31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

ધનતેરસના દિવસે પ્રગટાવવામાં આવે છે યમરાજ માટે દીવો, વાંચો તેની સાથે જોડાયેલ કથા.

જાણો કેમ ધનતેરસના દિવસે યમરાજના નામે પ્રગટાવવામાં આવે છે દીવો, વાંચો પૌરાણિક કથા. કારતક માસના વદ પખવાડિયાની તેરસ તિથીના રોજ ધનતેરસ કે ધનત્રયોદશીનું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 13 નવેમ્બરના રોજ ધનતેરસનુ પર્વ આવી રહ્યું છે. ધનતેરસના દિવસે વાસણ, સોના, ચાંદી અને બીજી વસ્તુ ખરીદવાની પ્રથા છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે વાસણ, સોનું કે ચાંદી માંથી બનેલી વસ્તુ ખરીદવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે. તે ઉપરાંત ધનતેરસને ધનવંતરી અને કુબેરની પૂજા પણ કરવામાં આવે છે.

ધનતેરસ 2020 પૂજા મુહુર્ત : આ વર્ષે કારતક માસના વદ પખવાડિયાની તેરસ તિથી 12 નવેમ્બરની રાત્રે 9 વાગીને 30 મિનીટથી શરુ થઇ જશે. જે આવતા દિવસે 12 નવેમ્બરના દિવસે સાંજે 5 વાગીને 59 મિનીટ સુધી રહેશે. આ વર્ષે ધનતેરસની પૂજા કરવા માટે શુભ મુહુર્ત માત્ર 30 મિનીટના જ છે. જે સાંજે 5 વાગીને 28 મિનીટથી સાંજે 5 વાગીને 59 મિનીટના છે. એટલા માટે તમે આ સમય દરમિયાન પૂજા જરૂર કરો અને બની શકે તો તે દરમિયાન જ કોઈ વસ્તુ ખરીદીને તમારા ઘરે લાવો.

આવી રીતે કરો પૂજા : ધનતેરસના રોજ દેવતાઓને વૈદ્ય કે આરોગ્યના દેવતા ધનવંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ધનવંતરીને ભગવાન વિષ્ણુના રૂપમાં માનવા આઅવે છે. તેના હાથમાં અમૃત કળશ હોય છે, જે પિત્તળની ધાતુનું બનેલું હોય છે. ખાસ કરીને પિત્તળની ધાતુ તેને ઘણી પસંદ છે. એટલા માટે ઘણા ધનતેરસના રોજ પિત્તળના વાસણ પણ ખરીદે છે. માન્યતા છે કે ધનવંતરીની પૂજા કરવાથી રોગોથી રક્ષણ થાય છે. કુબેરજીની પૂજા કરવાથી ધન લાભ થાય છે.

દેવતા ધનવંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવા માટે તમે તેનો ફોટો કે મૂર્તિ મંદિરમાં રાખી દો. પછી તેને પાંચ દીવડા પ્રગટાવી દો. તમે જે વસ્તુ આ દિવસે ખરીદો છો, તે તેની પાસે રાખો અને તેની સાથે જોડાયેલા મંત્રોના જાપ કરો. પૂજા કરતી વખતે તમે તેને મીઠાઈનો ભોગ પણ ચડાવો. આ પૂજા પૂરી થઇ ગયા પછી મીઠાઈને પ્રસાદ તરીકે વહેચી દો.

કરો યમ દીપમ : આ દિવસે યમ માટે દીવો પણ પ્રગટાવવામાં આવે છે. એટલા માટે ધનતેરસના દિવસે સંધ્યાના સમયે ઘરની બહાર એક દીવો પ્રગટાવો અને આ દીવો યમરાજને અર્પણ કરો. માન્યતા છે કે આ દિવસે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી કુટુંબના સભ્યોને અકાળે અવસાન સામે રક્ષણ મળે છે.

