28.5 C
Amreli
26/01/2021
bhaskar-news

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઅમદાવાદ શહેરમાં 17 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 15 ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. હેલ્થ વિભાગે કુલ 216592 ટેસ્ટ કર્યા છે. જે શહેરની કુલ વસતીના 3.43 ટકા જ થાય છે. દિલ્હીમાં અત્યાર સુધી 13 લાખ અને મુંબઈમાં 6.51 લાખ ટેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની વસતી અંદાજે 3.02 કરોડ છે અને કુલ ટેસ્ટ 13 લાખની આસપાસ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ટેસ્ટનું પ્રમાણ 4.31 ટકા છે. આમ અમદાવાદની સરખામણીએ દિલ્હીમાં વધુ ટેસ્ટ થાય છે.
મુંબઈની વસતી અંદાજે 2.04 કરોડ છે. અહીં લગભગ 6.50 લાખ ટેસ્ટ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે આ રેશિયો 3.19 ટકા આવે છે. આમ મુંબઈની સરખામણીએ અમદાવાદમાં વધુ ટેસ્ટ થયા છે.

શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 6.86 ટકા હતો જે એપ્રિલમાં 11.54 અને મેમાં 19.77 થયો હતો. જ્યારે જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં આ રેટ લગભગ સરખો અંદાજે 22 ટકા સુધી પહોંચ્યો છે. જો કે બીજી તરફ સારી બાબત એ છે કે, અમદાવાદમાં રિકવરી રેટ માર્ચ મહિનામાં 10 ટકા હતો તે વધીને 15 ઓગસ્ટ સુધીમાં 83 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 10.34 ટકાથી ઘટીને 5.98 ટકા સુધી પહોંચ્યો છે. પાંચ મહિનામાં સૌથી વધુ કેસ મે મહિનામાં 8,952 અને જૂનમાં 8,122 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈમાં આ સંખ્યા ઘટીને 5,009 થઈ હતી અને ઓગસ્ટના 15 દિવસમાં 2116 કેસ નોંધાયા છે. સૌથી વધુ મૃત્યુ મે મહિનામાં 686, જૂનમાં 572 થયા હતા. જ્યારે જુલાઈમાં તે ઘટીને 151 અને ઓગસ્ટના 15 દિવસમાં 58 દર્દીના મૃત્યુ થયા છે.

બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ એપ્રિલ-મે મહિનાની તુલનામાં 19 ઓગસ્ટમાં ઘટી છે. જો કે, જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહ કરતાં ઓગસ્ટમાં વધી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સરેરાશ 3 હજાર જેટલા એક્ટિવ કેસ છે.

મેમાં સૌથી વધુ 60520 ટેસ્ટ કરાયા
શહેરમાં માર્ચમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જો કે, સમગ્ર માર્ચ દરમિયાન 423 સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં આ પ્રમાણ વધીને 26 હજાર જ્યારે મે મહિનામાં સૌથી વધુ 60 હજાર ટેસ્ટે પહોંચી ગયું હતું.

મહિનો કેસ મૃત્યુ મૃત્યુદર રિકવરી રેટ કુલ સેમ્પલ પોઝિટિવ
માર્ચ 29 3 10.34% 10% 423 6.86%
એપ્રિલ 2982 144 4.88% 13% 26098 11.54%
મે 8952 686 6.96% 59% 60520 19.77%
જૂન 8122 572 7.00% 78% 91177 22.03%
જુલાઈ 5009 151 6.50% 80% 23927 22.01%
ઓગસ્ટ 2116 58 5.98% 83% 14447 21.15%

આટલા ટેસ્ટ કરાયા

 • દિલ્હી- 1302120
 • મુંબઈ- 651593
 • અમદાવાદ- 216592

નવા 13 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં, 7ને મુક્ત કરાયા

 • હરિધામ એપાર્ટમેન્ટ, મણિનગર
 • સમ્રાટનગર સે.1, ઘર ન. 85, 86,87 90, 91,92, ઘોડાસર
 • 3 લાઈન 24 ઘર, 5મી લાઈન 28 ઘર, ઈન્દિરાનગર, વટવા
 • સર્વોપરી ફ્લોરા-2, ડી-બ્લોક, નરોડા
 • ઈડન ફોક્સ, પી બ્લોક, 4થી 6 માળ, ગોદરેજ ગાર્ડન સિટી
 • સેરેનિટી સ્પેસ, 4થી 6 માળ, ચાંદલોડિયા
 • અખંડઆનંદ સોસાયટી-2, ઘર નં.16થી 44, ઘાટલોડિયા
 • ચંદ્રભાગા સોસાયટી, ઘર નંબર 9થી 13, નવા વાડજ
 • જગદીશપાર્ક-2, સી-1 લેન, વિરાટનગર
 • સમન્વય રેસિડેન્સી, ડી બ્લોક 6ઠ્ઠો માળ, બોપલ
 • સનસિટી સેક્ટર-4, ક્યૂ બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર, બોપલ
 • સેટેલાઈટ પાર્ક, Lબ્લોક ચોથો માળ, 41થી 44, જોધપુર

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona tests were performed on 2.16 lakh people in Ahmedabad as compared to 13 lakh in Delhi and 6.5 lakh in Mumbai.

Related posts

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

મહાકાલ મંદિરમાં મધ્યપ્રદેશ બહારના શ્રદ્ધાળુઓને હમણા પ્રવેશ નહીં, ઓનલાઇન કે ટોલ ફ્રી નંબર પર બુકિંગ ના કરો

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

3.95 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 14721 સંક્રમિત વધ્યા,દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

પોલીસ શૂટઆઉટથી માંડી વિકાસ એન્કાઉન્ટર સુધીનો મામલો કોઈ વેબ સીરિઝની સ્ક્રીપ્ટથી ઓછો નથી

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

કોરોના માટે જરૂરી પ્લાઝમા માટે SVP હોસ્પિટલની અપીલ, અત્યાર સુધીમાં માત્ર 2 રેસિડેન્ટ ડોકટર સહિત 34 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live