25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

મફતમાં મળ્યું નહતું ‘ધનવંતરીને દેવતાઓનું પદ,’ લેવો પડ્યો હતો બીજો જન્મ, વાંચો રોચક કથા

પુરાણોમાં ઘણા બધા દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, દરેક દેવતાની પૂજા કરવાથી અલગ અલગ લાભ મળે છે. પુરાણોમાં ધન્વંતરિને પણ દેવતા માનવામાં આવ્યા છે, અને પુરાણો અનુસાર ધન્વંતરિ ચિકિત્સા (Medical Science) ના દેવતા છે. તેમની પૂજા કરવાથી માણસનું સ્વાસ્થ્ય સારું બન્યું રહે છે, અને રોગોથી રક્ષણ થાય છે. શાસ્ત્રોમાં ધન્વંતરિના 2 જન્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેમને શ્રી હરિ વિષ્ણુના પ્રથમ અંશ પણ માનવામાં આવે છે.

સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા :

પૌરાણિક કથાઓમાં ધન્વંતરિનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે, ધન્વંતરિનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો. પ્રચલિત કથા અનુસાર કાર્તિક કૃષ્ણ તેરસના દિવસે સમુદ્ર મંથનમાં તે અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. અમૃત કળશથી દેવતાઓએ અમૃત પાન કર્યું હતું. જેથી તેઓ અમર થઈ ગયા હતા.

દેવ માન્યા ન હતા :

સમુદ્રમાંથી બહાર આવતા જ ધન્વંતરિએ દેવતાઓને સવાલ કરતા પૂછ્યું હતું કે, આ લોકમાં મારુ શું કામ છે અને સ્થાન કયું છે? ધન્વંતરિના આ સવાલનો જવાબ આપતા વિષ્ણુએ કહ્યું હતું કે, તમને ધન્વંતરિ પ્રથમના નામથી ઓળખવામાં આવશે. તમે દેવતાઓ પછી ઉત્પન્ન થયા છો, એટલા માટે તમને દેવ નહિ માનવામાં આવે. જોકે તમારો ફરીથી જન્મ થશે અને ત્યારે તમને દેવનું સ્થાન આપવામાં આવશે.

દેવ બનવા માટે ફરીથી લીધો જન્મ :

ધન્વંતરિને દેવતાનું સ્થાન મળી શકે એટલા માટે વિષ્ણુએ તેમને વરદાન આપ્યું હતું કે, બીજા જન્મમાં તમે ધન્વંતરિ દ્વિતીયના નામથી ઓળખાશો. દ્વાપર યુગમાં જયારે તમારો જન્મ થશે ત્યારે તમને દેવતાનું સ્થાન આપવામાં આવશે. લોકો દ્વારા તમારી પૂજા કરવામાં આવશે. તમે આયુર્વેદનો અષ્ટાંગ વિભાગ પણ કરશો.

કાશીપતિ ધન્વને ત્યાં લીધો જન્મ :

ધન્વંતરિ દેવે દ્વાપર યુગમાં ફરીથી જન્મ લીધો. કથા અનુસાર કાશીપતિ ધન્વને સંતાન ન હતું. સંતાન ન હોવાથી તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવજીએ તેમને પુત્રનું વરદાન આપ્યું અને તેમને ત્યાં પુત્રના રૂપમાં ધન્વંતરિ જન્મ્યા. ધન્વંતરિએ મોટા થઈને ઋષિ ભારદ્વાજ પાસેથી આયુર્વેદ વિદ્યા ગ્રહણ કરી અને ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવી.

પૂજા કરવાથી મળે છે લાભ :

માન્યતા છે કે જે લોકો ભગવાન ધન્વંતરિની પૂજા કરે છે તેમને રોગ નથી થતા. આ પ્રકારે કોઈ રોગ થવા પર ભગવાન ધન્વંતરિની પૂજા કરવી લાભદાયક હોય છે, અને તેમની પૂજા કરવાથી રોગો દૂર થઈ જાય છે. તેના સિવાય ધન્વંતરિનું પૂજન કરવાથી યશની પ્રાપ્તિ પણ થાય છે.

આ રીતે કરો ધન્વંતરિને પ્રસન્ન :

ભગવાન ધન્વંતરિને પ્રસન્ન કરવા માટે નીચે જણાવેલા મંત્રોનો કરો પાઠ :

પહેલો મંત્ર :

1. ॐ धन्वंतराये नमः॥

બીજો મંત્ર :

2. ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:

अमृतकलश हस्ताय सर्व भयविनाशाय सर्व रोगनिवारणाय

त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप

श्री धनवंतरी स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥

ત્રીજો મંત્ર – પવિત્ર ધન્વંતરિ સ્તોત્ર :

3. ॐ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः।

सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥

कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम।

वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम॥

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હોમ લોનથી છો પરેશાન, જલ્દી છુટકારો મેળવવા માટે અપનાવો આ 4 વિકલ્પ

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આ 9 રાશિઓ પર રહશે ભોલેનાથની કૃપા, આ રાશિઓને મળશે સારા સમાચાર

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

ઘરમાં તુલસીના છોડને હંમેશા રાખો લીલોછમ, બસ આ સરળ રીત આવશે કામ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

ચા-કોફીની જગ્યાએ ઉકાળો, જાનૈયાનું સ્વાગત ગુલાબ જળથી નહિ પણ સેનિટાઇઝરથી કર્યું.

Amreli Live

જ્યોતિષનો દાવો : સૂર્યગ્રહણ ઉપર ઝેર વરસાવી શકે છે કોરોના, ઘણા અશુભ સંકેત.

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

વાત એક એવા વ્યક્તિની જે સુગંધ માત્રથી વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી લેતા હતા….

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live