30.8 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

અકસ્માતમાં દીકરા-દીકરીને ગુમાવ્યા, 50ની ઉંમરમાં સરોગેસીથી પિતા બન્યા, હવે 8 વર્ષની દીકરીને ચેમ્પિયન બનાવવાનો જુસ્સો

હું સરોગેસીથી પિતા બન્યો, હવે 8 વર્ષની પુત્રીને ચેમ્પિયન બનાવવાનુ ઝનુન

શિવાની 8 વર્ષની છે. અત્યારથી તીરંદાજીમાં નામ ઉજ્વળ કરી રહી છે. અંડર-9 માં 3 વર્ષથી રાષ્ટ્રીય ચેમ્પિયન છે. પિતા સત્યનારાયણે તેના માટે બે કોચ પણ રાખ્યા છે. તસવીર- તારાચંદ ગવારિયા

પુત્રીને વિશ્વની શ્રેષ્ઠ તીરંદાજ બનાવીને પુત્રી દ્વારા દેશને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવવાની ઇચ્છા છે

રોડ અકસ્માતમાં પહેલા 17 વર્ષના પુત્રને ગુમાવ્યો, પછી 4 વર્ષ પછી 24 વર્ષની પુત્રીને

પિતા સત્યનારાયણના કહેવા મુજબ- શિવાનીની આંખ પણ અર્જુનની જેમ નિશાન ઉપર છે, ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવીને સ્વપ્ન જરૂર પૂર્ણ કરશે

વિજયવાડા સંતાનના સ્વપ્ન માટે જીવતા જુસ્સાદાર પિતાનું જીવંત ઉદાહરણ જોવા માંગતા હો, તો તમે સી.સત્યનારાયણને મળો. 2006 માં 17 વર્ષની પુત્રી વોલ્ગા અકસ્માતમાં મૃત્યુ પામી, ત્યાર બાદ 2010 માં 24 વર્ષનો પુત્ર લેનિન. બંને શ્રેષ્ઠ તીરંદાજીના ખેલાડી હતા. જે અકસ્માતમાં પુત્રનું મૃત્યુ થયું હતું, તેમાં સત્યનારાયણે આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી.

બધાએ વિચાર્યું, તીરંદાજીમાં ઓલિમ્પિક ગોલ્ડના સ્વપ્ન માટે જીવતા પિતાની કહાની અહીંયા સમાપ્ત થઇ, પરંતુ 50 વર્ષની ઉંમરે તે સરોગેસી સાથે પિતા બન્યો. પુત્રી 8 વર્ષની છે અને તેને તીરંદાજી શીખવી રહ્યા છે. તીરંદાજી એકેડેમી તેના પુત્ર લેનિનનું સ્વપ્ન હતું, જેને પૂર્ણ કરી રહ્યા છે. ફાધર્સ ડે ઉપર તેની કહાની વાંચો, તેના પોતાના શબ્દો દ્વારા.

‘અંડર-9 માં નેશનલ ચેમ્પિયન પુત્રી ઓલિમ્પિકનું ગોલ્ડ લાવશે’

‘તમે તેને ગાંડપણ કહો અથવા ઉત્કટ, 24 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી ગુમાવ્યા પછી પણ હાર્યો નથી. મારા બંને બાળકો તીરંદાજીમાં ચેમ્પિયન હતા, પરંતુ પ્રથમ પુત્રી વોલ્ગા અને પછી પુત્ર લેનિન સાથ છોડી જતા રહ્યા. 2 ઓક્ટોબર, 2010 ની તે રાત હું ભૂલી શકતો નથી, જ્યારે તે કોમનવેલ્થ ગેમ્સમાં દેશનો પ્રથમ રજત પદક સાથે ઘરે વિજયવાડા પાછો ફરી રહ્યો હતો.

50 વર્ષની ઉંમરે સરોગેસીથી પિતા બનેલા સી. સત્યનારાયણ તેમની 8 વર્ષની પુત્રી શિવાનીને તૈયાર કરી રહ્યા છે.

