30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

દેશનો નવો દુશ્મન ‘ncov2019@giv.in’, સરકારે આપી ચેતવણી

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે સાયબર હુમલાનો ખતરો ડરાવી રહ્યો છે. કોરોના વાયરસ અને હવે એલએસી પર તણાવ વચ્ચે સાઈબર એટેકના એલર્ટે સરકારી એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. કોર્પોરેટથી લઈને પ્રાઈવેટ ફર્મ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર ચિંતિંત છે. ભારત સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટિર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે (CERT-IN) તરફથી દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સહિત ભારતમાં મોટાપાયે સાઈબર એટેક થઈ શકે છે. રવિવારથી મોટાપાયે આવા હુમલાઓ થઈ શકે છે. જેથી દરેકને સતર્ક રહેવાનું કહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હેક થઈ શકે છે પર્સનલ માહિતી
જાણકારી અનુસાર, એટેકર્સ કોવિડ-19ના નામનો ઉપયોગ કરીને અન્ય ઈમેઈલ્સ મોકલીને પર્સનલ અને પ્રોફેશનલ તેમજ ફાઈનાન્શિયલ માહિતી હેક કરી શકે છે. ફિશિંગ એટેક્સમાં યૂઝર્સને સરકારી સહાયતા રકમ આપશે તેવું જણાવવામાં આવશે. જેથી તેઓ પોતાની માહિતી સરળતાથી શૅર કરી શકે. કોવિડ-19 સાથે જોડાયેલી જાણકારી પછી તમારુ બેંક ખાતુ ખાલી થઈ શકે છે. એડવાઈઝરીમાં ncov2019@gmail.com જેવા ઈમેઈલ આઈડીથી ખાસ સચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે. તેમને ન ખોલવાની સલાહ આપવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, ઓનલાઈન ઠગો પાસે 25 લાખ કરતા વધારે લોકોના પર્સનલ મેઈલ આઈડી હોવાની આશંકા છે. ઠગના ઈમેઈલ ‘ફ્રી કોવિડ-19 ટેસ્ટિંગ ફોર ઓલ રેસિડન્ટ ઓફ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અથવા અન્યની સાથે આવી શકે છે.’

આ મેઈલ આઈડીથી પણ રહેવુ સચેત
આવી જ વધુ એક અન્ય આઈડી ncov2019@giv.in થી પણ સચેત રહેવાની જરુર છે. આ આઈડીથી આવેલા મેઈલમાં ફ્રી કોવિડ-19ના ટેસ્ટિંગ માટે તમારી પાસેથી પર્સનલ જાણકારી માગી શકે છે. કોઈને પણ ક્રેડિટ કાર્ડ અથવા તો અન્ય માહિતી શૅર ન કરો.

અનેક પ્રકારના હોય છે સાઈબર એટેક
સાઈબર સિક્યોરિટી એટેક અનેક પ્રકારના હોય છે. જેમાં મેલવેર, ફિશિંગ એટેક, ડીઓએસ, એમઆઈટીએમ જેવી રીત હોય છે. સિસ્ટમને હેક કરવાથી લઈને ક્રિપ્ટોકરન્સી તરીકે ખંડણી અથવા તો ડાર્ક વેબ પર ડેટા વેચવા માટે ઉપયોગ કરાય છે. એજન્સી તરફથી અનેક રીત જણાવવામાં આવી છે. જેનાથી યૂઝર્સ પોતાને સલામત રાખી શકે છે. એવા કોઈપણ મેઈલ પર યૂઝર્સને ભરોસો ન કરવો જોઈએ જે કોન્ટેક્ટ લિસ્ટની બહાર હોય. આ ઉપરાંત ક્લિક કરવાની ભૂલ પણ કરવી જોઈએ નહીં. આ સાથે જ એજન્સીએ યૂઝર્સને એન્ટી વાયરસ ટૂલ્સની મદદ લેવા માટે અને ફાયરવોલનો ઉપયોગ કરવાનું કહ્યું છે. આ ઉપરાંત યૂઝર્સ પોતાના સેન્સિટિવ ડોક્યૂમેન્ટ્સ એન્ક્રિપ્ટ કરીને પણ બચી શકે છે.

