28.8 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

એક સાધુએ એવા ત્રણ ગુરુ કર્યા કે તમે વિચારી પણ નહીં શકો, એમાંથી એક તો ચોર બીજો…

ઘણા સમય પહેલાની વાત છે, એક ગામમાં એક ખુબ જ પ્રભાવશાળી મહંત રહેતા હતા. તેમની પાસે શિક્ષણ લેવા માટે ઘણા શિષ્ય આવતા હતા. એક દિવસ એક શિષ્યએ મહંતને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી તમારા ગુરુ કોણ છે? તમે કયા ગુરુ પાસે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે?’ મહંતે શિષ્યનો પ્રશ્ન સાંભળીને હસતા હસતા કહ્યું, મારા હજારો ગુરુ છે. જો હું નામ ગણાવવા જાઉં તો કદાચ મહિનાઓ લાગી જાય. તેમ છતાં પણ હું મારા ત્રણ ગુરુઓ વિષે તને જરૂર જણાવીશ.

એક હતો ચોર : એક વખત હું રસ્તો ભૂલી ગયો હતો અને જયારે હું દુર કોઈ ગામ પહોંચ્યો તો ઘણું મોડું થઇ ગયું હતું. બધી દુકાનો અને ઘર બંધ થઇ ગયા હતા. પરંતુ છેવટે મને એક માણસ મળ્યો જે એક દીવાલમાં કાણું પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે હું અહિયાં રોકાઈ શકું છું? તો તેણે કહ્યું કે અડધી રાત જતી રહી છે, તમને ક્યાંય આશરો મળવો ઘણું મુશ્કેલી ભરેલું છે, તમે ધારો તો મારી સાથે રહી શકો છો. હું એક ચોર છું અને જો એક ચોર સાથે રહેવામાં તમને તમારે કોઈ વાંધો ન હોય, તો તમે મારી સાથે રહી શકો છો.

તે એટલો સારો માણસ હતો કે, હું તેની સાથે એક મહિના સુધી રહ્યો. તે રોજ રાત્રે મને કહેતો કે હું મારા કામ ઉપર જાઉં છું, તમે આરામ કરો, પ્રાર્થના કરો. જયારે તે કામેથી આવે તો હું તેને પૂછતો કે કાંઈ મળ્યું તને? તો તે કહેતો કે આજે તો કાંઈ ન મળ્યું, પણ જો ભગવાનની ઈચ્છા હશે તો વહેલી તકે જ જરૂર કાંઈક મળશે. તે ક્યારેય પણ ઉદાસ થતો ન હતો, હંમેશા મસ્ત રહેતો હતો.

જયારે મને ધ્યાન કરતા કરતા વર્ષો વીતી ગયા હતા અને કાંઈ પણ રહેતું ન હતું તો ઘણી વખત એવો સમય આવતો હતો કે, હું એકદમ હતાશ અને નિરાશ થઈને સાધના-બાધના છોડી દેવાનું નક્કી કરી લેતો હતો. અને ત્યારે મને અચાનક તે ચોરની યાદ આવતી જે રોજ કહેતો હતો કે ભગવાનની ઈચ્છા હશે તો વહેલી તકે જ કંઈક મળશે.

અને મારા બીજો ગુરુ એક કુતરો હતો. એકવાર ખુબ જ ગરમીના દિવસોમાં હું ઘણો તરસ્યો હતો અને પાણીની શોધમાં ફરી રહ્યો હતો. એટલામાં એક કુતરો દોડતો દોડતો આવ્યો. તે પણ તરસ્યો હતો. નજીકમાં જ એક નદી હતી. તે કુતરાએ આગળ જઈને નદીમાં જોયું તો તેને એક બીજો કુતરો પાણીમાં જોવા મળ્યો, જે તેનો પોતાનો જ પડછાયો હતો. કુતરો તેને જોઈને ઘણો ડરી ગયો.

