22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

દિવાળીના દિવસે આ કામો કરવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન અને આનાથી થાય છે ગુસ્સે.

દિવાળી પર ભૂલથી પણ ન કરો આ ભૂલ, માતા લક્ષ્મી આશીર્વાદ આપવાના બદલે થઇ જશે ગુસ્સે. આસો મહિનો સનાતન ધર્મના અનુયાયીઓ માટે સૌથી શુભ મહિનો છે. આ મહિનામાં ઘણા પવિત્ર તહેવાર આવે છે. આ શુભ તહેવારો માંથી કડવા ચોથ, અહોઈ આઠમ, રમા અગિયારસ, ધનતેરસ, નરક ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ, લાભ પાંચમ, છઠ્ઠ, આંબળા નવમી અને છેલ્લે દેવ દિવાળી છે, જે કારતક પુનમના દિવસે હોય છે. કારતક મહિનાને સ્નાન અને દાનનો મહિનો કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહીને જો ભગવાન શિવની પૂજા બીલીપત્રથી, ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાંદડાથી અને દેવી લક્ષ્મીની પૂજા કુમકુમ સાથે કરવામાં આવે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.

5 દિવસનો દીપોત્સવ : આસો અમાસનું તેનું અલગ જ મહત્વ છે. સૌથી મહત્વની વાત એ છે કે તે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. તેથી જે લોકો તેમના ઘરને દીવાથી પ્રકાશિત કરીને દેવી લક્ષ્મીની પૂજા કમળના ફૂલથી કરે છે, તેને દેવીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ઘણી પૌરાણીક માન્યતાઓ મુજબ તેમના જીવનમાં ધનની કોઈ ખામી નથી રહેતી. દિવાળી પ્રકાશનું પર્વ છે. દિવાળીને ચાર દિવસના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. તહેવારના પહેલા દિવસે નરક ચતુર્દશી, ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પત્ની સત્યભામા દ્વારા રાક્ષસ નરકાસુર ઉપર વિજય પ્રાપ્ત કરવાનું પ્રતિક છે. દિવાળીના બીજા દિવસે અમાસે ભગવાન ગણેશ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા થાય છે.

એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે રામ 14 વર્ષના વનવાસ પછી તેમના અયોધ્યા પાછા ફર્યા હતા. ત્રીજા દિવસે ગોવર્ધન પૂજાના રૂપમાં મનાવવામાં આવે છે અને ચોથા દિવસે ભાઈ બીજના રૂપમાં મનાવવામાં આવે છે અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે આમંત્રિત કરે છે. આમ તો અમુક પરંપરાઓએ પાંચ દિવસના આ તહેવારને સામેલ કર્યો છે, આ દિવસ ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવે છે અને નવા વાસણ ખરીદવાની પરંપરા છે.

ભારત જ નહિ બીજા દેશોમાં મનાવવામાં આવે છે દિવાળી : દિવાળી માત્ર ભારતમાં જ નહિ, પરંતુ નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, મોરીશસ, મલેશિયા, સિંગાપુર, ફીજી અને ઘણા બીજા દેશોમાં પણ મનાવવામાં આવે છે. આમ તો તે અલગ અલગ લોકો માટે અલગ લગ બાબતોના સંકેત આપે છે, પરંતુ આ ખરેખર એક એવો તહેવાર છે. જે અંધારા ઉપર પ્રકાશનો વિજયનો તહેવાર મનાવવામાં આવે છે, અથવા અસત્ય ઉપર સત્યનું પ્રતિક છે. આ કારણથી, તે વર્ષનો સૌથી આનંદમય અને સૌથી ઉજ્વળ તહેવારો માંથી એક છે.

વર્ષ 2020માં દિવાળીનું પર્વ 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો ભગવાન રામ, દેવી લક્ષ્મી, ભગવાન ગણેશની પૂજા કરે છે. પરંતુ દિવાળી ઉપર બધું બરોબર કરવા ઉપરાંત, અમુક બાબતો છે. જે તમારે ન કરવી જોઈએ? આ લેખમાં એસ્ટ્રોયોગી જ્યોતિષી તમારે દિવાળી ઉપર શું કરવું અને શું ન કરવું તેના વિશે જણાવવામાં આવી રહ્યું છે.

