21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

દિવાળી પર ઘરે સરળ રીતે બનાવો ચોખાની સ્પેશિયલ કરકરી ચકરી, જાણો રેસિપી.

ઘરે એકદમ સરળ રીતે બનાવો દિવાળી સ્પેશિયલ ક્રન્ચી ચકરી, જાણો વિશેષ રેસિપી. આ દિવાળી પર ગળ્યા સાથે થોડું નમકીન બનાવવા માંગો છો, તો ઘરે સરળતાથી સ્પેશ્યલ કરકરી ચકરી બનાવો. આમ તો મોટાભાગની મહિલાઓ દિવાળીના તહેવાર ઉપર મીઠાઈઓ અને નમકીન બજારમાંથી ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ અમુક મહિલાઓ એવી પણ છે જેમને તે બધું ઘરે બનાવવાનું ઘણું ગમે છે. એવી મહિલાઓ માટે આજે અમે રેસિપી ઓફ ધ ડે ઉપર સ્પેશ્યલ ચકરીની રેસિપી લઈને આવ્યા છીએ. જો તમારે પણ આ વખતે ઘરે કંઈક ટ્રાઈ કરવું છે, તો આ રેસિપી જરૂર ટ્રાઈ કરો.

જયારે પણ આપણે દિવાળીના નાસ્તા વિષે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ ચકરીનું આવે છે. આમ તો આ મરાઠી નાસ્તો છે પરંતુ તે બધાને પસંદ આવે છે. તેને તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો, કેમ કે તેને બનાવવાની રીત ઘણી સરળ છે. જો તેમાં રહેલી વસ્તુના પ્રમાણ ઉપર સારી રીતે ધ્યાન આપવામાં આવે, તો ચકરી બનાવવી એકમન સરળ છે. આવો ચકરી માટે જરૂરી સામગ્રી અને બનાવવાની રીત જાણીએ.

દિવાળી સ્પેશ્યલ કરકરી ચકરી ઘરે સરળતાથી બનાવો :

જરૂરી સામગ્રી :

ચોખા – 2 કપ

ચણા દાળ – 2 કપ

ધાણા – ¼ કપ

જીરું – ½ કપ

અડદની દાળ – 1 કપ

મીઠું – ભજની લોટ માટે એક ચપટી

ભજની લોટ – 2 કપ (નીચે તેના વિષે જણાવ્યું છે.)

તલ – 1 મોટી ચમચી

લાલ મરચું પાવડર – સ્વાદમુજબ

હિંગ – એક ચપટી

અજમો – 1 ચમચી

તેલ – 1 કપ

સ્વાદ અનુસાર મીઠું

ગરમ પાણી લોટ બાંધવા માટે.

બનાવવાની રીત :

સ્ટેપ 1 : સૌથી પહેલા આપણે ભજની લોટ બનાવવાની રીત વિષે જાણીએ. તેના માટે સૌથી પહેલા એક પેન લો અને તેમાં ચોખા, ચણા દાળ અને અડદની દાળને અલગ અલગ શેકો. ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે તમામ વસ્તુ ક્રિસ્પી ન થઇ જાય. હવે સમાન માત્રામાં ધાણા અને જીરું શેકો અને તેને એક બાજુ રાખો. પછી આ બધી શેકેલી વસ્તુને એક સાથે ઝીણા પાવડર જેવું વાટી લો. તમારો ભજની લોટ તૈયાર છે. તમે તેને એક વર્ષ સુધી એયર-ટાઈટ કંટેનરમાં સંગ્રહ કરીને રાખી શકો છો.

સ્ટેપ 2 : ભજની ચકરી બનાવવા માટે તમે તેના લોટને એક મોટા બાઉલમાં લો અને તેમાં તેલ નાખો અને એક ચમચીની મદદથી તેને ઝડપથી મિક્સ કરો. હવે બીજી બધી વસ્તુઓ લોટમાં નાખીને સારી રીતે મિક્સ કરી દો. લોટ બાંધવા માટે તેમાં ગરમ પાણી ભેળવો. પરંતુ ધ્યાન રાખો કે તમારે પાણી ધીમે ધીમે ઉમેરવાનું છે જેથી સ્થિરતા જળવાઈ રહે.

