33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

દેવી માં માટે દીવો પ્રગટાવતી વખતે રાખો આ વાસ્તુ ટીપ્સનું ધ્યાન.

આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખીને દેવી માં સમક્ષ પ્રગટાવો દીવો, જીવન ખુશીઓથી ભરાઈ જશે. 17 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરુ થઇ ગઈ છે. આ દિવસો દરમિયાન દેવી દુર્ગા સમક્ષ દીવો પ્રગટાવતા પહેલા જરૂર જાણો લો આ કામની વાતો. નવરાત્રીનો તહેવાર શરુ થતાની સાથે જ તહેવારોની સીઝન પણ શરુ થઇ ગઈ છે. હિંદુ ધર્મના હિસાબે નવરાત્રી પછી તહેવારોની સીઝન શરુ થઇ જાય છે. નવરાત્રીની નોમ પછી વિજયાદશમી એટલે દશેરો આવે છે. ત્યારબાદ કરવા ચોથ, શરદ પુનમ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, નુતનવર્ષ, ભાઈ બીજ અને કારતક પુનમ સાથે જ તહેવારોની સીઝન પૂરી થાય છે.

આ તમામ તહેવારોમાં દેવી દેવતાઓ આગળ દીવો પ્રગટાવવાનો રીવાજ હોય છે. હિંદુ ધર્મની માન્યતા મુજબ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો ઘણો જ શુભ હોય છે. જો તમે નવરાત્રીમાં દેવી માં ની ઘરમાં સ્થાપના કરી છે કે પછી દેવી માં ની આગળ દીવો પ્રગટાવી રહ્યા છો, તો તમારે થોડા નિયમોનું પાલન કરવું જોઈએ. પંડિત દયાનંદ શાસ્ત્રી જણાવે છે, દીવાનો અર્થ જ થાય છે જીવનમાંથી અંધકારને દુર કરવું. પ્રગટતો દીવો જ્ઞાનનું પ્રતિક હોય છે.

દીવો પ્રગટાવવાથી અગ્નિદેવ પણ પ્રસન્ન થાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ દીવો પ્રગટાવવાના થોડા નિયમ અને વિધિ હોય છે. જો તમે તેનું ધ્યાન રાખો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને નવરાત્રીના તહેવારમાં દેવી માં ની આગળ દીવો પ્રગટાવતી વખતે તમારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલા નિયમો મુજબ દેવી માં ની આગળ દીવો પ્રગટાવશો, તો તમને ઈચ્છા મુજબ ફળ મળશે.

દીવો પ્રગટાવતી વખતે કરો આ મંત્રના જાપ : કોઈ પણ દેવી અને દેવતાની પૂજા ત્યાં સુધી પૂરી નથી થઇ શકતી જ્યાં સુધી તેમની આરતી ન કરવામાં આવે. અને આરતી દીવો પ્રગટાવ્યા વગર અધુરી રહે છે. જો તમે વિધિસર પૂજા કરો છો, તો તમારે દીવો પ્રગટાવતી વખતે આ વિશેષ મંત્રના ઉચ્ચારણ જરૂર કરવા જોઈએ. એવં કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાનની આરતી પૂર્ણ માનવામાં આવે છે. જયારે તમે નવરાત્રીમાં દેવી માં ની પૂજા કરો અને દીવો પ્રગટાવો તો આ મંત્રના જાપ જરૂર કરો.

મંત્ર :

दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।

दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।

शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।

शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

આ મંત્રનો સરળ અર્થ કહેતા પંડિત દયાનંદ શાસ્ત્રી જણાવે છે, તેનો અર્થ છે શુભ અને કલ્યાણ કરવાવાળી, આરોગ્ય અને ધન સંપત્તિ આપનારી, શત્રુબુદ્ધીનો નાશ અને શત્રુ ઉપર વિજય અપાવનારી દીવાની જ્યોતિને આપણે નમસ્કાર કરીએ છીએ.

