26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

સુરત: અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. દમણમાં આજે વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કેવડી ફળિયા વિસ્તારમાં બે વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર સીલ કર્યા બાદ સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના સેમ્પલિંગ લેવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હવે ધીમે-ધીમે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આજે દમણમાં વધુ બે કેસ નોંધાતા સમગ્ર વિસ્તારને સીલ કર્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય લોકોના સેમ્પલ લેવા અને તેમને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, અગાઉ દમણમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો થતા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્ય સાથેની જોડાયેલી બોર્ડર પણ થોડા દિવસો માટે સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વાપીમાંથી આવતા કામદારોને પણ થોડા દિવસો માટે દમણમાં એન્ટ્રી પર રોક લગાડવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 563 કેસ
સોમવાર સાંજ સુધી ગુજરાતમાં 24 કલાકમાં 563 નવા દર્દીઓ નોંધાતા કુલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 27880 પહોંચી છે. રાજ્યમાં 24 કલાકમાં કુલ 560 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જેમાં અમદાવાદમાંથી 401, સુરતમાં 63, વડોદરામાં 51, નવસારી અને રાજકોટમાં 1-1, મહેસાણામાં 8, વલસાડમાં 1, આણંદમાં 6, અરવલ્લી અને ગાંધીનગરમાં 4-4, ખેડા તથા પંચમહાલમાં 3-3, મહિસાગરમાં 1, કચ્છમાં 4, પાટણમાં 3, નર્મદા અને સાબરકાંઠામાં 2-2, અમરેલી અને ભાવનગરમાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કોરોનાના સંક્રમણથી કુલ સ્વસ્થ લોકોની સંખ્યા પણ 19917 થઈ છે.


Source: iamgujarat.com

Related posts

મહારાષ્ટ્રમાં નથી થંભી રહ્યો કોરોનાનો કહેર, કેસની સંખ્યા અઢી લાખને પાર

Amreli Live

સુશાંતના નિધન પછી તેનો પાળેલો કૂતરો પણ થઈ ગયો છે માયૂસ, ઘરમાં ફરીને શોધે છે સુશાંતને

Amreli Live

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

દેશમાં કોરોનાનો રેકોર્ડ 1 દિવસમાં 20 હજાર કરતા વધુ કેસ, કુલ 6.25 લાખને પાર

Amreli Live

હાલના દિવસોમાં જો તાવ આવે તો આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરુરી

Amreli Live

‘કોઈપણ જાતની શરત વગર પ્રેમ કરો’, આ વિડીયો જોઈને આંખ ભીની થઈ જશે

Amreli Live

ભાવનગરઃ 3 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત, યુવતીના પરિવારે ઢોરમાર મારી કરી યુવકની હત્યા

Amreli Live

માત્ર આટલી સેકન્ડમાં આધારશિલા મૂકીને રામ મંદિર નિર્માણનો શુભારંભ કરશે PM મોદી

Amreli Live

BCCIએ ચીનની કંપની સાથેની ડીલ કેન્સલ કરવાનો કર્યો ઈનકાર, આપ્યું આવું કારણ

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

એક સાથે 6 ગ્રહ વક્રી અને સૂર્ય ગ્રહણ ખૂબ જ દૂર્લભ યોગ, દુનિયા પર થશે આ અસર

Amreli Live

CCTV: નશામાં હતો પોલીસવાળો, મહિલાને એકથી વધુ વખત કાર નીચે કચડી

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live

જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ, હથિયાર-દારુગોળો જપ્ત

Amreli Live

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

ગુજરાતમાં કોરોના સામેના જંગમાં આ વિદ્યાર્થીઓને બનાવાશે ‘કોવિડ સહાયક’

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

વીજળીનું બિલ ભરવા પેઈન્ટિંગ વેચવા માગે છે અરશદ વારસી, કહ્યું – કિડની બચાવીને રાખી છે

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live