ટાઇગર શ્રોફના પરિવાર સાથે દુબઈમાં સ્પોટ થઇ દિશા પટની, મેચિંગ કલરના કપડામાં દેખાઈ જોડી. ફિલ્મી દુનિયાની ગલીઓમાંથી હંમેશા આ પ્રકારના સમાચાર આવતા રહે છે કે, અભિનેતા ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટાની એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. હંમેશા તે બંનેના પ્રેમની ચર્ચા પણ થતી રહી છે. સોશિયલ મીડિયા પર પણ બંનેનો પ્રેમ જોવા મળતો રહે છે. તે વાત અલગ છે કે બંનેએ પોતાના સંબંધ વિષે કાંઈ કહ્યું નથી.
જણાવી દઈએ કે, હાલમાં દિશા અને ટાઇગરને દુબઇમાં સાથે જોવામાં આવ્યા છે. તેમજ બંને કલાકારો જયારે દુબઇથી પાછા આવ્યા ત્યારે મુંબઈ એયરપોર્ટ પર પણ બંને સાથે જ દેખાયા. મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશા અને ટાઇગર દુબઇમાં એમએમએ ઇવેંટમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
દિશા અને ટાઇગર સાથે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ અને માં આયશા શ્રોફ પણ દેખાઈ હતી. સોશિયલ મીડિયા પર હવે દિશા અને ટાઇગરના થોડા ફોટા પણ વાયરલ થયા છે. તેમાં બંને કલાકારો ઘણા કુલ અંદાજમાં દેખાઈ રહ્યા છે. બંનેના ફોટા તેમના ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે. બંને આ રીતે સાથે દેખાવાથી એક વાર ફરીથી તે બંનેના અફેયરના સમાચારે જોર પકડયું છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દિશા અને ટાઇગર બંને જ હંમેશા એક-બીજાના સોશિયલ મીડિયા પર પ્રેમ ભરેલી કોમેન્ટ કરતા રહે છે. જયારે પણ બંનેમાંથી કોઈ પણ એક કોઈની પોસ્ટ પર કમેન્ટ કરે છે, તો સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની જાય છે. વીતેલા દિવસોમાં ટાઈગરે એક સ્ટંટ વિડીયો શેયર કર્યો હતો, જેના પર દિશાએ કમેન્ટ કરતા લખ્યું હતું ‘શાનદાર’.
વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસ દિશા જલ્દી જ ફિલ્મ ‘રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં દેખાવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય રોલમાં અભિનેતા સલમાન ખાન હશે. પ્રભુ દેવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની છે. પહેલા આ ફિલ્મ આ વર્ષે ઈદ પર આવવાની હતી, પણ લોકડાઉન અને કોરોના વાયરસને કારણે તે શક્ય થઈ શક્યું નહિ.
જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સલમાન અને દિશા સિવાય મહત્વના રોલમાં જેકી શ્રોફ અને રણદીપ હુડા પણ દેખાશે. દિશા છેલ્લી વગત ફિલ્મ ‘મલંગ’ માં આદિત્ય રોય કપૂર સાથે દેખાઈ હતી. મોહિત સુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનિલ કપૂર, કૃણાલ ખેમુ અને એલી અવરામે પણ કામ કર્યું હતું. તેમજ ટાઇગર શ્રોફની વાત કરીએ તો તેમની આગામી ફિલ્મોંમાં ગણપત, વાગી 4 અને હિરોપંતી 2 શામેલ છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com