31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

દિવાળી પહેલા આ સહેલી રીતે કરો પોતાના ઘરના દરેક ખૂણા સાફ.

દિવાળી સફાઈ ટિપ્સ : આ સહેલી ટિપ્સ અપનાવીને તમે કરો પોતાના ઘરના ખૂણાઓને એકદમ સાફ. આગળના આર્ટીકલમાં આપણે રસોડાની સફાઈ, કેબીનેટની સફાઈ, ચીમનીની સફાઈ, માઈક્રોવેવની સફાઈ, મિક્સરની સફાઈ, ગેસ સ્ટવની સફાઈ, ફ્રીજની સફાઈ, ફ્લોરની સફાઈ માટેની ઉપયોગી ટીપ્સ જાણી. આવો હવે ઘરના અન્ય ભાગોની સફાઈ માટે ઉપયોગી ટીપ્સ જાણીએ જેથી તમારું કામ ઝડપી અને સરળ થઈ જાય.

બાથરૂમ કરો સ્વચ્છ : રસોડાની જેમ બાથરૂમની સફાઈ પણ મહત્વની છે.

વોશિંગ મશીનની સફાઈ : વિશિંગ મશીનની સફાઈ માટે ક્લીનર બનાવવા માટે 2 ચમચી બેકિંગ સોડા, 5 ચમચી લીક્વીડ ડીશવોશર, ½ કપ સફેદ સિરકા ભેળવીને મિશ્રણ તૈયાર કરો. તેને સ્પ્રે બોટલમાં ભરી લો પછી આ મિશ્રણથી મશીનની અંદર અને બહાર સફાઈ કરો.

કમોડ અને વોશ બેસીનની સફાઈ : બેકિંગ સોડાનો ઘટ્ટ ઘોળ તૈયાર કરો. તેને સરખા પ્રમાણમાં બેકિંગ પાવડર અને પાણીમાં ભેળવો. આ મિશ્રણને આખા કમોડ ઉપર અંદર અને બહાર લગાવો. કમોડની રીમ અને કેપ ઉપર પણ તેને લગાવો. 30 મિનીટ માટે તેને લગાવેલું રહેવા દો. ત્યાર પછી તમારે ટોયલેટ બ્રશની મદદથી કમોડને ઘસવું જોઈએ. પછી સ્વચ્છ પાણીથી સાફ કરી લો.

ફ્લશ ટેંકમાં સફેદ સિરકા નાખો. તે સેનેટરીમાં જામેલા હાર્ડ-વોટરને કાઢી દે છે. સાથે જ તે જંતુનાશક અને સ્ટેન રીમુવર પણ છે. સારી સુગંધ માટે તમે સિરકામાં સીટ્રોનલા કે નીલગીરીનું તેલ પણ ભેળવી શકો છો. વોશ બેસીનની સફાઈ માટે લીંબુના રસનો ઉપયોગ કરો. તે બ્લીચીંગનું કામ કરે છે. લીંબુ લગાવીને 15 મિનીટ માટે રહેવા દો. પછી ટુથબ્રસથી ઘસીને સાફ કરો. પીળાશ દુર થઇ જશે.

ટાઈલ્સ, ફ્લોર, બારી-બારણાની સફાઈ : બટેટાને કાપીને તેને બાથરૂમની ટાઈલ્સ ઉપર ઘસો. 15 મિનીટ માટે તેને એમ જ રહેવા દો. પછી ગરમ પાણીથી ટાઈલ્સને સાફ કરી લો. ટાઈલ્સ વચ્ચેની ખાંચને જુના બ્રશથી ઘસીને સાફ કરો. નળ ઉપર જામેલા મેલને સાફ કરવા માટે સિરકા વાપરો. સિરકામાં રૂ ડુબાડીને બારીઓ અને દરવાજાને સાફ કરો. ફ્લોર ઉપર લાગેલી ટાઈલ્સને સાફ કરવા માટે 1 ચમચી એથેનાલને એક ડોલ પાણીમાં ભેળવીને ફ્લોર ઉપર પોતું લગાવો. તમે બ્રશથી ફ્લોરને ઘસીને પણ સાફ કરી શકો છો.

