ખોટું બોલતા સમયે શરીરનું ક્યુ અંગ ગરમ થઇ જાય છે? આપો IAS ઇન્ટરવ્યુના અજગ-ગજબ સવાલના જવાબ. યુપીએસસીની પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવાર નોકરી મેળવવા માટે તેની મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગ્યા રહે છે. મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોએ ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડે છે. આઇએએસ ઇન્ટરવ્યૂમાં પુસ્તકમાં હોય એવા નહિ પણ મગજ દોડાવીને જવાબ આપવા પડે એવા સવાલોનો સામનો કરવો પડે છે.
આમ તો ઓફિસર બનાવવા માટે ઘણા જ બુદ્ધિમાન લોકોને પસંદ કરવામાં આવે છે, પણ ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલના ખોટા જવાબ આપવા પર ઘણા લોકો IAS/IPS નથી બની શકતા. યુપીએસસી ઇન્ટરવ્યૂમાં આઇક્યુ અને ક્ષમતા તપાસવા માટે ઉમેદવારોને ટ્રિકી સવાલ પૂછવામાં આવે છે. એટલા માટે અમે તમારા માટે જનરલ નોલેજ અને કરંટ અફેયર સિવાયના કેટલાક ટ્રિકી સવાલ લઈને આવ્યા છીએ.
સવાલ : ભારતમાં કઈ વ્યક્તિની ગાડીનું ચલણ (મેમો) નથી બનાવી શકાતું?
જવાબ : ભારતના રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને ભારતના ગવર્નરનું ચલણ કોઈ નથી બનાવી શકતું.
સવાલ : તમે ધર્મ અને કર્તવ્યમાંથી કોને નિભાવવાનું પસંદ કરશો?
જવાબ : આ સવાલ રાજ્ય સિવિલ સેવા પરીક્ષામાં એક કેન્ડિડેટને પૂછવામાં આવ્યો હતો. તેણે સંપૂર્ણ ઇમાનદરી સાથે કહ્યું કે, તે ધર્મ અને કર્તવ્યમાંથી પોતાનું કર્તવ્ય નિભાવવાનું પસંદ કરશે. ભલે તે કોઈ પણ ધર્મનું અનુસરણ કેમ ન કરતો હોય, પણ જયારે તે કોઈ સમાજ સેવાના પદ પર હોય તો કર્તવ્ય જ તેનો સૌથી મોટો ધર્મ હોય છે.
સવાલ : બપોરે જમ્યા પછી ઊંઘ અને આળસ શા માટે આવે છે?
જવાબ : ગરમીની ઋતુમાં મોટા ભાગે એવું થાય છે કે, બપોરે જમ્યા પછી ઊંઘ આવવા લાગે છે. હકીકતમાં ખાવાનું ખાધા પછી થોડા સમય માટે શરીરમાં લોહીની માત્ર ઓછી થઈ જાય છે. બીજું કારણ એ કે, અમુક વસ્તુઓ એવી હોય છે જે શરીરમાં આળસ ઉત્પન્ન કરે છે. જો તમે દાળ, પનીર, બટાકા, નમકીન ખાવ છો, તો ઊંઘ આવવા લાગે છે. તેને ખાવાથી શરીરની નસોઆ ખેંચાણ નથી થતું એટલે ઊંઘ આવે છે.
સવાલ : જૂઠું બોલતા સમયે શરીરનું કયું અંગ ગરમ થઈ જાય છે?
જવાબ : કાન.
સવાલ : વિમાનની સીટબેલ્ટ અને કારની સીટબેલ્ટ અલગ કેમ હોય છે?
જવાબ : વિમાનની સીટબેલ્ટ રનવે અને લેન્ડિંગ માટે બનાવવામાં આવે છે, તેમજ કારની સીટ બેલ્ટ દુર્ઘટનાથી બચવા માટે તમને સ્થિર બનાવી રાખવા માટે બનાવવામાં આવે છે.
સવાલ : 1 થી 100 સુધીની ગણતરીની સ્પેલિંગમાં A અક્ષર કેટલી વાર આવે છે?
જવાબ : એકવાર પણ નહિ.
સવાલ : રસ્તા પર ચાલવા કરતા બરફ પર ચાલવું મુશ્કેલ શા માટે હોય છે?
