25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 15,000ને પાર, 17,835 નવા પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ગુરુવારે વધુ 402 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થતા ભારતમાં કુલ મૃત્યુઆંક 15,000ને પાર થઈ ગયો છે. ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 15,300 પર પહોંચ્યો છે. દેશમાં સૌથી પહેલું કોરોનાના કારણે 10 માર્ચના રોજ મૃત્યુ નોંધાયું હતું અને તેના 81 દિવસ પછી 5000ના મોત થયા હતા, અને તેના માત્ર 17 દિવસ પછી આંકડો 10,000 પર પહોંચ્યો હતો. જોકે, તેના કરતા પણ ઓછા તે પછી માત્ર 9 દિવસમાં કુલ મૃત્યુઆંક 15,000ને પાર થઈ ગયો છે. કુલ 9,896 લોકોના કોરોનાથી થયેલા મૃત્યુ આ મહિનામાં નોંધાયા છે.

કુલ મૃત્યુઆંકમાંથી માત્ર પાંચ રાજ્યોનો મૃત્યુઆંક 82.6% છે- જેમાં મહારાષ્ટ્રમાં 6,931, દિલ્હીમાં 2,429, ગુજરાતમાં 1,754, તામિલનાડુમાં 911 અને ઉત્તરપ્રદેશમાં 611 લોકોના કોરોના વાયરસના કારણે જીવ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ સાથે સતત ત્રીજા દિવસે દેશમાં કોરોના વાયરસના નોંધાયેલા નવા કેસનો રેકોર્ડ બન્યો છે. ગુરુવારે વધુ 17,835 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 4,90,964 થયો છે. મહારાષ્ટ્રમાં વધુ 4,841 કેસ નોંધાયા છે- આ સિવાય તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ વધુ કેસ નોંધાયા છે.

દેશમાં વધતા કેસ વચ્ચે સારા સમાચારા

સકારાત્મક બાજુ પર નજર કરીએ તો દેશમાં 2,85,277 લોકો કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા છે. આ સાથે સાજા થયેલા દર્દીઓની ટકાવારી 58.1% થઈ છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે સૌથી નવા કેસમાં ઉછાળો નોંધાયો છે, બુધવારે રાજ્યમાં 3,890 કેસ હતા જે ગુરુવારે વધીને 4,841 પર પહોંચ્યા છે, આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 1,47,741 થયો છે, જ્યારે મુંબઈમાં નવા કેસ 1,350 નોંધાયા છે, જેની ટકાવારી 28% થાય છે.

મુંબઈમાં કોરોનાથી થયેલો કુલ મૃત્યુઆંક 4000ને પાર

આમ, મુંબઈમાં વધુ 94 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે જે મહારાષ્ટ્રમાં નોંધાયેલા 192 કેસમાંથી અડધા છે. મુંબઈમાં ગુરુવારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 4000ને પાર કરીને 4,062 પર પહોંચ્યો છે. શહેરમાં વાયરસના કારણે થતા મોતની ટકાવારી સૌથી ઊંચી 5.73% છે જ્યારે મહારાષ્ટ્રની 4.69% છે.

દિલ્હી પછી મુંબઈ બીજુ શહેર બન્યું છે જેણે દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો 70,000ને પાર કરી લીધો છે. અહીં કોરોનાના કુલ કેસનો આંકડો 70,878 થયો છે.

ભારત-ચીન સરહદ વિવાદઃ પીએમ મોદી પર લોકોને કેટલો વિશ્વાસ?

તામિલનાડુમાં વધુ 45ના મોત સાથે કુલ મૃત્યુઆંક 900ને પાર કરીને 911 થયો છે. સતત બીજા દિવસે અહીં નવા કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો 70,000ને પાર 70,977 પર પહોંચ્યા છે. તામિલનાડુમાં પહેલી વખત 3000 કરતા વધુ કેસ નોંધાયા છે, જે આંકડો 3,509 થાય છે. આના પહેલા રાજ્યમાં 3,865 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના કોરોના કેસના 577 કેસ નોંધાયા છે, આ પહેલા 21 જૂનના દિવસે 580 કેસ નોંધાયા હતા જેમાં ઘટાડો થયો છે, રાજ્યમાં કુલ કેસનો આંકડો 30,000ની નજીક પહોંચ્યો છે, રાજ્યમાં કુલ કેસ 29,578 થયા છે.

જ્યારે ઉત્તરપ્રદેશમાં વધુ 15ના મોત સાથે કુલ મૃત્યુઆંક 600ને ક્રોસ કરીને 611 થયા છે. હરિયાણામાં વધુ 10નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 198 થયો છે.


Source: iamgujarat.com

Related posts

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં દાખલ

Amreli Live

રતન ટાટાએ શું લખી લીધું કે થઈ રહ્યું છે વાયરલ

Amreli Live

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live

અનલોક 1: જાણો, સીએમ રૂપાણીએ કઈ 15 મોટી જાહેરાતો કરી?

Amreli Live

9 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્ય સાચવવું

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

સોનુ સૂદમાંથી પ્રેરણા લઈ દિલ્હીના યુવાનોએ 400 પ્રવાસી મજૂરોને વતન મોકલ્યા

Amreli Live

કોરોના વાયરસના કેસ વધતાં ઓછી માહિતી આપી રહી છે કેન્દ્ર અને કેટલાક રાજ્યોની સરકારો

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

ચીને માન્યું, ગલવાનમાં તેના એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત થયું

Amreli Live

Jioનો ધમાકેદાર પ્લાન: 199 રૂપિયામાં 42GB ડેટા

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

બિહારમાં બનનારી ફિલ્મ સિટીને સુશાંત સિંહ રાજપૂતનું નામ અપાય : તેજસ્વી યાદવ

Amreli Live