29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છેદેશમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ અને તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું. જુદા-જુદા રાજ્યોની સરકારે આ મામલે એક્શન લેવાની શરૂઆત કરી દીધી હતી. શાળા, કોલેજ, ફરવાલાયક જગ્યાઓ, રેસ્ટોરાં, બાર વગેરે બંધ કરી દીધા હતા. 15 માર્ચ પછી અલગ-અલગ રાજ્યોના મંદિર-મસ્જિદમાં પણ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જો કે, કેટલાક મંદિરોમાં પૂજા અને મસ્જિદોમાં ઇબાદત માટે મોટી સંખ્યામાં લોકો આવતા હતા. 22મી માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન થયું અને પછી એક પછી એક એમ ઘણાં શહેરો લોકડાઉન થયા. 2 દિવસ પછી એટલે કે 25મી માર્ચે સંપૂર્ણ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. એવામાં ધર્મસ્થળોના દરવાજા તો બંધ થઈ ગયા પણ આવી જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા. કેટલીક જગ્યાએથી તો પ્રશાનની મદદથી લોકોને તેમના શહેર સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલીક જગ્યાઓ પર મોટી સંખ્યામાં લોકો હજુ ફસાયેલા છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરોની આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમે કાશીથી માંડી અજમેર સુધી અને વૈષ્ણોદેવીથી તિરુપતિ સુધી દેશના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો પર હાલ કેવો માહોલ છે તે જાણી શકશો…

દ્વારકાથી જિગ્નેશ કોટેચા…

દ્વારકાધીશ મંદિરને બંધ કરવામાં આવ્યું

22 બસથી 1700 લોકોને તેમના શહેર સુધી મોકલ્યા

જ્યાં હંમેશા ‘જય દ્વારકાધીશ’નો સ્વર ગૂંજતો રહે છે, ત્યાં અત્યારે માત્ર પક્ષીઓનો કલરવ જ સંભળાય છે. અહીં તમામ મંદિરો બંધ છે. સવાર-સાંજ પૂજારી જ આવે છે અને પૂજા કરી જતા રહે છે. બિહારના 100, કોલકાતાના 28 યાત્રિકો અહીંના સનાતન સેવા મંડળ આશ્રમમાં રોકાયેલા છે. જ્યારે 1700 લોકોને લોકડાઉન પછી દ્વારકા પ્રશાનને 22 બસો મારફતે તેમના શહેર સુધી પહોંચાડ્યા હતા. અહીં 100 જેટલી હોટેલ્સને ખાલી કરાવ્યા પછી સ્વાસ્થ્ય વિભાગે તમામ હોટેલ્સને સેનેટાઇઝ કરાવી હતી.

અજમેરથી વિષ્ણુ શર્મા…

દરગાહ શરીફના 11 દરવાજાઓમાંથી માત્ર 2 જ ખુલ્લા છે. રોજની રસ્મ અદાયગી માટે કેટલાક લોકોને પાસ આપવામાં આવ્યા છે.

ખ્વાજા શરીફની દરગાહ પર ચાદર ચઢાવવા આવેલા સાડા 3 હજાર જાયરીન હજુ ફસાયેલા છે

કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ પછી 20મી માર્ચે જુમ્માની નમાઝ પછી દરગાહ શરીફને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જ્યાં રોજના વિશેષ રીતરિવાજ નિભાવવા માટે વિશેષ પાસ આપવામાં આવે છે. દરગાહમાં તો વધારે લોકો દેખાતા નથી, પણ અહીં આસપાસ આવેલી હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં અંદાજે 3500 જેટલા લોકો ફસાયેલા છે. જનતા કર્ફ્યૂ (22 માર્ચ) પછી અહીંથી લોકો નીકળી શક્યા નથી.

વારાણસીથી અમિત મુખર્જી…

18 માર્ચથી કાશીના દશાશ્વમેઘ ઘાટ પર એક જ વ્યક્તિ ગંગા આરતી કરતો જોવા મળે છે

કાશી વિશ્વનાથ મંદિર 20મી માર્ચથી બંધ, ઘાટ પર માત્ર એક-એક વ્યક્તિ ગંગા આરતી કરે છે

બનારસના દશાશ્વમેઘ ઘાટ પર 30 વર્ષથી થઈ રહેલી ગંગા આરતી હાલ પૂરતી માત્ર સાંકેતિક રૂપે જ કરવામાં આવે છે. આ આરતીમાં સાત પંડિત અથવા અર્ચક હોય છે. ત્યાં હવે માત્ર એક જ વ્યક્તિ જોવા મળે છે. કોઇ સંગીત કે ભજન વગર જ આરતી થાય છે. આ પ્રકારનું દૃશ્ય અત્યારે અસ્સી ઘાટ પર સવારની આરતીમાં જોવા મળ્યું હતું.

ઉજૈનથી રાજીવ તિવારી…

મંદિરોની નગરી ઉજૈનમાં દરરોજ 20 હજાર લોકો મહાકાલ સહિતના મંદિરોના દર્શાનાર્થે આવે છે. 20મી માર્ચથી અહીંના તમામ મંદિરો બંધ છે

23 માર્ચે તમામ યાત્રાળુઓને જિલ્લાની સીમાની બહાર મોકલવાનું શરૂ કર્યું હતું
બાર જ્યોતિર્લિંગમાંથી એક મહાકાલની સાથે ઉજૈનમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે. સામાન્ય રીતે અહીંયા હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં લોકોની ભીડ જોવા મળે છે, પરંતુ લોકડાઉનને કારણે અહીં બધું ખાલી થઈ ગયું છે. જનતા કર્ફ્યૂ-22 માર્ચના બે દિવસ પહેલા તંત્રએ મહાકાલ, હરસિદ્ધિ, કાળભૈરવ, મંગલનાથ સહિત શહેરના તમામ મંદિરો સીલ કર્યાં હતા અને પછી 22મી માર્ચની રાતથી જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. 23મી માર્ચે તમામ શ્રદ્ધાળુઓને જિલ્લાની બહાર મોકલવાની શરૂઆત કરી દીધી હતી. 300 જેટલા શ્રદ્ધાળુ હતા, જેમને વાહન ન મળ્યાં તો તંત્રએ વાહનની વ્યવસ્થા કરી તેમના શહેર-ગામ મોકલી આપ્યાં હતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દ્વારકાધશ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે

Related posts

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડી

Amreli Live

મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિત મળ્યા

Amreli Live