બાથરૂમના કાચ અને એક્સેસરીજની સફાઈ : હુફાળા પાણીમાં 1 ચમચી સિરકા નાખીને તેનાથી કાચને સાફ કરો અને પછી કાગળથી કાચ સાફ કરી લો. લીંબુના રસમાં થોડું એવું પાણી ભેળવીને તેનાથી કાચ સાફ કરો. તેનાથી કાચ ઉપર લાગેલા પાણીના જીદ્દી ડાઘ દુર થશે. તમામ એક્સેસરીજ આઈટમ્સને પહેલા જુના ટુથપેસ્ટ ઉપર ડીટર્જેન્ટ લગાવીને સાફ કરો અને પછી ડેટોલના પાણી થી સાફ કરો.

બેડરૂમ અને સ્ટોર રૂમની સફાઈ : બેડરૂમ ઘરનું એ સ્થાન હોય છે, જ્યાં તમે સવાર સાંજ આરામ કરો છો. તે સ્થાનનું સ્વચ્છ હોવું આપણી શારીરિક અને માનસિક બંને આરોગ્ય ઉપર અસર કરે છે. આવો જાણીએ તેની સફાઈ કેવી રીતે કરવી જોઈએ.

ક્લોસેટને ઓર્ગેનાઈજ કરો. ક્લોસેટના બધા કપડાને બહાર કાઢી લો. તેને સારી રીતે ગોઠવો. ક્લોસેટમાં દરેક વસ્તુને રાખવાના ખાના બનાવો. જે કપડાને હેંગર કરી શકાય છે તેને હેંગર કરો. રાખવામાં આવે તેવા કપડાને એકની ઉપર એક કરીને રાખો. ક્લોસેટમાં ફ્રેશનર લગાવો. યુજલેસ કપડાને અલગ કરો અને ડોનેટ કરો. જે કપડાના રફુની જરૂર છે તેને ઠીક કરો.

ડ્રેસિંગ ટેબલની સફાઈ : ડ્રેસિંગ ટેબલના કાચને કાગળથી સાફ કરો. તમામ ડ્રેસિંગનો સામાન બહાર કાઢી લો અને ડ્રોર્સને સુકા અને પછી ભીના કપડાથી લૂછો. એક્સપાયરી વસ્તુને અલગ કરો. એક્સેસરીજ અને કોસ્મે ટિક્સને સેક્શનમાં ડિવાઈડ કરીને રાખો.

બેડરૂમનું ફર્નીચર સાફ કરો : ફર્નીચરને પહેલા સુકા કપડાથી સાફ કરો. જો બેડરૂમમાં ટેબલ છે તો તેની ઉપર રાખેલા સામાનને સારી રીતે ગોઠવો. ફર્નીચરને ચમકાવવું છે તો પેટ્રોલયમ જૈલીનો ઉપયોગ કરો. તમે ભીના કપડાથી સાફ કરીને પણ ફર્નીચરને ચમકાવી શકો છો. બેડશીટ અને પિલોકવર બદલો.

બેડરૂમની દીવાલ સાફ કરો. જો દીવાલ ઉપર કોઈ ચિત્ર કે ફોટોફ્રેમ લાગેલી છે તો તેને પાણી અને સિરકાના સ્પ્રેથી સાફ કરો. ચિત્રને તમે માત્ર સુકા કપડાથી પણ સાફ કરી શકો છો. દીવાલ ઉપર જાળા લાગેલા છે, તો તેને સાફ કરો. ઓઈલબ્રાઉંડ કલર છે તો તમે દીવાલોને થોડા ભીના કપડાથી સાફ કરી શકો છો. બેડરૂમના ફ્લોર ઉપર મીઠા વાળા પાણીથી પણ પોતું લગાવો. બેડરૂમના પંખા, બારી અને દરવાજાને પણ સુકા કપડા અને ભીના કપડાથી સાફ કરો.

બેડરૂમના કાર્પેટ અને ડોરમેંટને પણ સાફ કરો. જો તે સામાન્ય વોશને લાયક છે તો તેને ડીટર્જેન્ટથી સાફ કરો. નહિ તો તેને ડ્રાયવોશ કરો. તેના માટે તેને બ્રશટી ઘસો. પછી આખો દિવસ માટે તડકામાં સેનેટાઈજ કરો. જો તમારા ઘરમાં સ્ટોર રૂમ છે તો તમારે તેને પણ ઓર્ગેનાઈજ કરવું પડશે. સ્ટોર માંથી બધો નકામો સમાન કાઢી લો અને રહેલા સમાનને સારી રીતે ગોઠવો.