જાણો કયો દીવો આપશે કયો લાભ? ભારતમાં દીવાનો ઈતિહાસ આમ તો 5000 વર્ષથી પણ વધુ જુનો છે. પરંતુ વેદોમાં એ જણાવવામાં આવ્યું છે કે, ભગવાનનું કોઈ પણ કામ દીવા વગર અધૂરું છે. સાથે જ જો ઘરમાં કોઈ શુભ કાર્ય થઇ રહ્યું છે, તો તમારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં શુભ સમાચાર અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. અને દીવો કઈ વસ્તુમાંથી બનેલો છે તેની ઉપર વેદોમાં ઘણું બધું જણાવવામાં આવ્યું છે. વેદો મુજબ માટી અને પિત્તળ ધાતુનો દીવો જ સૌથી શુભ હોય છે.

deepak divo
deepak divo

પિત્તળનો દીવો : આજકાલ બજારોમાં સ્ટીલના દીવા પણ ચલણમાં છે, પરંતુ પ્રાચીન સમયથી પિત્તળ ધાતુને જ પૂજાના કાર્યોમાં સૌથી શુભ માનવામાં આવે છે. એટલા માટે પિત્તળની ધાતુના દીવા જ પ્રગટાવવા શુભ હોય છે. પંડિતજી જણાવે છે, ‘પિત્તળની ધાતુમાં દીવો પ્રગટાવવાથી દેવી તો ખુશ રહે જ છે, સાથે તેનાથી તમારું આયુષ્ય અને આવક બંને વધે છે.’

માટીનો દીવો : માટીના દીવા પણ શુભ હોય છે. બસ એ વાતને ધ્યાનમાં રાખો કે, જો તમે માટીના દીવામાં ભગવાનનો દીવો પ્રગટાવી રહ્યા છો, તો તે દીવો ક્યાંયથી પણ તૂટેલો ન હોવો જોઈએ. માટીના દીવા ઘણા પવિત્ર હોય છે, અને તમે તેને વારંવાર ધોઈને ઉપયોગ કરી શકો છો. પહેલી વખત જયારે તમે માટીનો દીવો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યારે તમારે આ દીવાને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખવો જોઈએ અને પછી સુકવી લેવો જોઈએ.

આવી વાટ (દિવેટ) નો કરો ઉપયોગ : દીવો પ્રગટાવવા માટે તમારે સફેદ રૂ માંથી બનેલી વાટનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો એમ કરવાને બદલે સુતર કે દોરાનો ઉપયોગ કરે છે પરંતુ તે યોગ્ય નથી. તમે ધારો તો નાડાછડીની વાટ બનાવી શકો છો. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં માતા રાણીની આગળ જો તમે નાડાછડીની વાટનો દીવો પ્રગટાવો છો, તો તેનાથી દેવી લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અને તમારા જીવનને આનંદથી ભરી દે છે. જ્યોતિષાચાર્ય પંડિત દયાનંદ શાસ્ત્રી જણાવે છે, ‘બ્રમ્હવર્તક પુરાણ, દેવી પુરાણ, ઉપનીષદો અને વેદોમાં તે વાતનું વર્ણન છે કે, પૂજા વખતે ગાય કે દેશી ગાયના ઘી અને તલના તેલનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.’

જાણો દીવા સાથે જોડાયેલી વાસ્તુ ટીપ્સ :

દીવાની વાટ પૂર્વ દિશા તરફ રાખવાથી ઉંમરમાં વૃદ્ધી થાય છે.

ધ્યાન રહે કે દીવાની વાટ પશ્ચિમ દિશા તરફ રાખવાથી દુઃખ વધે છે.

દીવાની વાટ ઉત્તર દિશા તરફ રાખવાથી ધન લાભ થાય છે.

