28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

દુબઇ પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? એવું તે શું કરે છે દુબઇવાળા કે થોડા વર્ષોમાં જ બની ગયા અબજોપતિ.

આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષતા દુબઈની પ્રગતિ પાછળનું રહસ્ય શું છે? જાણો વિસ્તારથી. દુબઇ કેવી રીતે ગ્લોબલ ડેસ્ટિનેશન, ગ્લોબલ હબ અને દુનિયાનું ત્રીજા નંબરનું પ્રવાસી સ્થળ બની ગયું? દુબઇ આટલું બધું પાવરફુલ કેવી રીતે બની ગયું?

આજથી વીસ વર્ષ પહેલાં સૂકું રણ કહેવાતા દુબઇ પાસે કશું જ હતું નહીં. આ દુબઇ પાસે પોતાની ઓળખ ઉભી કરે એવો ખોરાક નથી, એવું પાણી પણ નથી કે સોનાની ખીણો પણ નથી. તો આ દુબઈની એકદમ આટલી બધી પ્રગતિ કેવી રીતે થઈ? કેવી રીતે દુબઇ આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયું? આજે અમે તમને આ લેખમાં આ તમામ પ્રશ્નોના જવાબ અને દુબઇની સફળતા વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

દુબઈની પ્રગતિ પાછળ એક ખાસ વ્યક્તિ છે. તે છે હીસ હાઈનેસ શેખ મહોમ્મદ બિન રસીદ અલ મખતુમ. તેઓ દુબઈના પ્રાઈમ મિનિસ્ટર છે અને ઘણા દૂરંદેશી નેતા છે. તેઓ આજથી દસ વર્ષ આગળનું વિચારીને નિર્ણયો લે છે. ઘણા લોકોનું કહેવું છે કે, દુબઇ પાસે પૈસા તેલના કારણે આવ્યા છે. તો એક વાત જણાવી દઈએ કે, દુબઈની કુલ આવકમાં તેલમાંથી મળતી આવક માત્ર એક ટકા જેટલી જ છે.

હીસ હાઈનેસ શેખ મહોમ્મદ બિન રસીદ અલ મખતુમે તેલમાંથી આવક ઉભી થતી હતી, તેના બદલે હવે પર્યટન સ્થળ ઉભા કરી આવકનો સ્ત્રોત શરૂ કર્યો છે. તેલ આધારિત અર્થતંત્રને તેમણે નાણાકીય અર્થતંત્ર બનાવી દીધું છે. આ નેતાએ નક્કી કરી લીધું છે કે, ક્યાં તો તેઓ માત્ર એકલા જ હશે, ક્યાં તો તેઓ પહેલા નંબરે જ હશે. આ વસ્તુને તેઓએ સાબિત પણ કરી બતાવ્યું છે.

સૌથી મોટો મોલ છે દુબઈમાં : હા, દુનિયાનો સૌથી મોટો મોલ દુબઇમાં આવેલો છે. જેનું નામ છે દુબઇ મોલ.

સૌથી ઊંચો ટાવર છે દુબઈમાં : દુનિયાનો સૌથી ઊંચો ટાવર બુર્જ ખલિફા છે. આ ટાવરના નામે 12 જુદા જુદા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ છે.

દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર બેસ્ટ હોટલ છે દુબઈમાં : દુનિયાની સૌથી મોટી સેવન સ્ટાર હોટલ બુર્જ અલ આરબ છે. જ્યાં કોઈ સામાન્ય માણસ પોતાનું બુકીંગ કરાવ્યા વગર પ્રવેશ પણ મેળવી શકે નહીં.

રણમાં ઉગાડ્યા ફૂલ : દુબઈએ રણ પ્રદેશમાં જુદા જુદા ફૂલોનો દુનિયાનો મોટો બગીચો બનાવ્યો છે. જેનું નામ છે દુબઇ મિરિકલ ગાર્ડન.

દુનિયાની સૌથી ઊંચી ફાઈવ સ્ટાર હોટલ : દુનિયાની સૌથી ઊંચી ફાઈવ સ્ટાર હોટલ દુબઈમાં આવેલી છે. જેનું નામ છે જે ડબ્લ્યુ મેરીઓટ.

દુનિયાનું સૌથી મોટું સોનાનું માર્કેટ : દુનિયામાં સૌથી મોટો સોનાના દાગીનાનો મોલ ગોલ્ડ સુખ પણ દુબઈમાં જ આવેલો છે.

