22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

ધનતેરસ પર ભગવાન ધનવંતરીની પૂજા અને પૌરાણિક કથાનું મહત્વ.

જાણો કેમ કરવામાં આવે છે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા, સાથે જ પૌરાણિક કથા પણ જાણો. પાંચ દિવસ સુધી ચાલતા પર્વને મહાપર્વ દિવાળીની શરુઆત ધનતેરસથી થાય છે. આ પાંચ દિવસનું પર્વની પુર્ણાહુતી ભાઈ બીજના દિવસે થાય છે. ધનતેરસને ધન ત્ર્યોદશી પણ કહે છે. ધનતેરસનો તહેવાર હિંદુ પંચાંગ મુજબ કારતક માસની તેરસ તિથીના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બરના દિવસે શુક્રવારના રોજ મનાવવામાં આવશે.

શાસ્ત્રો મુજબ જે પ્રકારે દેવી લક્ષ્મી સાગર મંથનથી ઉત્પન થઇ હતી, તે રીતે માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી પણ અમૃત કળશ સાથે સાગર મંથન માંથી ઉત્પન થાય હતા. દેવી લક્ષ્મી આમ તો ધનની દેવી છે, પરંતુ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પણ જોઈએ. એ કારણ છે કે દિવાળીના બે દિવસ પહેલાથી જ એટલે ધનતેરસ થી જ દીવા ઝગમગવા લાગે છે.

ધનતેરસ ઉપર દેવતાઓના વૈદય ધનવંતરીની પૂજાનું મહત્વ : કારતક વદ પખવાડિયાની તેરસ તિથીના દિવસે જ ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો, એટલા માટે આ તિથીને ભગવાન ધનવંતરીના નામ ઉપર ધનતેરસ કહે છે. માન્યતા મુજબ ધનવંતરી જયારે પ્રગટ થયા હતા તો તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો.

ભગવાન ધનવંતરી આમ તો કળશ લઈને પ્રગટ થયા હતા, એટલા માટે જ તે પ્રસંગ ઉપર વાસણ ખરીદવાની પરંપરા છે. ભગવાન ધનવંતરી દેવતાઓના વૈદય છે અને સારવારના દેવતા માનવામાં આવે છે એટલા માટે સારવાર માટે ધનતેરસનો દિવસ ઘણો જ મહત્વનો હોય છે. આજે પણ ઘણા ડોક્ટર પોતાની હોસ્પિટલનું નામ ધનવંતરી સારવાર કેન્દ્ર રાખે છે. તેથી તમે પણ ધનતેરસના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ધનવંતરીની પૂજા કરો અને તેમની પાસે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે પ્રાર્થના કરો.

ધનતેરસ ઉપર થાય છે ખુલ્લા મનથી ખરીદી : એવું માનવામાં આવે છે કે આ દિવસે વસ્તુ ખરીદવાથી તેમાં 13 ગણો વધારો થાય છે. ધનતેરસના દિવસે ચાંદી ખરીદવાનો પણ પ્રથા છે. તેની પાછળ એ કારણ માનવામાં આવે છે કે તે ચંદ્રમાંનું પ્રતિક છે. જે શીતળતા પ્રદાન કરે છે અને મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે. સંતોષને સૌથી મોટું ધન કહેવામાં આવે છે. લોકો આ દિવસે જ દિવાળીની રાત લક્ષ્મી ગણેશની પૂજા માટે મૂર્તિ ખરીદે છે. આમ તો લોકો સોનું ખરીદવાનું પણ પસંદ કરે છે પરંતુ સોનાને લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે. એટલે આ દિવસે જ્યોતિષ નિષ્ણાત સોનાને બદલે ચાંદી કે પિત્તળના વાસણ ખરીદવાનું વધુ શુભ સમજે છે.

ધનતેરસની પૌરાણીક કથા : પૌરાણીક કાળમાં એક રાજા હેમ હતા. દેવ કૃપાથી તેને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ. જ્યોતિષીઓએ બાળકની કુંડળી જોઈ રાજાને જણાવ્યું કે જે દિવસે આ બાળકના લગ્ન થશે. તેના બરોબર ચાર દિવસ પછી તે મૃત્યુ પામશે. રાજાએ એ જાણીને રાજકુમારને દેવયોગમાં એવા સ્થાન ઉપર મોકલો દીધા, જ્યાં કોઈ સ્ત્રીનો પડછાયો પણ ન પડે.