દીવાની વાટ ક્યારેય પણ દક્ષીણ દિશા તરફ ન રાખો, એમ કરવાથી જન અથવા ધનહાનિ થાય છે.

દીવો પ્રગટાવતી વખતે માથું ખુલ્લું ન રાખો. પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને જ દીવો પ્રગટાવો. ક્યારે પણ ઘરમાં સરસીયા તેલનો દીવો ન પ્રગટાવો, ઘરમાં તલના તેલનો કે ઘી નો દીવો પ્રગટાવો.

ઘી ના દીવા માટે સફેદ રૂ ની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જયારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ વધુ શુભ રહે છે.

શાસ્ત્રો મુજબ રોજ સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ કારણે જ સાંજે મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવવાની પરંપરા ચાલતી આવે છે.

પૂજા કરી વખતે ઘી નો દીવો તમારી જમણી તરફ અને તેલનો દીવો ડાબી તરફ સ્થાપિત કરવો જોઈએ.

બે મુખી ઘી નો દીવો માતા સરસ્વતીની આરાધના વખતે અને શિક્ષણ પ્રાપ્તિ માટે પ્રગટાવવો જોઈએ.

ભગવાન ગણેશની કૃપા પ્રાપ્તિ માટે ત્રણ વાટ વાળો ઘી નો દીવો પ્રગટાવો.

ઇષ્ટ સિદ્ધી, જ્ઞાન પ્રાપ્તિ માટે ઊંડા અને ગોળ દીવાનો ઉપયોગ કરો. શત્રુનાશ, આપત્તિ નિવારણ માટે મધ્યમાંથી ઉપર ઉપસેલો દીવો ઉપયોગમાં લેવો.

આ લેખ તમને સારો લાગ્યો હોય તો તમે તેને શેર અને લાઈક જરૂર કરો, અને આવા પ્રકારના લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

નિક જોનસે શેયર કર્યો પત્ની પ્રિયંકા ચોપડાના થ્રોબેક ફોટો, જણાવ્યું તેમની મનપસંદ વસ્તુ કઈ છે.

Amreli Live

અર્થવેદ જણાવે છે કે સૂર્યના કિરણોમાં બધી બીમારીઓ ખતમ કરવાની શક્તિ હોય છે, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

હથેળીમાં જો આ 10 માંથી કોઈ પણ એક ચિન્હ હોય, તો જાણો તેના શુભ-અશુભ ફળ.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

ધ કપિલ શર્મા શો મા બોલાવ્યા છતા નથી જતા મહાભારતના ‘ભીષ્મ પિતામહ’, કહી દીધું આ કારણ

Amreli Live

PAN Card થી જોડાયેલ આ ભૂલ કરશો, તો ભરવો પડશે 10,000 રૂપિયાનો દંડ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

આ 4 રાશિ વાળાઓ હોય છે નિર્ભય, નીડર થઈને કરે છે દરેક પરિસ્થિતિનો સામનો

Amreli Live

વકીલના દીકરા હોવા છતાં સાબુ-કાંસકી વેચીને પેટ ભર્યું હતું, પહેલા રોલ માટે મળ્યા હતા માત્ર 3 રૂપિયા.

Amreli Live

વૃશ્ચિક રાશિવાળા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

23 દિવસ માટે બુધ અસ્ત, આ 7 રાશિ વાળા લોકોએ હવે રહેવું પડશે સાચવીને.

Amreli Live

પહેલી જાન્યુઆરીથી ફરજિયાત દરેક વાહન પર FasTag લગાવવું પડશે, સરકારે આવી રીતે કરી તૈયારી

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

કોરોના વાયરસની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા મનીષ અને સંગીતા ચૌહાણ, જુઓ ફોટા

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

ગલવાન ખીણમાં જખ્મી હવલદાર બિશન થયા શહીદ, રાનીબાગ ચિત્રશિલા ઘાટમાં થયો અંતિમ સંસ્કાર

Amreli Live