25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશઅમેરિકાનું ન્યુયોર્ક શહેર હવે નવું વુહાન બની ચૂક્યું છે. અમેરિકા તેના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે આ મહામારીનો સામનો કરી રહ્યું છે. તેની પાછળ મોટું કારણ છે વાઈરસનો સૌથી ઘાતક ટાઈપ(એ) જે અમેરિકામાં સક્રિય છે. આ વાઈરસના ત્રણ ટાઈપ(સ્ટ્રેન) સમગ્ર દુનિયામાં ફેલાયા છે. આ દાવો કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેના અભ્યાસમાં કર્યો હતો. અભ્યાસ મુજબ કોરોના પહેલાં ચામાચીડિયાથી પેંગોલિન જેવાં પ્રાણીઓમાં ફેલાયો, તે પછી વુહાનમાં માનવી ચેપગ્રસ્ત થયો. યુનિવર્સિટીએ માનવી પર હુમલો કરનારા કોરોનાના પ્રથમ પ્રકારને ટાઈપ-એ ગણાવ્યો છે. આ વાઈરસ વધારે દિવસ સુધી ચીનમાં ન રહ્યો અને હવે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં કેર વર્તાવી રહ્યો છે. ટાઈપ એનું બદલાયેલું સ્વરૂપ ટાઈપ બી છે જેણે ચીનમાં હજારો લોકોના જીવ લીધા. તે પછી ટાઈપ બી યુરોપ, દ.અમેરિકા અને કેનેડા પહોંચ્યો. કોરોનાનો ત્રીજો પ્રકાર ટાઈપ સી છે. તે સિંગાપોર, ઈટાલી અને હોંગકોંગમાં હજારોને ભરખી ચૂક્યો છે. અમેરિકાના માઉન્ટ સિનાઈ હોસ્પિટલના જીનોમ પર આધારિત અભ્યાસમાં ખુલાસો થયો છે કે અમેરિકાના ન્યુયોર્કમાં કોરોનાનો કેર મચાવનારા વાઈરસનો પ્રકાર યુરોપથી આવ્યો છે. પ.અમેરિકામાં ચીનથી આવેલા ટાઈપ-બી વાઈરસે તબાહી મચાવી છે.

ટાઈપ-એ

 • ચામાચીડિયા અને પેંગોલિનમાં મળેલાં કોરોના વાઈરસ જેવો
 • દુનિયાભરમાં ફેલાવાનું મુખ્ય કારણ આ જ વાઈરસ ગણાય છે
 • ચીનમાંથી ધીમે ધીમે પણ સંપૂર્ણ દુનિયામાં ઝડપથી ફેલાયો

ટાઈપ-બી

 • વુહાનમાં મળી આવેલા વાઈરસનું બદલાયેલું સ્વરૂપ છે.
 • એ ટાઈપમાં મ્યુટેશનથી બન્યું, ફેલાવાનું મૂળ તેને જ મનાય છે.
 • ચીનમાં ધીમે ધીમે પણ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાયો

ટાઈપ-સી

 • ટાઈપ ટુમાંથી પેદા થયો છે. એક જ મ્યુટેશન અલગ દેખાય છે.
 • યુરોપમાં આ પ્રકારનો વાઈરસ સિંગાપોરના માધ્યમથી ફેલાયો
 • આ પ્રથમ બે પ્રકાર જેટલો ઘાતક નથી.

વાઈરસનો મૂળ સ્ટ્રેન સપ્ટેમ્બરથી ચીનમાં ફરી રહ્યો હતો

 • વાઈરસની જેનેટિક હિસ્ટ્રી શોધવા માટે અભ્યાસ 24 ડિસેમ્બરથી 4 માર્ચ વચ્ચે કરાયો હતો.
 • તેનાથી સ્પષ્ટ થયું કે ફક્ત ચીનથી જ નહીં યુરોપથી આવેલા કેરિયર્સથી પણ અમેરિકામાં કોરોના ફેલાયો.
 • ટ્રમ્પે ચીનથી લોકોના આવવા પર બેન 31 જાન્યુઆરીએ મૂક્યો હતો, જોકે યુરોપથી 11 માર્ચે પ્રતિબંધ મૂક્યો.
 • આ દરમિયાન ઈટાલી અને સ્પેનમાં કેસ ઝડપથી વધી રહ્યા હતા, એટલા માટે જે લોકો પાછા ફર્યા, તેમનાથી ચેપ ફેલાયો.
 • અભ્યાસથી જાણ થઈ કે વાઈરસનો મૂળ સ્ટ્રેન ગત વર્ષ સપ્ટેમ્બરથી જ ચીનમાં ફરી રહ્યો હતો.
 • અમેરિકામાં એ-ટાઈપ અને બી ટાઈપ બંનેની અસર થઇ, એટલા માટે મૃત્યુ વધ્યાં.
 • ન્યુયોર્કમાં આ યુરોપથી આવેલા લોકોથી તથા બી-ટાઈપ ચીનથી આવેલા પશ્ચિમ કિનારે કેર વર્તાવી રહ્યો છે.
 • બ્રિટન, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્પેનમાં પણ બી-ટાઈપની વધુ અસર છે.
 • સી-ટાઇપની વાત કરીએ તો તેણે સિંગાપોર, ઈટાલી અને હોંગકોંગમાં હજારોના જીવ લીધા છે.
 • ડેટાના આધારે જાણ થઈ કે વાઈરસ દુનિયામાં બી-ટાઈપથી ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Three type corona spread in worldwide, Type A in America

Related posts

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

રાજ્ય સરકારે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા ખર્ચ્યા, 11 કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live