બાળકોના રૂમની સફાઈ : તમારા બેડરૂમની જેમ જ બાળકોના બેડરૂમની પણ સારી રીતે જાળવણી જરૂરી છે. ક્લોસેટ ઓર્ગેનાઈજ કરો. ક્લોસેટ માંથી બધા કપડા બહાર કાઢી લો. બાળકોને જે કપડા ફીટ નથી થઇ રહ્યા તેને અલગ કરો. કપડાને વાળી લો. જે કપડા હેંગર થઇ શકે તેને હેંગર કરો. બાળકોની એક્સેસરીજ અને ઇનરવેયરનું એક અલગ ખાનું બનાવો. ફર્નીચર સાફ કરો. બાળકોના રૂમમાં ફર્નીચરને તમે પહેલા સુકા કોડા અને પછી ડેટોલના પાણીથી કપડું નીચોવીને લૂછો. તેના બેડની બેડશીટ બદલો. નવા કરટેંસ લગાવો અને પીલો કવર બદલો. ડોરમેટ અને કાર્પેટને ડ્રાય વોશ કરો. સ્ટડી ટેબલ ઓર્ગેનાઈજ કરો.

બાળકોનો રૂમ છે, તો પુસ્તકો અને સ્ટડી ટેબલ તો હોય જ. બાળકો આમ પણ હોંશિયાર હોય છે. તે પોતાના સ્ટડી ટેબલ બુક શેલ્ફને હંમેશા ગોઠવીને જ રાખે છે. જો તેને વધારે કાળજીની જરૂર હોય છે કેમ કે બાળકને તેનો રોજ ઉપયોગ કરવાનો હોય છે. બાળકોના સ્ટડી ટેબલને ન માત્ર તમારે સારી રીતે ગોઠવવાનું હોય છે પણ તમારે ટેબલને સારી રીતે સાફ કરવાનું છે. જો ટેબલ ઉપર કે દીવાલ ઉપર પેન, પેન્સિલ કે ક્રીયોન કલર્સના નિશાન છે તો તમે તેની ઉપર થોડી એવી ટુથપેસ્ટ લગાવી દો તેને હળવા હાથથી કપડાથી ઘસો. ડાઘ સાગ થઇ જશે અને દીવાલ ખરાબ પણ નહિ થાય.

બાળકોના બધા રમકડાને કે ગેમ્સને વ્યવસ્થિત કરો અને તેને પણ સેનીટાઈજ કરો. જો પાણીથી સાફ કરી શકાય છે તો પાણીનો ઉપયોગ કરો નહિ તો તમે તડકામાં તેને 1 કલાક માટે રાખીને સેનેટાઈજ કરી શકો છો.

લીવીંગ રૂમની સફાઈ : લીવીંગ રૂમ ઘરનું સેન્ટર હોય છે. ત્યાં તમે રોજ ઉઠો-બેસો છો. મહેમાન પણ અહિયાં આવે છે. તો તેની પણ ઝીણવટભરી રીતે સાફ સફાઈ કરવી જરૂરી છે. ફર્નીચરની સફાઈ. અલગ અલગ ઘરોમાં અલગ અલગ પ્રકારના ફર્નીચર હોય છે. તમારે તેની સફાઈ પણ અલગ અલગ રીતે કરવી પડશે. લાકડાના ફર્નીચર ઉપર થોડું ઓલીવ ઓઈલ લગાવો. તેને આખા ફર્નીચર ઉપર કપડાથી ફેલાવો. 10 મિનીટ તેલ લાગેલી રહેવા દો પછી કપડાથી સાફ કરી લો. ફર્નીચરમાં ચમક આવશે.

લેધર ફર્નીચરની સફાઈ ટુથપેસ્ટથી કરી શકાય છે. ટુથબ્રશની મદદથી હળવેથી ઘસીને તેને આખા ફર્નીચર ઉપર લગાવી દો. પાછળથી પાણી અને સિરકાના ઘોળથી તેને સાફ કરો અને સુકા કપડાથી સાફ કરી લો. પ્લાસ્ટિકના ફર્નીચરને સાફ કરવા માટે થોડો બ્લીચ લો અને તેમાં સરખા ભાગે પાણી ભેળવી લો. તેને સ્પ્રે બોટલમાં નાખો અને આખા ફર્નીચર ઉપર સ્પ્રે કરો. 15 મિનીટ માટે તેને તડકામાં રાખી દો. ફર્નીચરમાં ચમક આવી જશે.

