreli Live

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

આ 4 રાશિ વાળાઓ હોય છે નિર્ભય, નીડર થઈને કરે છે દરેક પરિસ્થિતિનો સામનો

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

7 રાશિઓ પાસે આવશે ઘણા બધા પૈસા, જાણો આ અઠવાડિયામાં શું લખ્યું છે તમારા નસીબમાં.

Amreli Live