30 C
Amreli
28/09/2020
કલેક્ટર ઓફિસ

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના, હોસ્પિટલમાં દાખલ ન કરતાં કેજરીવાલની માગી મદદ

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના

તાજેતરમાં જ ‘ખતરો કે ખેલાડી 8’ની કન્ટેસ્ટન્ટ મોનિકા ડોગરાએ ખૂલાસો કર્યો હતો કે, તેની મમ્મી કોરોના વાયરસને હરાવવામાં સફળ રહી હતી. આ પછી એક્ટ્રેસે ખુલાસો પણ કર્યો હતો કે કેવી રીતે કોરોના વાયરસના સંક્રમણથી તેની મમ્મી સ્વસ્થ થઈને પરત ફરી હતી. હવે મોનિકા ડોગરા પછી ‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસ અને ટીવીની દુનિયાનું ફેમસ નામ દીપિકા સિંહ ગોયલની માતા પણ કોરોના પોઝિટિવ થઈ છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી અને તેણે દિલ્હી સરકાર તેમજ સીએમ કેજરીવાલ પાસે મદદ માગી છે.

શૅર કર્યો વિડીયો

દીપિકા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શૅર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, હોસ્પિટલના લોકો તે રિપોર્ટની કોપી ઉપલબ્ધ કરાવી રહ્યાં નથી. માત્ર ફોટો જ પાડવાનું કહી રહ્યાં છે. આથી રિપોર્ટ વગર તેની માતાને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે નથી ખસેડવામાં આવી રહી. તેની માતા દિલ્હીના પહાડગંજ ક્ષેત્રમાં આર્ય નગર ક્ષેત્રમાં રહે છે. તેમનો પરિવાર સંયુક્ત પરિવાર છે, જેમાં એકસાથે 45 લોકો રહે છે. આથી જો એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે તો અન્ય વ્યક્તિઓને થવાની શક્યતા છે.

પાપામાં પણ જોવા મળે છે લક્ષણ

દીપિકા સિંહે જણાવ્યું કે, ‘મારી દાદીને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને પાપામાં પણ લક્ષણ જોવા મળી રહ્યાં છે. જો જલદી મારી માતાને કોઈ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં નહીં આવે તો ભય વધી શકે છે. હું દિલ્હી સરકાર અને કેજરીવાલજી પાસે મદદ ઈચ્છું છું. મુંબઈમાં ફસાયેલી છું અને મારી માતાને ઈલાજ માટે કોઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં નથી આવી રહી. મારી બહેન ત્યાં છે પરંતુ તે પણ કંઈ જ કરી શકતી નથી.’

અનેક સીરિયલમાં જોવા મળી છે દીપિકા

‘દિયા ઔર બાતી હમ’ અને ‘કવચ મહાશિવરાત્રિ’ જેવી ટીવી સીરિયલ કર્યા પછી ઘર ઘરમાં ફેમસ થનારી દીપિકા સિંહ ગોયલ પોતાના પતિ રોહિત રાજ ગોયલ અને બાળક સોહમ ગોયલ સાથે મુંબઈમાં છે.


Source: iamgujarat.com

Related posts

કોરોના સંક્રમિત ભાઈને મોહિના કુમારીએ આપી હતી આ સલાહ, સાજા થવામાં મળી મદદ

Amreli Live

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live

ઓસ્ટ્રેલિયા ટૂરઃ બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેશે ટીમ ઈન્ડિયા

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ પીએમ મોદીએ કહ્યું, ‘આ વખતે ફેમિલી બોન્ડિંગ વધારવાનો દિવસ’

Amreli Live

ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ, દેશ-દુનિયા પર પડશે આ અસર

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલને AMCની નોટિસ

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

અમિત શાહે ગુજરાતના આ 5 ગામોને ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કર્યા

Amreli Live

પ્રોડ્યુસર-ડિરેક્ટર હરીશ શાહનું નિધન, રાજેશ ખન્નાથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર સાથે કર્યું હતું કામ

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહેલા બિગ બીએ આ 6 પ્રકારના લોકોથી દૂર રહેવાની આપી સલાહ

Amreli Live

અનલોક 1: જાણો, સીએમ રૂપાણીએ કઈ 15 મોટી જાહેરાતો કરી?

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

Amreli Live

હોન્ડાએ ભારતમાં 65000 કરતા વધારે કાર પરત ખેંચી, આ પાર્ટ્સમાં છે ખામી

Amreli Live

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં દાખલ

Amreli Live

એક્ટર રવિ કિશનના PAને થયો કોરોના, સંપર્કમાં આવેલા તમામના થશે ટેસ્ટ

Amreli Live

08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દેશમાં કોરોનાનો રેકોર્ડ 1 દિવસમાં 20 હજાર કરતા વધુ કેસ, કુલ 6.25 લાખને પાર

Amreli Live