દેવયોગ માંથી એક દિવસ એક રાજકુમારી ત્યાંથી પસાર થઇ અને બંને એક બીજાને જોઈને મોહિત થઇ ગયા અને તેમણે લગ્ન કરી લીધા. લગ્નના ચાર દિવસ પછી યમ દૂત તેનો જીવ લેવા આવી પહોચ્યા. જયારે યમદૂત રાજકુમારનો જીવ લેવા જઈ રહ્યા હતા, તો નવ પરણિત પત્નીનો વિલાપ સાંભળીને દૂતોનું મન પીગળી ગયું અને તેમણે યમરાજ પાસે કોઈ એવો ઉપાય પૂછ્યો જેનાથી તે અકાળ મૃત્યુથી બચી જાય.

દૂતને આ રીતે વિનંતી કરવાથી યમદેવતાએ કહ્યું, અકાળ મૃત્યુ તો કર્મની ગતિ છે. તેમાંથી મુક્તિની એક સરળ રીત હું તને જણાવું છું. જે સાંભળો કારતક વદ પખવાડિયાની રાત્રે જે પ્રાણી મારા નામથી પૂજા કરી દીપમાળા દક્ષીણ દિશાતરફ ભેંટ કરે છે, તેને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. એ કારણ છે કે લોકો આ દિવસે ઘરની દક્ષીણ દિશા તરફ દીવા પ્રગટાવી રાખે છે.

તે ઉપરાંત સાંજના સમયે એક દીવો તેલથી ભરીને પ્રજ્વલિત કરો અને ગંધાદીથી પૂજા કરીને આપણા મકાનના દ્વાર ઉપર અન્નની ઢગલી ઉપર રાખો. યાદ રાખશો કે આ દીવો રાત્રે પણ ઓલાવો ન જોઈએ. એમ કરવાથી આખું વર્ષ આનંદમય જ રહે છે.

રાશીઓ માટે ખરીદી માટે મુખ્ય બાબતો : નીચે જણાવેલી માહિતી ઉપરથી કોઈ પણ વ્યક્તિ એ જાણી શકે છે કે તેને ધનતેરસના દિવસે કઈ વસ્તુ ક્યાં સમયે ખરીદવી જોઈએ.

મેષ, વૃશ્ચિક : લાલ અને પીળા રંગની ધાતુ તાંબુ અને પિત્તળ

મિથુન, કન્યા : લીલા રંગની વસ્તુઓ, પિત્તળ

કર્ક રાશી : ચાંદી, સફેદ રંગની વસ્તુઓ, કાંસુ

સિંહ : સોનેરી રંગની વસ્તુ જેવી કે પિત્તળના વાસણ

તુલા અને વૃષભ : હીરા, સફેદ રંગની વસ્તુઓ, કાંસાના વાસણ

મકર અને કુંભ : વાહન, સ્ટીલના વાસણ

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અક્ષરધામ મંદિર 200 દિવસ સુધી બંધ રહ્યા પછી હવે શ્રદ્ધાળુઓ માટે ખુલ્યું જાણો બધી વિગત

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

શું તમે જાણો છો ઘરે ઘી બનાવવાની સૌથી સહેલી રીત.

Amreli Live

જલ્દી ફેન્સની સામે આવશે વરુણ-સારાની મુવી ફૂલી નંબર 1, રિલીઝ પહેલા જ ઉઠી બોયકોટની માંગણી

Amreli Live

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા છે, તો ચાણક્યની આ વાતો જરૂર જાણી લો.

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિના લોકોને નોકરીમાં મળશે સારા અવસર, વાંચો રાશિફળ.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આ 6 રાશિના ખુલી જશે નસીબ, મળશે અપાર સફળતાઓ.

Amreli Live

જાણો કોચિંગ અને પુસ્તકો વગર યૂટ્યૂબ દ્વારા ભણીને કેવી રીતે આ છોકરી બની IAS ઓફિસર

Amreli Live

જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

Amreli Live

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

પત્નીના હાથમાં છાલા જોઈને ભાવુક થઇ ગયા શંકર લુહાર, દેશી જુગાડ થી બનાવી દીધું આ હૈમર મશીન

Amreli Live

ખાલી પીલીનું ટેલર રિલીઝ થતા જ મળી 1 લાખથી વધારે ડિસલાઇક, બહિષ્કાર કરવાની પણ માંગણી.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

કુંડળીમાં રહેલા નીચ ગ્રહોનો તમારા કરિયર પર કેવો પ્રભાવ પડે છે? જાણો તલસ્પર્શી અચૂક માહિતી.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live