22.2 C
Amreli
26/11/2020
અજબ ગજબ

દિવાળી પછી ગુજરાતમાં ફરીથી શરૂ થશે સ્કૂલ અને કોલેજો, કેબિનેટમાં મુખ્યમંત્રીએ તૈયારી કરવાનું કહ્યું.

કોરોના મહામારીને સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવ્યા હતા, જે હજુ સુધી બંધ જ છે. જોકે બાળકોનું ઓનલાઇન ભણતર તો શરૂ જ છે. પણ તેની પણ કેટલીક મુશ્કેલીઓ છે. પણ હવે વધુ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર પેટા ચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે આ બાબતમાં તમામ પાસાંઓની ચર્ચા કરીને તૈયારી કરવા માટે કહ્યું છે.

આ અગાઉ મુખ્યમંત્રીએ તેમના મંત્રી મંડળના સભ્યોને ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હતા. ત્યારબાદ ટોચના અધિકારીએ કહ્યુ હતું કે, હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે. પણ ગુજરાતમાં એવી પરિસ્થિતિ ના સર્જાય, તો બે અઠવાડિયામાં જ સ્કૂલો અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

સ્કૂલો અને કોલેજો શરૂ થશે તો સૌથી પહેલા કોલેજો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ થશે. ત્યારબાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ફિઝિકલ એજ્યુકેશન શરૂ થાય ત્યારે ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આંતરે દિવસે બે – ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી શકે છે. અને નવા નિયમો અનુસાર વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ વધારવામાં આવશે.

એ તો તમે જાણતા જ હશો કે, કોરોના કેર વચ્ચે વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ છે. અને નાગરીકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન કરી પોતાની ભારતીય નાગરિક તરીકેની ફરજ પુરી કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ ગ્રામ્ય તેમજ સરકારી શિક્ષણ આધારિત વ્યવસ્થા ધરાવતા વિસ્તારોમાં આ ઓનલાઈન શિક્ષણ સફળ રહ્યું નથી. શિક્ષણ વિભાગે અભ્યાસક્રમ પણ ઘટાડવો પડયો છે. આથી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ – કોલેજ શરૂ કરવાની માંગણીઓ થઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીઓ દૂર થાય. અને બુધવારે કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દિવાળી વેકેશન પછી સ્કૂલ- કોલેજ શરૂ કરવા સંદર્ભે પરામર્શ થયો હતો.


Source: gujaratilekh.com

Related posts

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

સૂર્યનારાયણની કૃપાથી આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, ધનલાભના યોગ છે.

Amreli Live

Huawei FreeBuds Studio હેડફોન થયા લોન્ચ, 24 કલાકનો છે બેટરી બેકઅપ

Amreli Live

જાણો આપણા પૂર્વજો શા માટે એવું કહેતા કે, ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

ભારત-ચીન યુદ્ધના કારણે હજુ સુધી કુંવારા છે 82 વર્ષના રતન ટાટા, લગ્ન થતા થતા રહી ગયા હતા.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

તહેવારો પહેલા Hero Maestro Edge 125 નું સ્ટીલ્થ એડિશન થયું ભારતમાં લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

કોરોનગ્રસ્ત મહિલાના 95 થી 97 ટકા ફેફસા ક્ષતિગ્રસ્ત હતા, અમદાવાદ સિવિલના ડોકટરોએ તેને મોતના મુખમાંથી બહાર કાઢી.

Amreli Live

Google Pixel 4a પંચ-હોલ ડિસ્પ્લે સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત.

Amreli Live

EBC માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરતા રાજ્ય સરકારે લીધો મહત્વપુર્ણ નિર્ણય, જાણો કોને કોને મળશે લાભ.

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

આ દિવાળી પર કુબેર યંત્રની કરો સ્થાપના, વરસશે પૈસા જ પૈસા.

Amreli Live

Realme C17 સ્માર્ટફોન નવેમ્બરમાં ભારતમાં આપશે દસ્તક, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

માતાની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે લાભકારક નીવડશે, ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

જો તમે પણ હોમલોન વિશે વિચારી રહ્યા છો, તો આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.

Amreli Live

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

itel એ ભારતમાં લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, શરૂઆતી કિંમત 4,999 રૂપિયા.

Amreli Live