26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરનાદેશમાં અત્યાર સુધી 35,026 લોકો સંક્રમિત થયા છે અને 1,159 લોકોના મોત થયા છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 60, પશ્વિમ બંગાળમાં 37, રાજસ્થાનમાં 33, કર્ણાટકમાં 11, હરિયાણામાં 08, ઓરિસ્સામાં 4 અને બિહારમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે.

હવે શીખ તીર્થયાત્રી કોરોના વાઈરસનો શિકાર બની રહ્યા છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડ હજૂર સાહિબથી પાછા આવેલા 148 તીર્થયાત્રી સામેલ છે.
148 શીખ યાત્રીઓમાંથી 76 અમૃતસરમાં, 38 લુધિયાણા અને 10 મોહાલીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 3,500 તીર્થયાત્રિ નાંદેડથી પંજાબ પહોંચ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસકોન્ફરન્સ

 • સરહદ પાસે આવેલા તમામ વિસ્તારોમાં BSF મદદ કરી રહી છેઃMHA
 • દેશમાં અત્યાર સુધી 8888 દર્દી સાજા થયા,કોરોનાના કારણે અત્યાર સુધી દેશમાં 1147 લોકોના મોત થયા છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • 24 કલાકમાં કોરોનાથી 72 લોકોના મોત ,24 કલાકમાં 564 દર્દી સાજા થયા, દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છેઃસ્વાસ્થ્ય મંત્રાલય
 • 24 કલાકમાં કોરોનાના 1900થી વધુ કેસ, રિકવરી રેટ 25.37 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ટ્રેનથી જવા માટે મંજૂરી અપાઈ, જરૂરી વસ્તુઓની આપૂર્તિ ચાલી રહી છેઃMHA

મહત્વના અપડેટ્સ

 • ગોવા સરકારનો નિર્ણય- જે માસ્ક નહીં પહેરે, તેને પેટ્રોલ આપવામાં નહીં આવે

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકડાઉન અને કોરોનાની મહામારીની સ્થિતિ અંગે ચર્ચા માટે હાઈલેવલ મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ લગભગ દોઢ કલાક ચાલી હતી.

 • લોકડાઉનના કારણે તેલંગાણામાં ફસાયેલા 1200 મજૂરોને લઈને પહેલી સ્પેશ્યલ ટ્રેન ઝારખંડ રવાના થઈ ગઈ છે. સવારે 4.50 વાગ્યે લિંગમપલ્લીથી નીકળેલી આ ગાડી રાતે 11 વાગ્યે ઝારખંડના હટિયા પહોંચશે. આ મજૂરોને મોકલવામાં તમામ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરાઈ રહ્યું છે.

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોનાના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન અંગે માહિતી આપી છે. દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં 3 મે બાદ પણ સખતાઈ ચાલુ રાખવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, રિકવરી રેટ વધ્યો છે. આ હિસાબે અલગ અલગ વિસ્તારમાં જિલ્લાઓને ઝોન વાઈઝ વહેચવામાં આવી રહ્યા છે.

 • કોરોનાના જોખમ ધ્યાનમાં રાખતા હરિયાણાએ દિલ્હીથી તેની સરહદમાં આવનારા વાહનોને ગુરુગ્રામ બોર્ડર પર અટકાવાયા છે. સરકારી અને જરૂરી સામાનની સપ્લાઈમાં લાગેલા વાહનોને છૂટ આપવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, દિલ્હીથી અપ-ડાઉન કરનારા લોકો કોરોના કેરિયર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવા લોકો માટે દિલ્હીમાં રોકાવાની વ્યવસ્થા કરશે.

 • કોરોના સંક્રમણની તપાસમાં ઉપયોગ કરવામાં આવતી આરટી-પીસીઆર ટેસ્ટિંગ કીટ માટે 60 સ્વદેશી કંપનીઓને મંજૂરી મળી ગઈ છે. જેમાંથી 5 કંપનીઓ આ કીટ બનાવશે, જ્યારે 55 તેને વિદેશથી આયાત કરશે.

 • મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થયું છે. આ દર્દીને પ્લાઝ્મા થેરેપીથી સારવાર ચાલી રહી હતી.મહારાષ્ટ્રમાં પહેલી પ્લાઝ્મા થેરેપી 53 વર્ષના જે કોરોના સંક્રમિતને આપવામાં આવી હતી, તેનું મોત થયું છે. તેનું મોત 29 એપ્રિલે થયું હતું, પરંતુ મુંબઈના લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડો. રવિશંકરે આ માહિતી 1લી મેના રોજ આપી હતી.

 • મહારાષ્ટ્રના નાદેડમાં હજૂરથી પાછા આવેલા વધુ 3 તીર્થાયાત્રી કોરોના પોઝિટિવ મળ્યા હતા

 • ઓરિસ્સામાં વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે, રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 143 થયો છે.

