30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

દરવાજો ખોલવા નહીં પડે હાથની જરૂર!, NIDએ કોરોના સંક્રમણથી બચવા બનાવ્યું ‘ફુટ ઓપનર’

પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: કોવિડ-19 મહામારીના કારણે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)ના કેમ્પસમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે. એવામાં સ્ટાફ મેમ્બર્સ રોટેશન પદ્ધતિથી કામ પર આવે છે. કેમ્પસમાં ઘણી જગ્યાએ દરવાજા પર હેન્ડલ ના જોતાં સ્ટાફના સભ્યો મૂંઝવણમાં મૂકાયા હતા. દરવાજા પર હેન્ડલના બદલે નીચેની બાજુએ પીળા રંગના ડટ્ટા લગાવવામાં આવ્યા છે. જેને પગ વડે ધક્કો મારીને દરવાજો ખોલી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

NIDના પદાધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના ડોર ઓપનર વિવિધ સ્થળો જ્યાં સ્ટાફની અવરજવર વધુ હોય ત્યાં લગાવાયા છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે આ પ્રકારના ડોર ઓપનર હાલ તો પ્રાયોગિક ધોરણે લગાવ્યા છે. NIDના એક્ટિવિટી ચેરપર્સન (એજ્યુકેશન) તરુણદીપ ગિરધરે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, ‘કોવિડ-19 ફેલાયા પછી વિશ્વભરના ડિઝાઈનરો સામે કંઈક અલગ, હટકે વિચારવાનો પડકાર આવ્યો છે. રોજરોજ લોકોના ઉપયોગમાં આવતી વસ્તુઓને કંઈક અલગ રીતે દર્શાવવાનો પડકાર છે.’

તરુણદીપ ગિરધરે જણાવ્યું, “કેમ્પસમાં દરવાજાના હેન્ડલ એવી વસ્તુ છે જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. માટે જ અમે કેમ્પસમાં આવેલી રોજિંદી વપરાતી વસ્તુઓ સાથે થોડા પ્રયોગો કર્યા, કંઈક નવું ઉમેર્યું. આ રીતે ફૂટ ડોર ઓપનરે હેન્ડલનું સ્થાન લીધું. કોવિડ-19ની આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હજી ઘણા નવા ઈનોવેશન કરી રહ્યા છે.”

પગથી દરવાજો ખોલવા માટેના ડટ્ટાની ડિઝાઈન પણ ઈન્સ્ટીટ્યૂટમાં જ તૈયાર કરાઈ અને તેની રચના પણ અહીંના જ વર્કશોપમાં કરવામાં આવી. આ કામ ઈન્સ્ટીટટ્યૂટ ફરી શરૂ થયા બાદ હાથ ધરવામાં આવ્યું હતું. NIDના સ્ટાફના એક સભ્યએ કહ્યું, “દરવાજો ખોલવા માટે આ હાઈજેનિક વિકલ્પ છે અને ડિઝાઈન પણ સરળ હોવાથી તેની રેપ્લિકા બનાવી શકાય છે.”

કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઓછામાં ઓછી વખત કોઈપણ સપાટીના સંપર્કમાં આવવાનું સૂચન નેશનલ અને ઈન્ટરનેશનલ નિષ્ણાતોએ કર્યું છે. છેલ્લા થોડા મહિનામાં પગથી સંચાલિત સેનિટાઈઝર ડિસ્પેન્સર સહિતના ઘણાં ઈનોવેશન થયા છે, જેથી જે-તે વસ્તુને હાથથી અડવાથી બચી શકાય અને સંક્રમણનું જોખમ ઘટાડી શકાય.


Source: iamgujarat.com

Related posts

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

માતા ફાંસો ખાઈ રહી હતી, 3 વર્ષની બાળકીએ આ રીતે જીવ બચાવી લીધો

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

Amreli Live

સુરતઃ વર્ષો જૂની આંગડીયા પેઢીએ ₹400 કરોડનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા, વેપારીઓમાં હડકંપ

Amreli Live

અમરેલી ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Amreli Live

મમ્મી સુનંદાને બર્થ ડે વિશ કરતાં ભાવુક થઈ શિલ્પા શેટ્ટી, કહ્યું ‘હું તને એટલું જ કહેવા માગુ છું કે…’

Amreli Live

મંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો

Amreli Live

આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને શૅર કર્યો વિડીયો, સ્વિમિંગ પૂલમાં તરી રહ્યો છે સાપ

Amreli Live

અમિતાભ બચ્ચનના સ્ટાફના 26 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ

Amreli Live

ઓનલાઈન સાઈટ પર મળતી પ્રોડક્ટ દેશી છે કે વિદેશી? જાણવા કલર કોડ ફરજિયાત કરાશે

Amreli Live

પહેલા થઈ હતી ટીકા, હવે માસ્કમાં જોગિંગ કરતા જોવા મળી ‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત

Amreli Live

પવારની સલાહ- મંદિર નહીં, નુકસાન પર ધ્યાન આપે મોદી

Amreli Live

વિકાસ દુબે કાનપુરવાલા….. અંતિમ સંસ્કાર સાથે જ આતંકનો અંત

Amreli Live

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

અનલોક-2: આજથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

Amreli Live