જવાબ : બરફમાં ઘર્ષણ ઓછું હોય છે અને રસ્તા પર વધારે હોય છે એટલે.
સવાલ : દુનિયામાં સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી કોણ બન્યા હતા?
જવાબ : ફિનલેન્ડની પ્રધાનમંત્રી સના મારિન દુનિયામાં સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી બન્યા હતા.
સવાલ : દેશના કુંવારા પ્રધાનમંત્રીનું નામ જણાવો?
જવાબ : અટલ બિહારી વાજયેપી.
સવાલ : રાજેશ પોતાની આગળ બેસેલી મહિલા વિષે જણાવે છે કે, તે મારી પત્નીના પતિની માં ની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શો સંબંધ છે?
જવાબ : તે રાજેશની બહેન છે.
સવાલ : ખાવાની કઈ વસ્તુ હજારો વર્ષો સુધી ખરાબ નથી થતી?
જવાબ : મધ. મધમાખીઓ મધ બનાવે છે જે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તેને હજારો વર્ષો સુધી સ્ટોર કરી શકાય છે અને ખાઈ શકાય છે. તેમાંથી કોઈ દુર્ગંધ નથી આવતી. ગામડામાં તો મધ જેટલું જૂનું હોય એટલું જ ગુણકારી માનવામાં આવે છે.
સવાલ : કયા પ્રાણીઓને માસિક આવે છે?
જવાબ : માણસો સિવાય ચિમ્પાન્જી, ચામાચીડિયા, હાથી અને બિલાડીને માસિક આવે છે.
સવાલ : તમારા ખીસામાં 5 ચોકલેટ છે, તેમાંથી તમે બે કાઢી લો તો તમારી પાસે કેટલી ચોકલેટ બચશે?
જવાબ : 5.
સવાલ : શું હીરો ગળી જવા કે ચાટવાથી મૃત્યુ થઇ જાય છે?
જવાબ : સામાન્ય લોકોમાં આવી ચર્ચા છે, જે એક પ્રકારની ખોટી ધારણા છે, જેને લોકોએ એક માન્યતાના રૂપમાં ઉભી કરી છે. હીરો ચાટવાથી કોઈનું મૃત્યુ થતું નથી. હા, હીરો ગળી જવાથી કોઈ પરિસ્થિતિમાં મૃત્યુ કે આરોગ્યને નુકશાન થઇ શકે છે. મોટી સાઈઝનો હીરો ગળી જવાથી શ્વાસ નળીમાં ફસાઈ જવાને કારણે વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે.
સવાલ : 1 રૂપિયામાં 40 ચકલી, 3 રૂપિયામાં 1 કબૂતર, 5 રૂપિયામાં 1 મરઘી મળે છે. તમે 100 રૂપિયામાં 100 પક્ષી કેવી રીતે ખરીદશો?
જવાબ : 2 રૂપિયામાં 80 ચકલી, 3 રૂપિયામાં 1 કબૂતર અને 95 રૂપિયામાં 19 મરઘી ખરીદીને 2 + 3 + 95 = 100 રૂપિયામાં 80 + 1 + 19 = 100 પક્ષી આવશે.
સવાલ : જો દિવસે તારા અને રાત્રે સૂર્ય નીકળે તો શું થાય?
જવાબ : કાંઈ નહિ થાય, તમે બંનેના નામ બદલી દેશો, દિવસને રાત અને રાતને દિવસ કહેવાનું શરૂ કરી દેશો.
સવાલ : એક છોકરીને જોઈને માણસે કહ્યું તેની માતાના પિતા મારા સસરા છે, તો તે છોકરી તે માણસની કોણ થઈ?
જવાબ : પુત્રી.
સવાલ : શું એક મિનિટમાં 61 સેકન્ડ પણ હોય છે?
જવાબ : હા, જરૂર હોય છે. દર એક વર્ષમાં બે મિનિટ એવી આવે છે જેમાં 61 સેકન્ડ હોય છે.
સવાલ : એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે, 23 કલાક કેમ નહિ?
જવાબ : પૃથ્વી પોતાની ધરી પર એક ચક્કર ફરવામાં 24 કલાકનો સમય લે છે, જેને આપણે એક દિવસ માની લઈએ છીએ, આથી એક દિવસમાં 24 કલાક હોય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com