26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા મામલે વોન્ટેડ ટેરરિસ્ટ, ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ કોરોનાગ્રસ્ત થયો છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સને ટાંકીને અપાયેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ દાઉદની પત્ની મહેજબીનમાં પણ કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. બંનેને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના ઘરના તમામ કર્મચારીઓ અને ગાર્ડ્સને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. જોકે, દાઉદનું કામકાજ સંભાળતા તેના ભાઇ અનીસ ઇબ્રાહિમે આ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે. તેણે એક એજન્સીને ફોન પર જણાવ્યું કે આ સમાચાર ખોટા છે. દાઉદ તેની પત્ની મહેજબીન સાથે ઘરે છે. અનીસે એમ પણ કહ્યું કે તે યુએઇ અને પાક.માં કારોબાર ચલાવી રહ્યો છે. દાઉદ લાંબા સમયથી પાક.માં છુપાયો છે. તેને આઇએસઆઇનું સંરક્ષણ મળેલું છે. ભારતે ઘણી વાર તેના પુરાવા આપ્યા પણ પાક.એ દર વખતે વાત માનવાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધી 91172 લોકો કોરોનાથી સંક્રમિત છે. જેમાં 1898 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. અને 31198 લોકો સાજા થઈ ગયા છે.

દાઉદના સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યાના અહેવાલ મળ્યા હતા
આ અગાઉ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ છે. બન્ને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે. આ અહેવાલમાં જણાવાયું હતું કે પર્સનલ સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અનીસે કહ્યું- ટ્રાન્સપોર્ટનો કારોબાર પણ શરૂ કરવામાં આવ્યો છે

અહેવાલોને ધ્યાનમાં રાખી ન્યૂઝ એજન્સીએ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અહેવાલ પ્રમાણે અનીસ કઈ જગ્યાથી વાતચીત કરી રહ્યો હતો તે અંગે જાણી શકાયું નથી. અનીસે કહ્યું કે ભાઈ અને શકીલ તંદુરસ્ત છે. કોઈનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. પરિવારનો કોઈ પણ સભ્ય હોસ્પિટલમાં દાખલ નથી.

અનીસે જણાવ્યું કે ડી કંપની પાકિસ્તાન અને દુબઈ મારફતે તેમનો કારોબાર ચલાવી રહ્યા છે. જ્યારે અનીસને UAEના લક્ઝરિયસ હોટેલ અને પાકિસ્તાનમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તો શું કરીએ. ટ્રાન્સપોર્ટનો કારોબાર પણ ચાલી રહ્યો છે.

ભારતે કહ્યું હતું-અફઘાનિસ્તાન-પાકિસ્તાન સીમા પર તસ્કરી કરી રહી છે ડી-કંપની
ભારત સરકાર તરફથી વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મોકલવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે ડી-કંપની કરાચી એરપોર્ટથી અફઘાનિસ્તાન સુધી મોટાપાયે ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવી રહીછે. આ ઉપરાંત કંપનીએ ટ્રક ડ્રાયવરોની પણ નિમણૂંક કરી છે. તેના મારફતે તે અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનની તસ્કરી પણ કરે છે.

ISIએ સંરક્ષણમાં દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છેઃ અહેવાલ

એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંરક્ષણ હેઠળ દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે. તેના પર વર્ષ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોંબ વિષ્ફોટનો આરોપ છે. જોકે, પાકિસ્તાન દાઉદ અને તેના પરિવારની ઉપસ્થિતિ અંગે ઈન્કાર કરી રહ્યું છે.
દાઉદ વર્ષ 1994થી પાકિસ્તાનમાં છે. તેની દિકરી મહરુખના લગ્ન પાકિસ્તાનના ભૂતપુર્વ સ્ટાર ક્રિકેટર જાવેદ મિયાદાદના દિકરા સાથે થયા છે. ડી-કંપની શાર્પ શૂટર, ખંડણી તથા સટ્ટાબાજી સિન્ડિકેટનો હેન્ડલર શકીલ પણ કરાચીમાં રહે છે. તેની સાથે દાઉદનો ભાઈ અનીસ વર્ષ 1990માં ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે જ્યારે તેણે સંજય દત્તને હથિયાર આપ્યા હતા.
તેની ઉપર બોલિવૂડની ફિલ્મોને ફન્ડિંગ કરવા તથા ક્રિકેટમાં સટ્ટાની સિન્ડિકેટ ચલાવવાનો પણ આરોપ છે. કેટલાક વર્ષો અગાઉ સાઉદી અરેબિયામાં તે અટકાયતમાં હોવાના સમાચાર આવ્યા હતા. પણ ભારતીય એજન્સીઓ તેને પકડે તે અગાઉ તે ભાગી છૂટ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે. તેના પર વર્ષ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોંબ વિષ્ફોટનો આરોપ છે (ફાઈલ ફોટો)

Related posts

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને 12 પોલીસ જવાન કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 16 પોલીસ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

જેનો એકેય મેળામાં મેળ ન પડે ઈ છેલ્લે શિવરાતના મેળામાં જઈ બોલે ‘ધૂણી રે ધખાવી તારા નામની’’…

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live