22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

દીકરીના ભણતર માટે ગીરવી રાખ્યું હતું ઘર, પણ દીકરીએ ભર્યું આવું પગલું, જાણો શું થયું હતું.

ભણયા વિના જીવિતી ના રહી શકી દીકરી, ઘર ગીરવે રાખીને પિતાએ કરાવ્યું હતું એડમિશન, વાંચીને આંસુ છલકી જશે. કોરોના મહામારીથી બચવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે દેશના લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ. એટલું જ નહિ ઘણા લોકોએ તો દુઃખી થઇને આત્મહત્યા સુદ્ધા કરી લીધી. હવે એવી જ એક દિલ હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જે દેશની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થામાં ગણવામાં આવતી દિલ્હીની લેડી શ્રીરામ કોલેજની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા છોકરીએ સ્યુસાઈડ નોટમાં પોતાની મુશ્કેલીનું વર્ણન કર્યું છે.

IAS બનવા માગતી હતી બાઈક મિકેનિકની દીકરી : આમ તો વિદ્યાર્થીએ આ દર્દનાક પગલું તેના ઘર તેલંગાનાના રંગા રેડ્ડી જીલ્લામાં ભર્યું હતું. મોટર સાયકલ મિકેનિકની છોકરીના પિતા શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે તેની દીકરી એશ્વર્યા રેડ્ડી આઈએએસ અધિકારી બનવા માગતી હતી, તે તૈયારી માટે લેપટોપ ખરીદવા માગતી હતી, પરંતુ લોકડાઉનને કારણે જ આવી પડેલી આર્થિક મુશ્કેલીને કારણે તેને લેપટોપ ન અપાવી શક્યા, તો તેણે દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી.

દીકરીના અભ્યાસ માટે પિતાએ ગીરવી મૂકી દીધું ઘર : બાળકીના પિતાએ જણાવ્યું કે એશ્વર્યાને ગયા વર્ષે દિલ્હીની પ્રતિષ્ઠિત કોલેજમાં એડમીશન મળ્યું હતું. દીકરીના અભ્યાસ માટે તેમણે પિતાના બે રૂમનું ઘર 2 લાખ રૂપિયામાં ગીરવી પણ મૂકી દીધું હતું. તેને વિશ્વાસ હતો કે જયારે દીકરીને નોકરી મળી જશે, તો બધી લોન ચૂકવી દેશે. તેમણે જણાવ્યું કે કુટુંબના ખર્ચા ચલાવવા માટે આ વર્ષે મોટર સાયકલ રીપેરીંગની દુકાન ખોલી હતી, પરંતુ લોકડાઉનને કારણે તે પણ બંધ થઇ ગઈ.

પિતા પાસે કરી હતી જુનું લેપટોપ ખરીદવાની માંગણી : પોલીસને મળેલી માહિતી મુજબ, એશ્વર્યા રેડ્ડીએ 2 નંબરના શાદનગરમાં તેના ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. 19 વર્ષીય એશ્વર્યા નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતી. 12માં ધોરણમાં 98.5 ટકા માર્ક્સ લાવીને સ્કુલ ટોપ કરી હતી. લોકડાઉન લાગતા પહેલા તે દિલ્હીથી તેના ઘરે તેલંગાના આવી ગઈ હતી. જ્યાં તે ઘરેથી અભ્યાસ કરી રહી હતી, તે દરમિયાન તે પાપા પાસે જુનું લેપટોપ અપાવવાની જિદ્દ કરી રહી હતી. પરંતુ આર્થિક તકલીફને કારણે તે પોતાની દીકરીની ઈચ્છા પૂરી ન કરી શક્યા અને તે દુનિયામાંથી વિદાય લઇ ચાલી ગઈ.

કોલેજના પ્રિન્સિપાલે કહ્યું આ અમારા માટે ઘણી મોટી ભૂલ છે : હવે જયારે ઘટના મીડિયામાં આવી તો લેડી શ્રીરામ કોલેજના પ્રિન્સીપાલ સુમન શર્માએ જણાવ્યું કે જો એશ્વર્યાએ તેની તકલીફ અમારી સામે રજુ કરી હોત, તો અમે જરૂર તેની મદદ કરત. પરંતુ તેણે નાણાકીય મદદ માટે કોલેજનો સંપર્ક ન કર્યો. કોલેજમાં એવી ઘણી સ્કીમ અને ફલોશીપ છે, જેનાથી તેની મદદ થઇ શકતી હતી. તેમણે જણાવ્યું કે ‘એ અમારા માટે ઘણી મોટી ભૂલ છે અને તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે તેની મદદ કરવામાં અસમર્થ રહ્યા.

દીકરીએ લખી રડાવી દે તેવી મૃત્યુનોંધ : એશ્વર્યા રેડ્ડીએ તેની મૃત્યુનોંધમાં લખ્યું કે હું મારા કુટુંબ માટે બોજ બનવા માગતી ન હતી. હું ભણ્યા વગર જીવતી રહી શકું તેમ ન હતી, મારા મૃત્યુની જવાબદાર હું પોતે જ છું. તેના માટે કુટુંબને હેરાન ન કરવામાં આવે. મરતા પહેલા મેં ઘણું વિચાર્યું શું કરુ, પછી વિચાર્યું જો હું અભ્યાસ જ ન કરી શકું તો જીવવાનો શું અર્થ છે. મૃત્યુ જ મારા માટે એક માત્ર રસ્તો રહી ગયો છે. એટલા માટે પપ્પા મને માફ કરજો હું તમારી સારી દીકરી ન બની શકી.

રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર સાધ્યું નિશાન : હવે આ ઘટનામાં પૂર્વ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું, આ અત્યંત દુઃખની ઘડીમાં આ વિદ્યાર્થીનીના કુટુંબીજનોને મારી સંવેદનાઓ. જાણી જોઇને કરવામાં આવેલી નોટબંધી અને દેશબંધીથી ભાજપ સરકારે અનેક ઘર બરબાદ કરી દીધા. તે સત્ય છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

સુશાંતની આત્માની શાંતિ માટે બાબા રામદેવે કર્યો હવન, કહ્યું- અભિનેતાને મળવો જોઈએ ન્યાય.

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

અંકિતા લોખંડેએ શેયર કર્યો સુશાંતનો થ્રોબૈક વિડીયો, લખ્યું : ”આ ઉડાન ભરી જ ન હોત’

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

ભારતનો લાંબો કૂદકો, હાઇપરસોનીક મિસાઈલનું સફળ પરીક્ષણ, આંગળીના વેઢે ગણી શકાય એટલા પાસે છે આ ટેકનીક

Amreli Live

મેષ રાશિના લોકોને મળશે ધનલાભ, તેમજ તુલા રાશિના લોકો રહે સતર્ક.

Amreli Live

જો પાંચાલ કુમારી દ્રૌપદી ના કરત આ 5 ભૂલો, તો મહાભારત ના થયું હોત.

Amreli Live

આ સંકેતોથી ઓળખો કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે.

Amreli Live

ઓડિયો વાયરલ થતા SHO ની થઈ ખરાબ હાલત, પરણેલી મહિલાને એકલી બોલાવી હતી એમના ઘરે

Amreli Live

જાણો સૂર્ય રેખાનું મહત્વ, જાણો કેવી રીતે બદલી શકે છે આ તમારું નસીબ?

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે, સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ કરે છે પૂજા

Amreli Live