એટલું જ નહીં દુબઇવાળાએ અમેરિકાના ડિઝની લેન્ડને દુબઈમાં તેનાથી મોટું ડિઝની લેન્ડ બનાવવા કહ્યું. પણ ડિઝની લેન્ડવાળાએ તે પ્રસ્તાનો અસ્વીકાર કર્યો. હવે દુબઇ પોતાનું દુબઇ લેન્ડ બનાવી રહ્યું છે, જે અમેરિકાના ડિઝની લેન્ડ કરતા અઢી ઘણુ મોટું છે, જ્યાં રોજના બે લાખ લોકો મુલાકાત માટે આવશે. આ શેખ ખૂબ જ વિનમ્ર સ્વભાવના અને બધા સાથે જોડાઈને આગળ વધનાર લીડર છે. તેમના જ વિચારોના કારણે દુબઇ આજે દુનિયાના લોકોની પ્રથમ પસંદગીનું પર્યટન સ્થળ બની ગયું છે.

દુબઈની તસ્વીર દુનિયામાં બદલવા માટે હવે શું ફેરફાર કરવા જઈ રહ્યા છે?

દુબઇને વધુ આગળ લાવવા આ શેખ 2030 સુધીમાં દુબઈમાં 25% ઇમારતો થ્રિ ડી પ્રિન્ટ આધારિત બનાવવા માંગે છે. તેઓ દુબઈમાં 2025 સુધીમાં 25% કાર ડ્રાઇવર લેસ કરવા માંગે છે. દુબઈનું રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ પેસેન્જર ડ્રોન બનાવવા જઈ રહ્યું છે, જેમાં 100 કિલો વજન સુધીનો માણસ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ડ્રોનમાં બેસીને ઉડીને મુસાફરી કરી શકશે. આ ડ્રોન માટેના ટેસ્ટ પણ થઈ ગયા છે.

આ શેખે દુબઇ 10 એક્સ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ દુબઈમાં દરેક વસ્તુમાં 10 ગણો વધારો કરવાનો છે. આ માટે તેઓ કામની ઝડપ 10 ગણી વધારવા, કામની ચોકસાઈ 10 ગણી વધારવા તેમજ 10 ગણું મોટું કામ કરવા માટે મહેનત કરી રહ્યા છે. ઝડપી પરિવહન માટે દુબઇ હાયપરલુપ ટ્રેન બનાવવા જઈ રહ્યું છે, જેમાં એક વેક્યુમ ટ્યુબની અંદરથી ટ્રેન પસાર થશે. જેમાં 10,000 મુસાફરો માત્ર 12 મિનિટમાં અબુધાબીથી દુબઇ પહોંચી જશે.

તેઓ દુબઇના પરિવહનને સુધારવા કેનાલ બનાવવા જઈ રહ્યા છે, મોટા વાઇફાઇ વિસ્તારો વિકસાવી રહ્યા છે, તરતા રેસ્ટોરન્ટ, મરિના બીચ એવું તો ઘણું બધું વિકસાવી રહ્યા છે, જે આપણી કલ્પના બહારની વાત છે. દુબઇ પાસે એક પણ સંસાધનો હતા નહીં. પણ આજે દુબઈએ જાતે જ સંસાધનો ઉભા કર્યા છે.

દુબઇએ નવો પ્રોજેકટ વિકસાવ્યો “પુલીસિંગ વિથઆઉટ પુલીસ” : દુબઇએ પુલીસિંગ વિથઆઉટ પુલીસ” એટલે કે પોલીસના કામને પોલીસ વગર કરી બતાવ્યું છે. આના માટે તેમણે સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવી દીધા છે. અહીં બધી જ વસ્તુ ઓટોમેટિક કરી દીધી. જેના કારણે હવે ભ્રષ્ટાચાર થઈ શકે નહીં. તેમજે વધારે માણસોને કામ માટે રોકવા પણ નહિ પડે. આ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં આપણે કોઈપણ ફરિયાદ નોંધાવી શકીએ, કોઈપણ ગુનાનો રેકોર્ડ તપાસી શકીએ કે ગુનાની ફરિયાદ પણ નોંધાવી શકીએ.

દુબઈની પ્રગતિ પાછળનું રહસ્ય :

દુબઈમાં 200 દેશના નાગરિકો વસવાટ કરે છે. દુબઈના લોકલ એટલે કે શેખ નાગરિકો માત્ર 10% જેટલા જ છે.

દુબઇ દરેક દેશના હોશિયાર લોકોને રાખીને વિકાસ કરી રહ્યું છે.

દુનિયાની મોટી મોટી ઇમારતો બનાવવા દુબઇ જુદા જુદા દેશના યુવા વર્ગને કામે રાખે છે. બાંધકામ માટે દુનિયાના ચોથા ભાગના જેસીબી દુબઈમાં કામ કરે છે.

આખી દુનિયાના ટેલેન્ટેડ લોકોને આકર્ષિત કરવા માટે તેમણે ટેક્સ ફ્રી અર્થતંત્ર બનાવી દીધું છે. ત્યાં સરકાર એકપણ રૂપિયો ટેક્સ લેતી નથી.

