30.8 C
Amreli
09/08/2020
bhaskar-news

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 ને પાર થઈ ગઈ છે. સંક્રમણથી જીવ ગુમાવનાર દર્દીની સંખ્યા 17 હજાર 410 થઈ છે. સંક્રમણના કેસ 26 જૂનના રોજ 5 લાખને પાર થયા હતા, એટલે કે ફક્ત 5 દિવસમાં જ નવા એક લાખ કેસ આવ્યા છે.દેશમાં એક લાખ કેસ વધવાની આ સૌથી વધારે ઝડપ છે. આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. મંગળવારે 18 હજાર 256 કેસ સામે આવ્યા હતા. સાથે જ 12 હજાર 565 લોકો સાજા થયા છે. આ દરમિયાન 506 લોકોના સંક્રમણથી મોત થયા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં બેડની અછત નથી. અમારી પાસે 15 હજાર બેડ છે. તો આ તરફ મુંબઈમાં કોરોના સંક્રમણના કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘણા ગણેશ મંડળે ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. લાલબાગના રાજા ગણેશોત્સવ મંડળે નક્કી કર્યું છે કે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. પંડાલમાં 11 દિવસ બ્લડ અને પ્લાઝ્મા ડોનેશન કેમ્પ લગાડવામાં આવશે. આ વર્ષે ગણેશ ઉત્સવ 22 ઓગસ્ટે શરૂ થશે

અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 18 હજાર 653 કેસ સામે આવ્યા હતા. સાથે જ 507 લોકોના મોત થયા હતા. ત્યારબાદ દેશમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 5 લાખ 85 હજાર 493 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 20 હજાર 114 સક્રિય કેસ છે. સાથે 3 લાખ 47 હજાર 979 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 17 હજાર 400 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે, 30 જૂને દેશમાં 2 લાખ 17 હજાર 931 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી 88 લાખ 26 હજાર 585 સેમ્પલની તપાસ કરાઈ છે.
  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે,એક ભાજપ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ESI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાતે લગભગ 11.30 વાગ્યે આરોગ્ય સેતુ એપમાં ટેકનીકલ ખામી જોવા મળી હતી. એપ તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં હતી જેમાં કહ્યું હતું કે, ઘણા યુઝર્સને લોગઈનમાં મુશ્કેલી આવી રહી છે. જો કે, રાતે 12.10 વાગ્યે એપ ફરી ચાલુ થઈ હતી.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં મંગળવારે 223 પોઝિટિવ દર્દી મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 13,593 થઈ ગઈ છે. સૌથી વધારે મુરૈનામાં 59, ઈન્દોરમાં 45, ભોપાલમાં 25 સંક્રમિત મળી આવ્યા છે. 18 સંક્રમિતોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં મંગળવારે 4,878 સંક્રમિત મળી આવ્યા હતા. અહીંયા અત્યાર સુધી 1 લાખ 74 હજાર 761 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. જેમાં 7,855 લોકોના મોત થયા છે. મંગળવારે સૌથી વધુ થાણેમાં 1,628 અને પૂણેમાં 1,024 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.મુંબઈમાં 893 સંક્રમિત વધ્યા છે

ઉત્તરપ્રદેશઃ અહીંયા મંગળવારે 664 નવા દર્દી સામે આવ્યા અને 25 લોકોના મોત થયા હતા. સૌથી વધુ 125 સંક્રમિત ગાઝિયાબાદથી મળ્યા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડામાં)96, લખનઉમાં 29 અને કાનપુરમાં 18 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 23, 492 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં મંગળવારે 348 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 18,008 થઈ ગઈ છે. સૌથી વધુ 58 ભારતપુર અને 55 સંક્રમિત જોધપુરમાં મળ્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેના પ્રમાણે, શાળા અને કોલેજ 31 જૂલાઈ સુધી બંધ રહેશે.

બિહારઃ રાજ્યમાં બુધવારે 88 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 10 હજાર 76 થઈ ગઈ છે. આરામાં એક ડીએસપી અને એક જવાન સહિત ત્રણ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

રાજ્યમાં મંગળવારે 370 કેસ આવ્યા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 9,988 થઈ ગઈ છે. એક દિવસમાં 5 લોકોના મોત પણ થયા છે. આ પહેલા સોમવારે સાંજે એક લગ્નમાં જોડાયેલા 108 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. લગ્નમાં સામેલ 375 લોકોનું સેમ્પલ લેવાયા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


CoronaVirus In India Live News And Updates Of 1sth Julay


CoronaVirus In India Live News And Updates Of 1sth Julay


આ ફોટો કોલકાતાનો છે. રાજ્ય સરકારે અહીંયા ટેસ્ટીંગ વધારી દીધું છે. લોકોના ઘરે જઈને સેમ્પલ લેવાઈ રહ્યા છે. પશ્વિમ બંગાળમાં દરરોજ 9 હજારથી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે.


મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન લાલબાગ ચા રાજાના દર્શન માટે ભીડ હોય છે. આ ગણેશ મંડળ છેલ્લા 86 વર્ષથી ગણેશની પ્રતિમાનું સ્પાથન કરતા આવે થે. પરંતુ આ વખતે કોરોનાના કારમે ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરવામાં આવ( ફાઈલ તસવીર)


આ તસવીર પૂર્વ દિલ્હીના ગીતા કોલોનીના શેરીના ક્લીનીકની છે. અહીંયા મંગળવારે સેરોલોજિકલ સર્વે હેઠળ લોકો પાસેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે

Related posts

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં

Amreli Live

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

Amreli Live

દેશમાં પહેલી વખત રાજ્યો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનો 57 દિવસ બંધ રહેશે, રાજ્યો વચ્ચે રોડ દ્વારા પણ નહીં જઇ શકાય

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live