કાર લેનિન ચલાવી રહ્યો હતો. અને 20 કિ.મી. પહેલા ઓટોને બચાવતી વખતે લેનિન તેનું સંતુલન ગુમાવી બેઠો ગાડી ઉછળીને એક ડિવાઇડર સાથે જઈને અથડાઈ. લેનિન અકસ્માતમાં અમને છોડી ગયો. લેનિનના જતા રહેવાથી મારી આંખોની દ્રષ્ટિ પણ જતી રહી. લેનિનની વિદાયના દસમા દિવસે મેં તેની પત્નીના બીજા લગ્નની જાહેરાત કરી દીધી હતી અને એકેડેમી પાછો આવી ગયો.

તીરંદાજી એકેડેમી એ સત્યનારાયણના પુત્ર લેનિનનું સ્વપ્ન હતું, જે તે પૂર્ણ કરી રહ્યા છે.

અમે પતિ પત્ની હતાશામાં હતા. એક દિવસ પત્નીએ સરોગેસી વિશે વાંચ્યું અને માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં કહ્યું, 50 વર્ષની ઉંમરે બાળક પેદા કરવું એ ગાંડપણ છે. લોકો શું કહેશે. આ અંગે તેમણે કહ્યું, “આપણેને કોઈની પરવા નથી અને આપણે લેનિનનું એકેડેમી ચલાવવાનું સ્વપ્ન છોડીશું નહીં.” અમે પહેલા પોલેન્ડ અને પછી વિજયવાડામાં તબીબી સલાહ લીધી અને સરોગેસી પ્રક્રિયા શરૂ કરી. શિવાની જયારે ગર્ભમાં હતી ત્યારે તેને તીરંદાજીનો ઓડિઓ સંભળાવતા હતા.

જ્યારે શિવાની ગર્ભમાં હતી, ત્યારે સત્યનારાયણ તેને તીરંદાજીનો ઓડિઓ સંભળાવતા હતા.

2 એપ્રિલ 2012 ના રોજ ઘરમાં શિવાનીનો અવાજ ગુંજી ઉઠ્યો. અમે ખુશ હતા. શિવાની જ્યારે 10 મહિનાની હતી ત્યારે તેણે તીર પકડી લીધું હતું. તેની માતાએ ત્યારે કહ્યું હતું, મારા વોલ્ગા અને લેનિન બંને પાછા આવી ગયા. પિતા બનવાનું કારણ એ હતું કે અમે બંને લેનિનના સ્વપ્નને મરવા દેવા માંગતા ન હતા. તેથી નક્કી કર્યું છે કે સરોગેસીથી માતાપિતા બનીશું અને ચેમ્પિયન બનાવિશુ, જેથી દેશ માટે તીરંદાજીમાં ઓલિમ્પિક ગોલ્ડ લાવી શકે.

શિવાની જ્યારે 10 મહિનાની હતી ત્યારે તેણે તીર પકડી લીધું હતું. સત્યનારાયણ કહે છે કે તે મારું સ્વપ્ન જરૂર પૂર્ણ કરશે.

હું આજે શિવાનીને તૈયાર કરી રહ્યો છું. આઠ વર્ષની ઉંમરમાં જ તેણે લેનિન જેટલી ખ્યાતી મેળવી છે. કહી શકાય નહિ, તેથી તેના માટે બે કોચ રાખ્યા છે. કાળજી રાખું છું કે તેને યોગ્ય તાલીમ મળે. હું નાનપણથી તેના હાથ મજબુત કરવા માટે કસરત કરાવી રહ્યો છું. હું કહી શકું છું કે શિવાનીની આંખ પણ અર્જુનની જેમ નિશાન ઉપર છે. 8 વર્ષીય શિવાની અન્ડર-9 માં રાષ્ટ્રીય ચેમ્પિયન છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવીને તે જરૂર મારું સપનું પૂરું કરશે.’

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

શ્રાવણ 2020 : ઇતિહાસમાં પહેલીવાર અધૂરી રહી જશે બિહારીજીના ભક્તોની આ આશા

Amreli Live

6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

મમતાની મિસાલ : નવજાત બાળકને દૂધ મળી શકે, એટલે માં રોજ લેહથી દિલ્લી મોકલે છે પોતાનું દૂધ

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

સાતપુડાના ઘટાદાર જંગલોમાં છે ‘નાગલોક’ નો દરવાજો, અહીં બનેલી છે રહસ્યમય ગુફા.

Amreli Live

ગુરુવારે શુક્ર વક્રી થવાથી થશે આ 5 રાશિઓને લાભ, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

Amreli Live