25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

દેશ ‘અનલોક’ થશે પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધારે સમય થઈ ગયો છે. હવે સરકારે તબક્કાવાર તેમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. 8 જૂનથી ધાર્મિક સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત તબક્કાવાર થિયેટર, જીમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જોકે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે લોકો આ ચેપને ફેલાતો રોકવા માટે અને પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરે. આવો આપણે જાણીએ કે 10 નિયમ કયા છે જેનું પાલન કરવું જરૂરી હશે.

1) ફેસ કવર
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જાહેર સ્થળો, કાર્ય સ્થળો અને મુસાફરી દરમિયાન તમામ લોકોએ ફેસ કવર કરવું જરૂરી હશે. વડાપ્રધાન મોદીએ પણ પહેલા કહ્યું હતું કે લોકો ઘરમાં બનાવવામાં આવેલા માસ્ક કે ગમછાનો ઉપયોગ કરે.

2) સોશિયલ ડિસ્ટન્સિંગ
લોકોએ એકબીજા વચ્ચે 6 ફૂટનું અંતર જાળવવું પડશે. દુકાનોમાં એક સાથે પાંચ ગ્રાહકોથી વધારે ગ્રાહકોને એકઠા થવાની મંજૂરી નહીં હોય.

3) લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જારી રાખ્યો છે. જાહેર કાર્યક્રમો અને મેળાવડા કરી શકાશે નહીં. લગ્નમાં 50 મહેમાનોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે અંતિમ ક્રિયામાં 20 લોકોથી વધુ સામેલ થઈ શકશે નહીં.

4) જાહેર સ્થળોએ થૂંકવા પર દંડ
કેન્દ્રએ ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળો પર થૂંકશે તો રાજ્ય સરકારના નિયમો પ્રમાણે તેના પર દંડ ફટકારવામાં આવશે.

5) દારૂ, પાન-મસાલા અંગે
દારૂ, પાન, મસાલા, ગુટખા અને તમાકુ જેવા પદાર્થોનું જાહેર સ્થળોએ સેવન કરવું પ્રતિબંધિત રહેશે.

6) વર્ક ફ્રોમ હોમ
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જેટલું બની શકે તેટલું કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવે અને હાલમાં ઓફિસોમાં વધારે લોકો એકઠા ન થાય.

7) રોટેશન સિસ્ટમ
કાર્યાલયો, દુકાનો, બજારો અને અન્ય સ્થળોએ રોટેશન સિસ્ટમ લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

8) સ્ક્રીનિંગ અને હાઈજિન
કોઈ પણ કોમન એરિયામાં એન્ટ્રી પહેલા થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડવોશ કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે.

9) સેનિટાઈઝેશન
જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યાં નિયમિત રીતે સેનિટાઈઝેશન કરવાના આદેશ આપ્યા છે. ડોર હેન્ડલને પણ સેનિટાઈઝ કરવું પડશે. શિફ્ટની વચ્ચે સેનિટાઈઝેશનનું કામ કરવામાં આવશે.

10) સોશિયલ ડિસ્ટન્સિંગ
કાર્યસ્થળોએ અંદરો અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું અને શિફ્ટની વચ્ચે ગેપ રાખવાના આદેશ આપ્યા છે. શિફ્ટ અને લંચ બ્રેક વચ્ચે પણ સમય હોવો જોઈએ.


Source: iamgujarat.com

Related posts

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

શું ફોર વ્હીલ ચાલકે માસ્ક પહેરવું ફરજિયાત છે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

કોરોના: સાજા થયા પછી પણ દર્દીઓમાં અશક્તિની ફરિયાદ, ડૉક્ટરોના મતે આ વાતનું ધ્યાન રાખવું

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

22 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રતન ટાટાએ શું લખી લીધું કે થઈ રહ્યું છે વાયરલ

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

ટૂંક સમયમાં જ આવશે CNG ઈનોવા, જાણો કિંમત અને ક્યારે થશે લોન્ચ

Amreli Live

સૌરાષ્ટ્રમાં આજે પણ અતિભારે વરસાદ, ખાંભલિયામાં 6 કલાકમાં 6 ઈંચથી વધુ ખાબક્યો

Amreli Live

ખરીદો ટાટાની કાર, 6 મહિના સુધી EMIથી મુક્તિ

Amreli Live

સુરતમાં વકર્યો કોરોના: રત્નકલાકારો લક્ષણો છૂપાવવા માટે દવા ગળીને આવે છે કામ પર!

Amreli Live

10 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મંદિરમાં જ ફર્યા ત્રણેય રથ, જય રણછોડના નારાથી ગૂંજ્યું જગન્નાથ મંદિર

Amreli Live

બનાસકાંઠાઃ ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર, વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવા મજબૂર

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

115 દિવસ પછી શરૂ થયું ‘તારક મહેતા’…નું શૂટિંગ, સેટ પર જોવા મળ્યો આવો માહોલ

Amreli Live

પોરબંદરમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Amreli Live

આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક હોવા છતાં ઓર્ડર ન મળતા મૂર્તિકારો બેકાર બેઠા છે

Amreli Live