તે પડછાયાને જોઇને ભસતો અને પાછો હટી જતો, પરંતુ ઘણી તરસ લાગવાને કારણે તે પાછો પાણી પાસે જાય છે. છેવટે પોતાના ડર છતાં પણ તે નદીમાં કુદી પડ્યો અને તેના કુદતા જ તે પડછાયો પણ દુર થઇ ગયો. તે કુતરાના એ સાહસને જોઈ મને એક ઘણી મોટી સીખ મળી ગઈ. આપણામાં ડર હોવા છતાં પણ છલાંગ લગાવી દેવી જોઈએ. સફળતા તેને જ મળે છે જે વ્યક્તિ ડરનો સાહસથી સામનો કરે છે.

અને મારો ત્રીજો ગુરુ એક નાનું બાળક છે. હું એક ગામમાંથી પસાર થઇ રહ્યો હતો કે, મેં જોયું કે એક બાળક એક સળગતી મીણબત્તી લઈને જઈ રહ્યો હતો. તે પાસેના જ કોઈ મંદિરમાં મીણબત્તી મુકવા જઈ રહ્યો હતો. મેં તેને મજાકમાં પૂછ્યું કે, શું આ મીણબત્તી તેં સળગાવી છે? તે બોલ્યો, હા મેં જ સળગાવી છે. તો મેં તેને કહ્યું કે, એક ક્ષણ એવી હતી જયારે તે મીણબત્તી ઓલવાઈ ગઈ હતી, અને પછી એક ક્ષણ એવી આવી જયારે તે મીણબત્તી સળગી ગઈ. શું તું મને તે સ્ત્રોત દેખાડી શકે છે જ્યાંથી આ જ્યોતિ આવી?

તે બાળક હસ્યો અને મીણબત્તીને ફૂંક મારીને ઓલવી નાખતા કહ્યું, હવે તમે જ્યોતિને જતા જોઈ છે. ક્યાં ગઈ તે? તમે જ મને જણાવો. મારો અહંકાર તૂટી ગયો, મારું જ્ઞાન જતું રહ્યું. અને એક ક્ષણે મને મારી જ મૂર્ખતાનો અનુભવ થયો. ત્યારથી મેં કોરા જ્ઞાનથી હાથ ધોઈ નાખ્યો.

મિત્રો, શિષ્યનો અર્થ શું છે? શિષ્ય હોવાનો અર્થ છે સમગ્ર અસ્તિત્વ પ્રત્યે ખુલા રહેવું. દરેક વખતે બધી બાજુથી શીખવા માટે તૈયાર રહેવું. જીવનની દરેક ક્ષણ આપણને કંઈકને કંઈક શીખવાની તક આપે છે. આપણે જીવનમાં હંમેશા એક શિષ્ય બનીને સારી વાતો શીખતા રહેવું જોઈએ. તે જીવન આપણને આવનારા દિવસોમાં કોઈને કોઈ રૂપમાં કોઈ ગુરુ સાથે મુલાકાત કરાવે છે, તે આપણા ઉપર આધાર રાખે છે કે, શું આપણે તે મહંતની જેમ એક શિષ્ય બનીને તે ગુરુ પાસેથી મળતા જ્ઞાનનું ગ્રહણ કરી શકીએ છીએ કે નહિ.


Source: 4masti.com

Related posts

તે મંદિર જ્યાં થાય છે દેવીની એક આંખની પૂજા, પુરી થાય છે મનોકામનાઓ, વાંચો વિસ્તારથી

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

ચાણાક્ય નીતિ : આ 3 પરિસ્થિતમાં ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, ભોગવવા પડે છે ખુબ જ દુઃખ.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

મહાદેવના આશીર્વાદથી આ 4 રાશિઓની આવકમાં થશે વધારો, વાંચો રાશિફળ

Amreli Live

એલપીજી ઉપર સબસીડી શું હંમેશા માટે બંધ થઇ જશે?

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

Amreli Live

આ ચમત્કારીક મંદિરે તોડ્યો હતો અકબરનો અહંકાર.

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિ માટે ખુશીઓથી ભરાયેલો હશે દિવસ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

શું તમે જાણો છો ઘરે ઘી બનાવવાની સૌથી સહેલી રીત.

Amreli Live

આ 5 વસ્તુ માં હોય છે દેવી લક્ષ્મીનો વાસ, ઘરમાં રાખવાથી થાય છે ધન લાભ.

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

Amreli Live