કારપેટની સફાઈ : જો કાલીન મોટું છે, તો ડ્રાઈક્લીનીંગ જ એકમાત્ર ઉપાય છે. જો ઘરમાં ધોઈ શકાય છે તો વોશિંગ મશીનમાં કે કોઈની મદદથી તે સોફ્ટ ડીટર્જેન્ટથી તેને ધોઈ શકાય છે. બીજા રૂમની જેમ લીવીંગ રૂમના ફ્લોરની સફાઈ કરો. જો લીવીંગ રૂમ સાથે જોડાયેલો ડાયનીંગ રૂમ છે તો તેને પણ વ્યવસ્થિત કરો. ખાસ કરીને ત્યાંના ફર્નીચરને સાફ કરો. કાચનું ટેબલ છે તો તેને સફેદ સિરકા અને પાણીની સ્પ્રે છાંટીને કાગળથી સાફ કરો. ટેબલ ઉપર રાખેલા સામાનને સાફ કરો. ટેબલને સારી રીતે ગોઠવો.

મંદિરની સફાઈ : બધા ઘરમાં મંદિર હોય છે. તેને પણ સાફ કરવું જરૂરી છે. તમારા મંદિરમાં રહેલા બધા ફોટા અને મૂર્તિઓને બહાર કાઢીને મંદિરની સફાઈ કરવી જોઈએ. પહેલા સુકા કપડાથી પછી ભીના કપડાથી. આવી રીતે ફોટા અને મૂર્તિઓને પણ સુકા અને ભીના કપડાથી સાફ કરો અને ફરી મંદિરને ગોઠવો.

ઘરના ધાબાની સફાઈ : ઘરના ધાબા અને સીડીઓને પણ સાફ કરવું જોઈએ. તમે ધાબા ઉપર પહેલા સાવરણીથી સાફ કરી લો અને ધૂળ અને કચરો એકઠો કરી લો. ત્યાર પછી પાણીથી આખા ધાબાને ધોઈ લો. ધાબા ઉપર કોઈ ભંગાર પડ્યો છે તો તેને પણ દુર કરી દો ત્યાર પછી વાઈફર કરો અને પછી સુકું પોતું લગાવો. ધાબા સાથે જ ઘરની સીડીઓની પણ સફાઈ કરો. તમે સીડીઓ ડીટર્જેન્ટથી સાફ કરી શકો છો. તેનાથી ધાબુ અને સીડી બંને ચમકી ઉઠશે. જો તમે ખરેખર ઘરની સફાઈને સારી રીતે કરવા માગો છો. સાથે જ તમે થાક વગર બધા કામ હળવાશથી કરવા માગો છો તો તમારે આ પ્લાન જરૂર ફોલો કરવો જોઈએ, દિવાળી પહેલા તમારું ઘર ચમકી ઉઠશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

સૂર્ય ગ્રહણ સાથે બની રહ્યો છે ખાસ યોગ, મિથુન રાશિ સહિત આ લોકોના સપના થશે પુરા

Amreli Live

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત, વિસર્જનનું મહત્વ અને પૂજા વિધિ.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

11 ઔષધિઓનું મિશ્રણ છે ઇમ્યુનિટી બુસ્ટ કરે આવી આ IB-9, આજે જ મંગાવો ઘરે.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

ખાનગીકરણ નથી રેલવેના કાયાકલ્પનો વિકલ્પ, આ યાત્રીઓ વિષે પણ વિચારો

Amreli Live

ચાણક્ય નીતિ અનુસાર એક સુખી જીવન માટે વ્યક્તિએ આ બે અવગુણોથી દૂર રહેવું જોઈએ.

Amreli Live

દિવાળી પર ઘરની સાથે-સાથે પોતાની કારને પણ ચમકાવો, જાણો સાફ કરવાની રીત

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

અનિલ કપૂરે બનાવી આવી બોડી કે ફોટા જોઈને તમારું મોં ખુલ્લું રહી જશે.

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

ચાવાળાની દીકરીએ મેળવી હતી 4 કરોડની સ્કોલરશીપ, લફંગા લોકોએ ‘મારી નાખી’

Amreli Live

ખુબ જ મહેનતી હોય છે આ 5 રાશિની છોકરીઓ, દરેક જગ્યાએ મેળવે છે સફળતા

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

રાજા દશરથ કરવા માંગતા હતા શનિદેવનો અંત, પણ શનિએ તેમને આપ્યા હતા 3 વરદાન, વાંચો પૌરાણિક કથા.

Amreli Live

જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

Amreli Live