દિવાળીના દિવસે શું કરવું : મૂર્તિઓને ડાબીથી જમણા ક્રમમાં રાખો (ભગવાન ગણેશ, લક્ષ્મીની, ભગવાન વિષ્ણુ, માં સરસ્વતી અને માં કાળી). પછી લક્ષ્મણની, શ્રી રામ, અને માતા સીતાની મૂર્તિ રાખો.

પૂજા ક્ષેત્ર હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને કુટુંબના બધા સભ્યોને પૂજા કરતી વખતે ઉત્તર તરફ મોઢું કરીને બેસવું જોઈએ. આમ તો મુખ્ય પૂજા દીવાને ઘી થી ભરી દો. દીવા 11, 21, 51ની ગણતરીમાં હોવા જોઈએ.

તમારા ઘરના દક્ષીણ-પૂર્વ ખૂણામાં દિવાળીની રાત્રે એક ઘી-સરસીયાના તેલનો દીવો જરૂર પ્રગટાવી રાખો.

હંમેશા દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, ભગવાન કુબેર અને ભગવાન ઇન્દ્ર સાથે ચાર ખંડોના સમૂહમાં દીવાની વ્યવસ્થા કરો.

રંગોમાં મોટાભાગે ઉપયોગ લાલ રંગનો કરો. તમે લાલ દીવા, મીણબત્તીઓ, ઝાલરો અને લાલ ફૂલનો ઉપયોગ કરી શકો છો.

હંમેશા દિવાળી પૂજાની શરુઆત ભગવાન ગણેશની પૂજાથી કરો જેને ભારતીય પરંપરામાં ‘વિઘ્નહર્તા’ ના રૂપમાં પૂજવામાં આવે છે.

તમારે તમારા ખાતાના પુસ્તકોની પણ પૂજા કરવી જોઈએ. જો બનાવેલા છે. તેને દેવી લક્ષ્મીની મૂર્તિ સામે રાખવા જોઈએ.

દેવી લક્ષ્મી તે સ્થાન ઉપર નિવાસ કરે છે જ્યાં સદાચાર, ધાર્મિકતા, સત્ય અને કરુણા જળવાઈ રહે છે. તમારા ઘરને હંમેશા સ્વચ્છ રાખો. ક્યારે પણ ગંદી જગ્યા ઉપર ન સુવો.

માં લક્ષ્મીને શાંતિ અને સદ્દભાવ પ્રસંદ છે. એટલા માટે કુટુંબના સભ્યો વચ્ચે વિવાદોને રોકો. ઘરમાં એક પ્રેમ ભરેલું અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉભું કરો.

ખાવાનું બનાવતી વખતે ક્યારે પણ ભોજનનો સ્વાદ ન ચાખો.

તમારા આખા કુટુંબ સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આરતી કરો.

દિવાળી ઉપર બધાએ સૂક્તના પાઠ કરવા જોઈએ અને જો શક્ય હોય તો ઘર ઉપર હવન પણ કરવું જોઈએ.

દિવાળીના દિવસે, તમારે મંત્ર જાપ કરવા જોઈએ, “ओम दुम दुर्गाय नमः”। તે ઉપરાંત વેપારમાં સારી પ્રગતી માટે, તમારે 1008 વખત મંત્ર “ॐ हं” ના જાપ કરવા જોઈએ. મંત્રના જાપ કર્યા પછી, તેને એક કાગળ ઉપર લખી લો. તેને તમારા કાર્યસ્થળ ઉપર રાખો અને વહેલી તકે તમારું જીવન ઉત્તમ થઇ જશે.

દિવાળીના દિવસે શું ન કરવું : મિત્રો અને સંબંધીઓ માટે ભેંટ પસંદ કરતી વખતે, ચામડાની વસ્તુઓ, કટલેરી અને ફટાકડાનું પસંદગી ન કરો. જો તમે તેમાંથી કોઈ પણ ભેંટ આપવા માગો છો, તો થોડી મીઠાઈ સાથે જ આપો.

