જાણો કોણ છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક, જાણો તેમના વિશેની દરેક માહિતી જે તમારે જાણવી જોઈએ. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે 2017 થી પહેલા નંબરના શ્રીમંત રહેલા એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી દીધા છે. આજે તે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.
મસ્કની નેટવર્થ 188 બિલીયન યુએસ ડોલરથી વધુ છે, જે એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસની નેટવર્થ 187 બિલીયન યુએસ ડોલરથી એક બિલીયન ડોલર વધુ છે. દુનિયાના સૌથી શ્રીમંત માણસે જીવનના સંઘર્ષો સહન કરીને ઓછું બોલીને વધુ કામ કર્યું છે. તેમના જીવનની વાતો એવી છે, જેને સાંભળીને દરેક યુવાને તેમની પાસેથી સારું સારું શીખવું જોઈએ.
એલોન મસ્કનો જન્મ દક્ષીણ આફ્રિકામાં થયો હતો. તે 17 વર્ષની ઉંમરમાં કેનેડા આવી ગયા હતા. એક વેબસાઈટના અહેવાલ મુજબ, એલોન બાળપણથી એટલા આત્મવિશ્લેશી હતા કે તેના પેરેન્ટ્સે ડોક્ટરને દેખાડ્યું હતું કે, ક્યાંક તે બહેરા તો નથી ને. પણ એલોનની માં ને છેવટે અનુભવ થઇ ગયો હતો કે, તે ડે ડ્રીમ એટલે દિવસે ઘણા સપના જુવે છે.
તેની માં એ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ઘણી વખત એવું બનતું હતું કે તે તેની જ દુનિયામાં ખોવાઈ જતો હતો, અને તેને આસપાસની સુધબુધ રહેતી ન હતી. પહેલા હું દુઃખી થઇ જતી હતી, પરંતુ હવે હું તેને એકલો છોડી દઉં છું કેમ કે મને ખબર છે કે, તે તેના મગજમાં કોઈ રોકેટ બનાવી રહ્યો છે.
એલોનનું તેના પિતા સાથે વધુ બનતું ન હતું. એલોનના પિતા ક્યારેય તેના સપનાને સપોર્ટ કરતા ન હતા. અને એલોન કહી ચુક્યા છે કે, તેનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. એલોને ઘણી વખત તેના પિતા સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી. એક વખત એલોનના પિતાએ તેમના ઘરમાં ઘુસી ગયેલા ત્રણ ચોરને ગોળી પણ મારી દીધી હતી.
બાળપણથી કુશળ બુદ્ધીશાળી રહેલા એલોન 9-10 વર્ષની ઉંમરથી જ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા લાગ્યા હતા. એલોને સ્પેસ થીમ સાથે જોડાયેલી એક કમ્પ્યુટર ગેમ બનાવી દીધી હતી, અને તેને એક કમ્પ્યુટર મેગેઝીનને 500 ડોલરમાં વેચી દીધી હતી. આ ગેમનું નામ બ્લાસ્ટાર હતું અને તેને આજે પણ ઓનલાઈન રમવામાં આવે છે. એલોનનો બાળપણનો મોટાભાગનો સમય પુસ્તકો સાથે જ પસાર થતો હતો. તે 10-10 કલાક સુધી પુસ્તકોમાં જ રમતા રહેતા હતા.
એક અહેવાલ મુજબ, એલોને ઇનસાઇક્લોપીડીયા બ્રિટેનિકાને નવ વર્ષની ઉંમરમાં વાંચીને સમાપ્ત કરી દીધી હતી, અને પછી તેનો રસ સાયન્સ ફિક્શન ઉપન્યાસોમાં વધવા લાગ્યો હતો. ઘણી જગ્યાએ એલોને એવી ઘટનાઓનું વર્ણન કર્યું છે કે, જયારે બાળપણમાં તેને બીજા વિદ્યાર્થી દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. એક વખત કેટલાક છોકરાઓએ તેને દાદરા પરથી નીચે પછાડી દીધો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા. અને એક વખત તેને એટલો મારવામાં આવ્યો હતો કે તેનો જીવ જઈ શકતો હતો. એ કારણ છે કે એલોને કરાટે અને જુડોની તાલીમ 15 વર્ષની ઉંમરમાં લીધી હતી.