આ શેખ ઘણું લાબું વિચારી દુબઈની પ્રગતિ કરી રહ્યા છે. આપણે તેમને કોઈપણ સમસ્યા આપીએ તો તેઓ તે સમસ્યાને શક્યતામાં ફેરવી દે છે.

દુબઈમાં જમીનની ખોટ હતી તો તેમણે દરિયામાં જાતે ટાપુ બનાવી ઘર બનાવવાના શરૂ કરી દીધા. પામ જુમેરાહ તેનું મોટું ઉદાહરણ છે.

દુબઈની સરકાર કમાણી શેમાંથી કરે છે?

દુબઈને પર્યટન સ્થળ બનાવી ત્યાંની સરકાર કમાણી કરે છે.

તેમજ દુબઈની સરકારે જુદા જુદા દંડ રાખ્યા છે.

જો તમારી કાર ગંદી હશે તો તેનો દંડ લાગશે.

જો કોઈ સિગ્નલ તોડશે તો તેના બેન્કમાંથી જાતે જ દંડ કાપી લેવામાં આવશે.

આમ દંડની બીકમાં દરેક વ્યક્તિ શિસ્તમાં રહે છે. અને ત્યાં કોઈ ગુના કે અપરાધ થતા નથી.

આમ દૂરંદેશી વિચારથી શેખ મહોમ્મદ બિન રસીદ અલ મખતુંમે દુબઈને સુકા રણમાંથી સૌથી વધુ વિકસિત દેશ બનાવી દીધો છે.


Source: gujaratilekh.com

Related posts

મજેદાર જોક્સ : છોકરી વાળા : અમને એવો છોકરો જોઈએ જે ખાતો-પીતો ન હોય અને ખોટું કામ ન કરે, પંડિત : એવો છોકરો તો…

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

વર્ષ 2021 માં ક્યારે થશે પહેલું ચંદ્ર ગ્રહણ? જાણો આ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહીં

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

આ રાશિઓ માટે ખુશીઓ લઈને આવ્યો છે રવિવારનો દિવસ, આર્થિક લાભ થાય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

ફની જોક્સ : ટીના : પપ્પા, પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે. પપ્પા : તો શું વાંધો છે?

Amreli Live

આ રીતે બનાવો દાહોદની અજાણી વાનગી ‘દાળ પાનીયું’, સ્વાદ એવો કે દિલ અને પેટ બંને ખુશ થઇ જશે.

Amreli Live

ભોજનના નિયમો : વશિષ્ઠ સ્મૃતિ અને વિષ્ણુ પુરાણ કહે છે કે ખોરાક લેતી વખતે મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, તેથી ઉંમર વધે છે.

Amreli Live

ક્યારેક ગલીએ ગલીએ જઈને સાડી વેચતા હતા આ વ્યક્તિ, આજે છે કરોડોની પ્રોપર્ટીના માલિક.

Amreli Live

અઢી કિલોનું લીંબુ જોઈ દરેક રહી ગયા દંગ, ગિનીઝ બુકમાં અરજી કરશે ખેડૂત.

Amreli Live

એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા, ખાટા ઓડકાર દરેક સમસ્યાના અસરકાર ઘરેલુ ઉપાય, જાણો વિસ્તારથી

Amreli Live

સરદાર પટેલ પુણ્યતિથિ : એ સરદાર જેમણે દેશને ‘એક’ કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું

Amreli Live

શું છે શિવ પંચાક્ષર મંત્ર અને શિવ પંચાક્ષર સ્ત્રોત? શિવ પૂજાના સમયે કરો તેનો જાપ

Amreli Live

યુવકને આવ્યું એવું સપનું કે રાત્રે ખોદી નાખ્યું પોતાનું જ ઘર, દીવાલની નીચે દાટેલી હતી આ વસ્તુ.

Amreli Live

એલચીથી વ્યંજનોને બનાવો વધારે સ્વાદિષ્ટ, આ 3 ટ્રિક્સનો જરૂર કરો ઉપયોગ.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

કર્ક રાશિવાળાઓ માટે શુભ અને અશુભ બંને પ્રભાવોથી ભરેલું રહેશે 2021, વાંચો વાર્ષિક રાશિફળ.

Amreli Live

મજેદાર જોક્સ : પત્ની : આજે લેડીઝ કલબમાં એક ફાલતુ વસ્તુ લઈને જવાની છે. પતિ : એમ, તું શું લઈને જઈશ?

Amreli Live

યસ બેંકના બીજા ત્રિમાસિકના પરિણામ : 129 કરોડ રૂપિયા નફો, પ્રોવિઝન 11% ઘટ્યું.

Amreli Live