યમ દીપમ પ્રગટાવવા સાથે એક કથા જોડાયેલી છે જે આ મુજબ છે. હંસરાજ નામના એક પ્રતાપી રાજા હતા. જેના એક મિત્ર હતા જેનું નામ હેમરાજ હતું. એક દિવસ હેમરાજને ત્યાં પુત્ર થયો અને તેમણે પુત્ર થવાથી એક વિશાળ પૂજા રાખી. જેમાં હંસરાજને પણ બોલાવ્યા. આ પૂજા દરમિયાન જ એક દેવી પ્રગટ થઇ અને તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું કે તમારા પુત્રનું મૃત્યુ તેના લગ્નના ચોથા દિવસે જ થઇ જશે. આ ભવિષ્યવાણી સાંભળીને હેમરાજ દુઃખી થઇ ગયા.

પોતાના મિત્રને દુઃખમાં જોઈ હંસરાજે જણાવ્યું કે મિત્ર તું દુઃખી ન થઈશ. તારા દીકરાનું રક્ષણ હું કરીશ. હંસરાજે યમુના કાંઠે એક ભૂમિગત કિલ્લો બનાવરાવ્યો અને તેની અંદર રાજકુમારને રાખ્યો. ધીમે ધીમે રાજકુમાર યુવાન થયો અને તેના લગ્નની ઉંમર થઇ ગઈ. રાજકુમાર માટે એક અતિ સુંદર છોકરી શોધવામાં આવી. જેની સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. લગ્નના બરોબર ચોથા દિવસે યમ રાજકુમારનો જીવ લેવા માટે યમરાજ રાજમહેલ આવ્યા. પરંતુ રાજકુમારીએ રાજકુમારના રૂમને સોના અને ચાંદીથી શણગારી દીધો હતો અને રૂમની બહાર ઘણા બધા દીવા પ્રગટાવી દીધા હતા. આ દીવાની ચમક જોઈને યમરાજ રૂમની અંદર પ્રવેશ ન કરી શક્ય અને આ રીતે રાજકુમારનો જીવ બચી ગયો. ત્યારથી ધનતેરસના દિવસે ઘરની બહાર દીવા પ્રગટાવવાની પ્રથા શરુ થઇ ગઈ.

એટલા માટે આ પર્વના દિવસે વસ્તુઓ ખરીદવા ઉપરાંત સાંજના સમયે પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા ઉપર યમરાજ માટે દીવો પ્રગટાવવામાં આવે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

જીયાની માતા કે જેમની દીકરીએ પણ આત્મહત્યા કરી હતી એમણે જે કહ્યું, અપરાધિઓની પેન્ટ થઈ ગઈ ભીની.

Amreli Live

મકર રાશિ સહીત આ 5 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ સાબિત થશે સારો, વાંચો રાશિફળ.

Amreli Live

રાશિ અનુસાર કરો શનિ પૂજા, મેળવો દરેક કષ્ટોથી છુટકારો.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

કોઈ દિવસ ધરતી જો ઊંધું ફરવાનું શરુ કરી દે તો શું થયા? IAS ઇન્ટરવ્યૂના આ સવાલ લાવી દેશે ભૂકંપ…

Amreli Live

કંગના રનૌત પર લાગી ચુક્યા છે જાદુ-ટોટકાના આરોપ, આ છે એક્ટ્રેસ સાથે જોડાયેલા વિવાદ.

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

ભારતીયો માટે સારા સમાચાર : સેમસંગ વિયેતનામમાંથી કારોબાર ઉંચકીને આવશે ભારત, મોટી સંખ્યામાં મળશે નોકરીઓ

Amreli Live

ફિલિપાઇન્સના 39 બાળકોના લીવર માટે સોનુ સુદે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે વાહ વાહ.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

સની દેઓલની સગી બહેન મીડિયાની લાઇમલાઇટથી છે દુર, જીવે છે અનામિક જીવન

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

શનિદેવ રહેશે આ રાશિઓ પર મહેરબાન ધન લાભના યોગ છે, વાંચો રાશિફળ.

Amreli Live

શ્રી હરિની કૃપાથી આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, મહેનત થશે સફળ, મળશે મોટી સિદ્ધિઓ

Amreli Live

48 દિવસ માટે મંગળ ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ, 4 રાશિઓના ચમકશે નસીબના તારા.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

ટ્રોલર્સે માહી વિજને જણાવ્યું : ‘તમે ફક્ત દીકરી તારાને જ પ્રેમ કરો છો’ તો એક્ટ્રેસે આપ્યો આવો જોરદાર જવાબ

Amreli Live