એલોન મસ્ક દક્ષીણ આફિકામાં મિલેટ્રી જોઈન્ટ કરવા માંગતા ન હતા, એટલા માટે તે કેનેડા આવી ગયા હતા. તે પીએચડી કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા હતા, પરંતુ તે લગભગ બે દિવસમાં જ તે યુનિવર્સિટીમાંથી પાછા આવી ગયા. આમ તો એલોને 90 ના દશકમાં ઈન્ટરનેટ બુમનો ફાયદો ઉઠાવવા માટે આ નિર્ણય લીધો હતો.
તેમના અંગત જીવનની વાત કરીએ તો એલોન મસ્કે કેનેડાની લેખીકા જસ્ટીન સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. તે લગ્ન આઠ વર્ષ સુધી ચાલ્યા હતા. 2008 માં એલોન અને જસ્ટીનના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર પછી તેમણે બ્રિટીશ અભિનેત્રી રાઈલી સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. આમ તો બે વર્ષ પછી જ બંનેના સંબંધ પુરા થઇ ગયા હતા.
પરંતુ તેમણે એક વખત ફરી વર્ષ 2013 માં લગ્ન કર્યા અને ત્રણ વર્ષ પછી ફરી તે અલગ થઇ ગયા. ત્યાર બાદ એલોન અને સુપરસ્ટાર અભિનેત્રી હર્ડનની રીલેશનશીપ મીડિયામાં ઘણી છવાઈ ગઈ, પરંતુ બંનેએ પોતાના વ્યસ્ત શેડ્યુલને લઇને ઘણું જલ્દી બ્રેકઅપ કરી લીધું હતું. એલોન મસ્કને પહેલી પત્ની જસ્ટીનથી 6 બાળકો છે, જેમાંથી એક બાળકનું મૃત્યુ થઇ ગયું હતું. તે પાંચેય છોકરા જ છે. એલોન અને તેની ગર્લફ્રેન્ડને ગયા વર્ષ મે માં દીકરો જન્મ્યો છે. તેમણે તેનું નામ X Æ A-12 રાખ્યું છે, જેને પાછળથી બદલીને X Æ A-Xii કરી દીધું હતું. એલોન તેને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા ચર્ચામાં રહ્યા હતા.
એલોન મસ્કની કમાણી વિષે કહેવામાં આવે છે કે, તે દર સેકંડે 67 લાખ રૂપિયા કમાય છે. તેમ છતાંપણ તેના મનમાં નવા આઈડિયાને લઈને ઈચ્છાઓ જાગતી રહે છે. ખુશ મિજાજ અંદાજ, ઉર્જાવાન એલોનને સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો પસંદ કરવામાં આવે છે.
એલોન મસ્ક અત્યાર સુધી આઠ કંપનીઓના ફાઉંડર રહી ચુક્યા છે, જેમાં સ્પેસ એક્સ, ટેસ્લા, હાયપરલુપ અને બોરિંગ કંપની જેવી કંપનીઓ શામેલ છે. તેમને બોરિંગ કંપનીનો આઈડિયા ત્યારે આવ્યો હતો, જયારે તે અમેરિકામાં ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. 2016 માં તેમણે ટ્વીટ કર્યું હતું કે, તે ટ્રાફિકથી બચવા માટે અંડરગ્રાઉન્ડ ભોંયરાનો ઉપયોગ કરશે પરંતુ એવું કરવું ઘણું મોંઘુ છે, અને તેમની કંપની પોતાની ટેકનીક અને સ્માર્ટ એન્જીનીયરીંગની મદદથી તે કામમાં લાગેલી છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com