એકસાથે મોકલવામાં આવે છે ફિશિંગ લિંક
સાઈબર સેલના ડીસીપી અન્યેષ રોયે જણાવ્યું કે, જ્યારે પણ દેશ અથવા વિશ્વમાં કોઈ મોટું ફાઈનાન્શિયલ ઈશ્યૂ હોય અથવા તો મહામારી. આવા સાઈબર એટેકર એક્ટિવ થાય છે. હાલ તો સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ચાલી રહ્યું છે. જેથી ફિશિંગ લિંક્સ બનાવી લેવાઈ હોય છે. પછી સાઈબર એટેકર્સ એકસાથે આવી લિંક મોકલે છે. જેમાં ફાઈનાન્સ સેક્ટર, ગવર્મેન્ટ એજન્સી અને અન્ય રીત પણ હોય છે. એટેક પછી ડેટા કેપ્ચર સહિત ફાઈનાન્શિયલ અડચણો આવે છે. વેબસાઈટ પર પોતાની સંવેદનશીલ જાણકારી જેમ કે ઈમેઈલ આઈડી, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની માહિતી શૅર ન કરવી.

રાખવું જોઈએ આટલું ધ્યાન
લિંક પર ક્લિક કરતાં પહેલા ધ્યાન આપો કે વેબસાઈટ અસલી છે કે નકલી. મેસેજમાં અથવા તો યુઆરએલમાં કોઈપણ સ્પેલિંગ ભૂલને તપાસો. પોતાની સિસ્ટમને લઈને લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ સાથે તૈયાર રાખો. સ્પામ મેસેજ અને ઈમેઈલને ન ખોલો અને જવાબ પણ ન આપો. ઓપન વાઈફાઈનો ઉપયોગ કરવાથી બચો. વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)નો ઉપયોગ કરવાનું રાખો. જે તમારા અને વેબસાઈટ વચ્ચે એક સુરક્ષિત ટનલ તરીકેનું કામ કરે છે.


Source: iamgujarat.com

Related posts

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

Amreli Live

મિત્રો હોય કે પછી પરિવાર, લોકડાઉનમાં આ ગેમ સૌથી વધુ ફેવરિટ રહી

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી

Amreli Live

ભારત-ચીન તણાવ વચ્ચે નેપાળમાં માગ, ડ્યૂટી પર પાછા ના ફરે ગોરખા સૈનિક

Amreli Live

જે ટાટા-બિરલા ન કરી શકી તે રિલાયન્સે કરી દેખાડ્યું, RILનો વિશ્વમાં ડંકો વાગ્યો

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

Amreli Live

કોરોના ઈફેક્ટઃ ડાંગના ઈન્ટરનેશનલ એથલિટ આ રીતે ગામમાં જ ટ્રેનિંગ કરી રહ્યા છે

Amreli Live

આ એક્ટરને ‘આત્મનિર્ભર’ બનવાનું ભારે પડ્યું,જાતે હેર કટ કરતાં થઈ ગયો ‘ટકો’

Amreli Live

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

અમદાવાદઃ જે સિવિલમાં બ્લાસ્ટ કર્યા હતા ત્યાંના ડોક્ટર્સે જ સારવાર કરીને આતંકીને કોરોનાથી બચાવ્યો

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના વાયરસ: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે આ કારણથી ગ્લવ્સ પહેરવાનું ટાળવું

Amreli Live

ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી સહિત પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

ચીનને પાઠ ભણાવવાનું શરું, BSNLએ કરોડો રુપિયાનું ટેન્ડર પાછુ ખેંચી લીધુ

Amreli Live

કાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો

Amreli Live