જુગાર રમવાથી દુર રહેવું જૌઇએ. પૈસા માટે ન રમો. મસ્તી માટે રમી શકો છો.

દિવાળી ઉપર માંસાહારી ભોજન ખાવા અને દારૂ પીવાથી દુર રહેવું જોઈએ.

નક્કી કરો કે દિવાળીના દિવસે પૂજા સ્થળમાં ઘી નો દીવો રાત આખી પ્રજ્વલિત રહે તેના માટે તેને ખાલી ન રાખો.

ઘણી વધુ મીણબત્તીઓનો ઉપયોગ ન કરો. તેના બદલે દીવાનો ઉપયોગ કરો.

પૂજા સ્થળમાં ગણેશજીની આ મૂર્તિઓ ન રાખો, જે બેઠેલી સ્થિતિમાં ન હોય અને જમણી તરફની સુંઢ વાળી હોય.

જયારે લક્ષ્મી પૂજા થઇ રહી હોય તો તેની પછી તરત જ ફટાકડા ન ફોડો.

લક્ષ્મીજીની આરતી ગાતી વખતે તાળી ન વગાડો. એક નાની ઘંટડીનો ઉપયોગ કરી શકાય છે. વધુ જોરથી ન ગાવ કેમ કે એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી વધુ અવાજથી ધૃણા કરે છે.

દેવી લક્ષ્મીને તેમના શ્રીહરિ વગર એકલા ન રાખો.

પદુષણને ધ્યાનમાં રાખીને ફટાકડાનો ઉપયોગ ન કરો.

રેશમ, સિન્થેટિક કપડા ન પહેરો કેમ કે તેમાં આગ લાગવાનું જોખમ રહે છે.

દિવાળી ઉપર બુમો પાડવી કે ગુસ્સો કરવો ઘણું જ અશુભ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે સૂર્યોદય પહેલા જાગવું ખાસ કરીને શુભ હોય છે, જે લોકો દિવાળી ઉપર મોડે સુધી સુતા રહે છે, તેને લક્ષ્મીના દિવ્ય આશીર્વાદ નહિ મળે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કંગના રનૌતે કરણ જોહર અને જાન્હવી કપૂર ઉપર છોડ્યું વાક્ય બાણ, કહી આ મોટી વાત.

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live

ધનતેરસને દિવસે આ 12 વસ્તુ માંથી કાઈ ખરીદવાથી ભાગ્ય 15 હજાર ગણું પ્રબળ થશે જાણો આ વસ્તુઓ

Amreli Live

શું તમે પણ કરો છો આ 16 એપ્સનો ઉપયોગ, તો તરત કરી દો ડીલીટ.

Amreli Live

સુખ અને દુઃખ બંને દ્રષ્ટિની રમત છે, જો પોઝીટીવ રહો તો પોતાના ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી શકાય છે.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શરદપૂનમનો દિવસ, વ્યાપારથી લાભ મળવાના સંકેત છે, વાંચો રાશિફળ.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

Amreli Live

મુકેશ અંબાણીથી લઈને સાવિત્રી જિંદલ સુધી, અરબપતિ જે નથી ગયા સ્કૂલ, અમુકે તો વચ્ચે જ છોડ્યું ભણતર.

Amreli Live

વાસ્તુ શાસ્ત્ર : ઘરમાં જરૂર રાખો આ છોડ પરંતુ ભૂલથી પણ ન કરો આ ભૂલો, ભોગવવી પડી શકે છે પૈસાની તંગી

Amreli Live

ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

આજે આ 8 રાશિઓને મળશે નસીબનો સાથ જયારે અન્ય લોકોને થઈ શકે છે નુકશાન.

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

સપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે રાહત.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ દીકરાને આપ્યું અનોખું વચન, વહુ સારી નીકળી તો ભેટમાં આપીશે આ કિંમતી વસ્તુ.

Amreli Live

આશ્લેષા નક્ષત્ર : સફળ વ્યાપારી અને ચુતર વકીલ હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે સ્વભાવ

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live