32.3 C
Amreli
25/10/2020
અજબ ગજબ

દુનિયાનો એક એવો દેશ, જ્યાં લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ.

આ દેશમાં ગણેશજીની મૂર્તિને લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે, વાંચો રોચક માહિતી. જાપાનની રાજધાની ટોક્યોમાં ઘણા બૌદ્ધ મંદિરો છે જે હજારો વર્ષો જુના છે. આ મંદિરોમાં એક એવું મંદિર છે જ્યાં હિંદુઓના ગણેશ દેવતાને ઘણી હદે મળતી આવતી મૂર્તિ રાખવામાં આવી છે. આઠમી સદીમાં બનેલા આ મંદિરનું નામ માત્સુચિયામા શોટેન (Matsuchiyama Shoten) છે, જેમાં રાખવામાં આવેલી મૂર્તિ ગણેશનું જાપાની સંસ્કરણ છે. તંત્ર-મંત્રને અનુસરવાવાળા બૌદ્ધ લોકો આ મૂર્તિની પૂજા કરે છે.

ધર્મ સાથે સંબંધિત વિષયો પર સંશોધન કરી રહેલા લોકોનું માનવું છે કે, આઠમી સદી દરમિયાન જાપાનમાં પહેલી વાર ગણેશને માનવામાં આવવા લાગ્યા. બૌદ્ધ ધર્મમાં એક એવી શાખા છે, જેના અનુયાયીઓ બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ રાખીને તાંત્રિક શક્તિઓની પૂજા કરે છે. બૌદ્ધ ધર્મની આ શાખા ભારતમાં ઓડિશા થઈને ચીન અને ત્યારબાદ જાપાન પહોંચી.

જાપાનમાં ગણેશજી (કેંગિટેન) ને શક્તિશાળી દેવ તરીકે જોવામાં આવતા હતા, અને તેમની પૂજા પણ ખાસ રીતે શુદ્ધ રહીને તંત્ર-મંત્રની મદદથી થતી હતી. એવામાં ગણેશજીને માનવાવાળાની સંખ્યા વધતી ગઈ. આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રીય સુવર્ણ યુગ (794-1185 CE) દરમિયાન મળે છે. હાલમાં જાપાનમાં ગણેશજીના કુલ 250 મંદિરો છે, પરંતુ તેઓને અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે જેમ કે, કેંગિટેન, શોટેન, ગનબાચી (ગણપતિ) અને બિનાયકાતેન (વિનાયક).

જણાવી દઈએ કે તાંત્રિક બૌદ્ધ ધર્મમાં ગણેશજીને એક સ્ત્રી હાથી સાથે ભેટતા દેખાડવામાં આવે છે અને તેને શક્તિ કહેવામાં આવે છે. આ મૂર્તિ પુરુષ અને સ્ત્રીના સંયોજનથી જન્મેલી ઉર્જાનું પ્રતીક છે. જો કે, ગણેશજીની મૂર્તિઓ અથવા ચિત્રો થોડા કામુક દેખાવાને લીધે મંદિરોમાં સામે નથી દેખાતા. તેમને લાકડાના સુશોભિત બોક્સમાં રાખવામાં આવે છે, જેની દરરોજ પૂજા કરવામાં આવે છે. ફક્ત કોઈ ખાસ પ્રસંગે મૂર્તિને બહાર કાઢવામાં આવે છે, અને તેની પૂજા બધાની સામે કરવામાં આવે છે.

જાપાનમાં ગણેશજીનું સૌથી મોટું મંદિર માઉન્ટ ઈકોમા પર આવેલું છે જેનું નામ Hōzan-ji છે. આ મંદિર ઓસાકા શહેરની બહાર દક્ષિણ ભાગમાં આવેલું છે. 17 મી સદીમાં બનેલા આ મંદિર વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. લોકોને આ મંદિર પ્રત્યે ઘણી આસ્થા છે, અને ઇચ્છા પૂરી થવા પર અહીં ઘણી દાન-દક્ષિણા પણ કરવામાં આવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આવનારા સમય પર જ થશે હરિદ્વાર કુંભ, બદલાયેલી પરિસ્થિતિ મુજબ જાણો કેવી રીતે મળશે એન્ટ્રી

Amreli Live

આ રીતે કસરત કરશો, તો વધી શકે છે કોરોના વાયરસ સંક્રમણનો ભય.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

આ છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, અહીં જ ભોલેનાથે આપ્યો હતો બ્રહ્માને શ્રાપ.

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

આ છે ભારતમાં મળતી 4 સૌથી સસ્તી એસયુવી, કિંમત 10 લાખથી પણ ઓછી.

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કેવો મેઈન ગેટ હોય છે શુભ, જાણી લો તે કઈ વસ્તુમાંથી બનેલો હોવો જોઈએ.

Amreli Live

હિસારમાં શરુ થશે ગધેડીના દૂધની પહેલી ડેરી, 1 લીટરની કિંમત સાંભળીને ચોક્કી જશો.

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

શિવ પાતાળેશ્વર મંદિર, અહીં ભગવાન શિવને ભેટ કરવામાં આવે છે સાવરણી

Amreli Live