સ્ટેપ 3 : ચકરી બનાવવા માટે તમારે ચકરી મોલ્ડની જરૂર પડે છે. ચકરી મોલ્ડની અંદરના ભાગને તેલથી કોટ કરો. હવે લોટને સરખા ભાગ બનાવો જેથી તે મોલ્ડમાં સારી રીતે ફીટ બેસે. પછી એક તળવા માટે કડાઈ લઈને તેમાં તેલ ગરમ કરો.

સ્ટેપ 4 : પછી લોટ લો અને ચકરી બનાવવા માટે ચકરીના મોલ્ડમાં લોટ નાખો. પછી તેને મોલ્ડની મદદથી પ્લાસ્ટિકની ચાદર ઉપર ગોળ ગોળ પાથરો. જયારે બધી ચકરી બની જાય તો ચકરીને મીડીયમ ગરમ તેલમાં નાખો.

સ્ટેપ 5 : ચકરીને બંને તરફથી સારી રીતે તળો, ત્યાં સુધી કે તે ગોલ્ડન કલરની ન બની જાય. પછી તેને પ્લેટમાં કાઢીને સોસ કે ચટણી સાથે પીરસો. તમારી ચકરી સારી રીતે પાકી છે કે નહિ, તે જાણવાની સૌથી સારી રીત છે કે તેલમાં પરપોટા ન હોય.

તો આ વર્ષે દિવાળી ઉપર તમારી ફેવરીટ ચકરીની મજા ઘરે જ બનાવીને લો. આવી બીજી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

લાઈમલાઈટથી ખુબ દૂર થઇ ગઈ છે અંતરા માલી, હવે તે જીવે છે આવી લાઇફસ્ટાઇલ

Amreli Live

દિવાળી પર આ 10 સપના જોવા હોય છે ઘણા શુભ, લક્ષ્મીજી સાક્ષાત વરસાવે છે ઘણું બધું ધન.

Amreli Live

પૂજામાં દીવો ઓલવાઈ જવો કેમ હોય છે અશુભ? આવો જાણીએ તેનો અર્થ શું છે?

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

હસ્ત નક્ષત્રની સાથે બન્યો શુક્લ યોગ, આ રાશિઓ રહશે ભાગ્યશાળી, લક્ષ્મીની કૃપાથી મળશે ધન લાભ.

Amreli Live

અધિક માસમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, તમારા પર થશે ભગવાન વિષ્ણુની કૃપા.

Amreli Live

ભારતમાં નવરાત્રીના વિભિન્ન રંગ, જાણો કઈ જગ્યાએ કેવી રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીનો ઉત્સવ.

Amreli Live

બુધવારે કરો આ 4 કામ, ગણેશજીની વરસશે કૃપા, ગરીબી થશે દૂર

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

11 માં ક્યારે 2 ઉમેરવાથી 1 જવાબ આવે? કેન્ડિડેટે ખુબ ઝડપથી આપ્યો આ કઠિન સવાલનો જવાબ

Amreli Live

જો તમારા ઘરમાં પણ છે આ વસ્તુઓ તો દિવાળી પહેલા કરી દો બહાર, નહિતર ગુસ્સે થઇ જશે માં લક્ષ્મી

Amreli Live

વિશાળ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમનું રાજ્ય, નેપાળ પણ હતો ક્યારેક આપણો વિસ્તાર.

Amreli Live

મહારાષ્ટ્રીયન લીલા મરચાનો થેચા, બનાવવામાં ખુબ સરળ અને સ્વાદમાં એકદમ ચટાકેદાર

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

નાગાર્જુન અક્કીનેની લવ લાઈફ : એક્ટરે પણ કર્યા હતા બે લગ્ન, તબ્બુ સાથે પણ હતું અફેયર, આવી છે તેમની સ્ટોરી.

Amreli Live

શૌચાલયના પાણીમાંથી બનાવી રહ્યો હતો પાણીપુરી, લોકોને ખબર પડી પછી કરી આવી હાલત.

Amreli Live

એયરપોર્ટ પર સફાઈ કરવાવાળા એ કેવી રીતે બનાવી 10 કરોડના ટર્નઓવરવાળી કંપની.

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live