 • ગુરુવારથી દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ કરી દેવાઈ છે. સવારે 10 વાગ્યાથી ગુરુગ્રામ એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
28 એપ્રિલ 1902
25એપ્રિલ 1835
29એપ્રિલ 1702
23એપ્રિલ 1667
26એપ્રિલ 1607

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 10,498 1773 459
ગુજરાત 4395 613 214
દિેલ્હી 3515 1094 59
રાજસ્થાન 2583 893 58
મધ્યપ્રદેશ 2625 482 137
તમિલનાડુ 2323 1258 27
ઉત્તરપ્રદેશ 2211 551 40
આંધ્રપ્રદેશ 1403 321 31
તેલંગાણા 1038 442 28
પશ્વિમ બંગાળ 758 124 33
જમ્મુ કાશ્મીર 614 216 08
કર્ણાટક 565 229 22
કેરળ 498 383 04
પંજાબ 480 104 20
હરિયાણા 339 235 04
બિહાર 425 84 02
ઓરિસ્સા 142 39 01
ઝારખંડ 110 19 03
ઉત્તરાખંડ 57 36 00
હિમાચલપ્રદેશ 40 28 02
આસામ 42 29 01
છત્તીસગઢ 40 36 00
ચંદીગઢ 74 18 00
આંદામાન-નિકોબાર 33 16 00
લદ્દાખ 22 17 00
મેઘાલય 12 00 01
પુડ્ડુચેરી 08 05 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ2625- અહીંયા ગુરુવારે સંક્રમણના નવા 65 કેસ આવ્યા હતા. રાજ્યમાં આ બિમારીથી અત્યાર સુધી 137 દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ ભોપાલ એઈમ્સમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધરાવા વાળી દવા માઈક્રોબૈક્ટીરિયમ-ડબલ્યૂનો કોરોનાના ગંભીર રોગીઓ પર ટ્રાયલ શરૂ થઈ ગયો છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2211- રાજ્યમાં ગુરુવારે 77 નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 1053 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. 551 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણ રાજ્યના 75માંથી 60 જિલ્લામાં ફેલાઈ ચુક્યુ છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ10498- અહીંયા ગુરુવારે 583 નવા દર્દી મળ્યા છે. જેમાંથી 25 કેસ મુંબઈના હોટ સ્પોટ ધારાવી સામે આવ્યા છે. ધારાવીમાં હવે સંક્રમિતોની સંખ્યા 369 થઈ ગયા છે. તો બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા તેમના મજૂરોને પાછા લઈ જવાની તૈયાર કરી લીધી છે.

રાજસ્થાન,સંક્રમિતઃ2582– રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 144 કેસ સામે આવ્યા છે. જેમાંથી જોધપુરમાં 59, જયપુરમાં 14, અજમેરમાં 4, ચિત્તોડગઢમાં 3, કોટા અને ટોંકમાં 2-2 જ્યારે અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 58 લોકોના મોત થયા છે.

દિલ્હી, સંક્રમિતઃ3515- અહીંયા ગુરુવારે CRPFના વધુ 6 જવાન સંક્રમિત થયા છે. જેમાંથી એક જવાન અર્ધસૈનિક બળના નેશનલ કબડ્ડી ટીમનો ખેલાડી છે.

બિહાર,સંક્રમિતઃ422- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 22 નવા કેસ સામે આવ્યા હતા. બુધવારે 37 પોઝિટિવ મળ્યા છે. જેમાંથી બક્સરમાં 14, પશ્વિમ ચંપારણમાં 5, દરભંગામાં 04, પટના અને રોહતાસમાં 3-3, ભોજપુર અને બેગૂસરાયમાં 2-2 જ્યારે ઔરંગાબાદ, વૈશાલી, સીતામઢી અને મધેપુરામાં 1-1 દર્દી મળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભોપાલમાં પોલીસના ઘણા કર્મચારી અને અધિકારી સંક્રમિત થયા છે. હવે તેમને 700 ફેસ શીલ્ડ વહેંચવામાં આવ્યા છે, જેને પહેરીને તેઓ ડ્યૂટી કરશે

Related posts

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોનાને હરાવ્યો, લખનઉમાં અઢી વર્ષના બાળકને દવા વગર સારું થઈ ગયુ

Amreli Live

અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયા

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

બંગાળમાં TMC ધારાસભ્યનું સંક્રમણથી નિધન, મહારાષ્ટ્રમાં શરદ પવારના 2 સુરક્ષા અધિકારી પોઝિટિવ; દેશમાં અત્યાર સુધી 26.49 લાખ કેસ

Amreli Live

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, ડોમ સિબલે શૂન્ય રને ગેબ્રિયલનો શિકાર થયો

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live